________________
૩૮૫
શ્રીમદ્ અને ભગુભાઈ શ્રીમદ્જીની ખરેખર ઓળખાણ મુનિશ્રી લલ્લુજીને થઈ છે કે પ્રસંગોપાત જણાવું છું કે શ્રીમદ્જીના સમાગમમાં આવેલ બઘામાં કોઈને ખરેખરી ) ઓળખાણ શ્રીમદ્જીની થઈ હોય તો તે મુનિશ્રી લલ્લુજી છે. તેઓ ઈડરમાં હતા ત્યારે ભક્તિમાં એટલા બઘા લીન રહેતા કે તેઓ ગોચરી લેવા જવાનું જ ભૂલી જતા, મોડા જતાં, જે વખતે બઘા જમી રહ્યા હોય તેથી તેમને ગોચરી પણ મુશ્કેલીથી મળતી. | મુનિશ્રી લલ્લુજીની ભક્તિમય દશાની સ્મૃતિ આજે પણ ઉલ્લાસ આપે છે
શ્રીમદ્જીએ મુનિશ્રીને દિગંબરી છત્રીઓ સંબંધી કંઈ કહ્યું હશે જેથી દિગંબરી છત્રી ઉપર જે શિલાલેખ છે તેની નકલ તેમણે લીધેલ. મુનિશ્રીને જે અપાસરામાં ઉતારો આપેલ તે પણ આજે ઘણો મોટો કરવામાં આવેલ છે. પણ જે સ્થળે મને મુનિશ્રીનો સમાગમ થતો તે સ્થળ નજરે પડતાં આજે પણ મને તેમના પૂર્ણ ભક્તિના ઉદ્ગારો, તેમની શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિ તથા તેમના વૈરાગ્યની છાપ જે પડેલ તે મને સ્મૃતિમાં આવે છે તથા મુનિશ્રીના ગુણગાન કરતાં આજે પણ ઘણો ઉલ્લાસ આવે છે.
શ્રીમદ્જીએ કહ્યું-માન અને દંભ જીવને પાડે છે માટે ખાસ કાળજી રાખવી
છેવટમાં શ્રીમદ્જીએ મને ખાસ ચેતાવેલ કે માન અને દંભ જીવને પાડે છે. એ બે દોષ પેસી ન જાય તેની ખાસ કાળજી રાખવી. તેથી તે સંબંધી કોઈ ભક્તિભાવવાળો કે ઉલ્લાસી હોય તેની આગળ જ વાત કરું છું. બાકી બીજે આ બાબત બોલવાનું બંધ રાખેલ છે.
ઉતાવળી ચાલથી પતે તેમ નથી. દોડવાની જરૂર છે. અત્યંત પુરુષાર્થ જોઈએ
શ્રીમદ્ રાજચંદ્ર બહુ ઝપાટાબંઘ ઈડરના પહાડોમાં ચાલતા. તે વખતે તેમની સાથે ફરવા જતાં મેં કહેલું કે તમારું પાંખડી જેવું શરીર છે ને આટલી ઉતાવળે ચાલો છો તો પત્થરોમાં ક્યાંક પડી જવાશે. ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે આટલાથી પતે તેમ નથી; દોડવાની જરૂર છે. આ લાક્ષણિક ઉત્તર પ્રમાણે તેમના આત્મોન્નતિના વિકાસની પણ ત્વરિત ગતિ તેમના વચનમાં તરી આવે છે.
શ્રી ભગુભાઈ
ગોધાવી શ્રી ગોઘાવીવાળા પૂજ્ય ભાઈશ્રી ભગુભાઈ “શ્રીમાન રાજચંદ દેવ'ના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કાંઈ શ્રવણ કરેલું તે હાલમાં સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવેલ છે –
અમે તો બાળ છીએ, મહાત્મા પુરુષ તો મુંબઈમાં છે સંવત્ ૧૯૫૪ની સાલમાં અમદાવાદમાં શ્રી વનમાળીભાઈ તથા શ્રી પોપટભાઈ મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે ગયા હતા. ત્યાં વાતચીતના પ્રસંગે મુનિશ્રી લલ્લુજી સ્વામીએ જણાવ્યું કે અમો તો બાળ છીએ, મહાત્મા પુરુષ તો મુંબઈમાં ગૃહસ્થવેષમાં બિરાજમાન છે. તેઓશ્રી પાસે જાઓ તો પરમાર્થ લાભની પ્રાપ્તિ થશે.
સત્સમાગમથી પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ આ વખતની વાતચીતથી ભાઈશ્રી વનમાળીભાઈને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ આવ્યો હતો. ત્યાર