________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૮૪
શ્રીમદે કહ્યું–રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વના પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છે : એક “પુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું પાપાનુબંધી પુણ્ય.” પુણ્યાનુબંધી
પુણ્યના ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજપદવી ઘારણ કરનાર સદા સત્ત્વગુણ પ્રઘાન રહી, પોતાની રાજસત્તાનો સદુપયોગ કરી, પ્રજાનો પોતે એક માનીતો નોકર છે એવી ભાવના રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે. તથા પાપાનુબંધી પુણ્યના ફળરૂપ રાજસત્તા ઘારણ કરનાર રજતમોગુણ-પ્રઘાન રહી, રાજસત્તા ભોગવવામાં ઇન્દ્રિયઆરામી બની પ્રજા તરફથી પોતાની ફરજો ભૂલી જાય છે; અર્થાત અનેક પ્રકારના અઘમ જાતના કરો પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે. આ બે પ્રકારના નૃપતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વઘી ચક્રવર્તી, ઇન્દ્ર આદિ દેવલોક સુઘી ચઢે છે અને બીજા પ્રકારના નીચે નરકગતિને પ્રાપ્ત થાય છે, તેમને “રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત લાગુ પડે છે.
આ કળિયુગમાં મોટે ભાગે “રાજેશ્રી તે નરકેશી' જેવા હોય છે આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિઓ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે; તે બઘાને લાગુ પડી શકે નહીં. ફક્ત આપખુદી સત્તા ભોગવનાર, પ્રજાને પીડી, રાજ્યનું દ્રવ્ય કુમાર્ગે વાપરનાર રાજાઓને જ આ લાગુ પડે છે.
ભગવાન મહાવીર અને ગૌતમાદિ ગણઘરો અહીં વિચર્યાનો ભાસ થાય છે મહારાજા કહે–આ ઈડર પ્રદેશ સંબંઘી આપના શા વિચારો છે?
શ્રીમદે કહ્યું–આ પ્રદેશના ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમના આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે.જાઓ તમારો ઈડરીયો ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરો, રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માઓની ગુફાઓ અને ઔષધિ વનસ્પતિ આ બધું અલૌકિક ખ્યાલ આપે છે. જિન તીર્થકરોની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ (ઋષભદેવ-કેસરીઆઇ) અને છેલ્લા મહાવીર સ્વામીના નામ આપે સાંભળ્યા હશે. જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણઘરો અહીં વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા; તેમાંનો એક પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે.
અમે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા છાપામાં ઉપરની વિગત છે. તેમાં એક પાછળ રહી ગયેલાનો જન્મ આ કાળમાં થયેલો છે, તે કોણ હશે? તેનો પોતે ખુલાસો કરેલ છે. તે વિગત અહીં પૂરી કરું છું.
ઉત્તરસંડામાં તદ્દન એકાંતમાં રહેલાં તે વખતે શ્રીમદ્જીએ મોતીલાલ ભાવસારને કહેલું કે “તમે પ્રમાદમાં શું પડી રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે, તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ છે, છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગ્રત થાઓ. અમે જ્યારે વીરપ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.