________________
૩૮૩
શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર
તેના પર ઘર ચણાય.
ડૉ. સ્થાનકવાસી હોવાથી દેરાસર દર્શન કરવા જતા નહીં. શ્રીમદ્જી સાથે દેરાસરમાં દર્શન કરવા ગયા હતા. ડૉ.ને શ્રીમદ્જીએ કહેલું કે તમારો ઉદ્ધાર ઈડરમાં નથી. તેથી તેઓ રંગુન ગયેલા. પછી તેમની આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ હતી.
શ્રીમદ્જી કહે-ક્લોરોફોર્મ વગર કામ કરો શ્રીમજી અંદર હતા. અને ડૉ. બહાર હતા. તે વખતે એક સંન્યાસી ડૉ. પાસે આવ્યા. તેમને હાથે ખીલી થઈ હતી. તેથી ડૉક્ટરે આંગળી કપાવવાની સલાહ આપી. સંન્યાસીએ હા કહી. ડૉક્ટરે ક્લોરોફોર્મ માટે કહ્યું. ત્યારે તેમણે ના પાડી. આ કારણથી ડૉ. અને સંન્યાસી વચ્ચે હા ના કાનીથી વાતચીતની ગરબડ ચાલી. તેવામાં શ્રીમદ્જી અંદરથી બહાર આવ્યા અને ડોક્ટરને કહ્યું કે “કામ કરો.” ડૉક્ટરે ઓપરેશન શરૂ કર્યું. જે હાથ ઉપર ઓપરેશન કરવાનું હતું તે હાથ તેમણે ટેબલ ઉપર મૂક્યો અને બીજા હાથે તેમણે પુસ્તક વાંચવા માંડ્યું. ઓપરેશન પૂરું થયું ત્યારે તેમણે હાથ સામું જોયું. ત્યાં સુધી તે પુસ્તક વાંચતા રહ્યા.
શ્રીમજીને જે પુસ્તક જોઈએ તે નીકળે ઈડરમાં દિગંબર સંપ્રદાયના પુસ્તક ભંડારનું સરસ્વતી ભંડાર એવું નામ હતું. તે વખતે રાજ્યમાં વીરચંદભાઈ ખાનગી ખાતામાં નોકરી કરતા હતા. તેમની ભલામણથી શ્રીમજીને ભંડાર જોવાની રજા મળેલ. બપોરે બે વાગે શ્રીમદ્જી, હું અને વીરચંદભાઈ ભંડાર આગળ ગયા. ત્યાં અમીચંદ શેઠના ગુમાસ્તા ચાવી લાવ્યા. પુસ્તકોનું લીસ્ટ હતું નહીં. પુસ્તકો કપડામાં બાંધેલા હતા. પહેલાંના વખતમાં પુસ્તકો કાગળના ડબ્બામાં રાખવામાં આવતા. પછીથી લાકડાના ડબ્બામાં રાખતા. ભંડારમાં કર્ણાટક લીપીના પણ પુસ્તકો હતા. શ્રીમદ્જીએ લાકડાના ડબ્બામાંથી દ્રવ્યસંગ્રહ લીધું. તે દિવસે બઘા મળી ત્રણ પુસ્તક લીધાં. બીજાં પુરુષાર્થસિદ્ધિઉપાય અને ત્રીજાં દશ લક્ષણ ઘર્મ. તેને માટે વીરચંદભાઈએ ગેરંટી આપેલ. પંદર દિવસ પછી શ્રીમજી બીજીવાર ભંડારમાં આવ્યા ત્યારે ગોમ્મસાર અને જ્ઞાનાર્ણવના પાના લીઘા હતા. બીજી વખત શ્રીમદ્જી, હું અને ચાવીવાળા હતા. શ્રીમદ્જી ભંડાર આગળ ઊભા રહે અને તેમને જે પુસ્તક જોઈતું હોય તે નીકળે.
શ્રીમદ્જીનો મહારાજા સાથે પોણો કલાક વાર્તાલાપ નડિયાદવાળા છબાભાઈ વિગેરે સાંજે ડૉ.પ્રાણજીવનને ત્યાં ભેગા થતા. હું રાત્રે છબાભાઈને ત્યાં વેદાંતના પુસ્તકો વાંચવા જતો અને કોઈ વખતે તેમને ત્યાં જ સૂઈ રહેતો. છબાભાઈએ શ્રીમદ્જી સંબંધી મહારાજા સાહેબને વાત કરેલ. મહારાજા તે વખતે બાદલ મહેલમાં રહેતા હતા. તે મહેલ અત્યારે ખંડેર થયેલ છે. મહારાજા સાહેબ ચાર વાગ્યા પછી બેસતા. તે વખતે શ્રીમદ્જી પઘારેલા અને લગભગ પોણો કલાક તેમની સાથે બિરાજ્યા હતા.
ઈડરના મરહૂમ મહારાજા સાહેબે તેમની એક બે વખત મુલાકાત લીધેલી. તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી તેનો સાર “દેશી રાજ્ય' નામના માસિકમાં ઈ.સ.૧૯૨૮માં પ્રસિદ્ધ થયો છે તે નીચે પ્રમાણે છે –
રાજેથી તે નરકેશ્રી' નો યોગ્ય ખુલાસો શ્રીમદ્જીએ કર્યો “મહારાજા કહે–લોકોમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી' એનો અર્થ શું?