________________
૧૦૭
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
લ રાક ?
દર્શન મોહનીયનો ઉદય પૂર્વ કર્માનુસાર થયાનું મોહનલાલજી જણાવે છે તે નીચે મુજબ છે :
પરમનિર્ગથદશા આવી ઉપાધિમાં રહી શકે? એક દિવસે વનમાં જતાં રસ્તામાં વિચાર કરતાં એવું ફુરી આવ્યું કે પરમકૃપાળુદેવને આપણે ગુરુ માનીએ છીએ, તો આપણે તેમની દશા કેવી માનીએ છીએ? તે પ્રશ્નનો મારા અંતઃકરણમાંથી એવો ઉત્તર મળ્યો કે પરમ નિગ્રંથ દશા માનીએ છીએ. ત્યાં ફરી પ્રશ્ન ઊઠ્યો કે પરમ નિગ્રંથ દશા આવી ઉપાથિમાં રહી શકે? તેનો ઉત્તર નહીં મળવાથી હું ઘણો મૂંઝાવા માંડ્યો. કેટલાંક મુમુક્ષભાઈઓને મારી મૂંઝવણની વાત હું કહેતો પરંતુ તેમના સમાઘાનથી મારું મન સંતુષ્ટ થતું નહીં. તીવ્ર દર્શનમોહના ઉદયથી હું વિશેષ મૂંઝાવા લાગ્યો. તે એટલે સુધી કે દેહત્યાગ કરવાના વિચાર પર પણ આવ્યો. એવામાં શુભ સમાચાર આવ્યા કે પરમકૃપાળુદેવ કાવિઠા ક્ષેત્રથી નડિયાદ સ્ટેશને ઊતરી વસો પધારશે. આથી હું આનંદ પામ્યો. તેમજ વસોના શ્રાવક ભાઈઓ પણ ખુશી થયા. ત્યાંના અમીન પાસેથી રથ લઈ નડિયાદ સ્ટેશને સામો મોકલ્યો. ટ્રેન રાતના આવતી હોવાથી રથ પણ મોડો રવાના થયેલો.
ચરણસ્પર્શ માત્રથી કુતક સમાઈ અપૂર્વ શાંતિ પ્રસરી પરમકૃપાળુદેવ અને શ્રી અંબાલાલભાઈ નડિયાદ સ્ટેશને ઊતરી અહીંના વાહનની વઘારે રાહ જોયા વગર એક બેલગાડીમાં બેસી આ તરફ આવવા વિદાય થયા હતા, તેને આ રથ સામો મળ્યો એટલે શ્રી અંબાલાલભાઈએ પૂછ્યું કે રથ ક્યાં જાય છે? સારથીએ જવાબ આપ્યો કે કાવિઠાથી પરમકૃપાળુદેવ અને અંબાલાલભાઈ પથારવાના છે. તેમની સામે જવાનું છે. તેથી શ્રી અંબાલાલભાઈએ કહ્યું કે પરમકૃપાળુદેવ પધાર્યા છે. ત્યારે સારથી અને સાથે આવેલા માણસે પરમકૃપાળુદેવને રથમાં પધારવા વિનંતી કરી, તેથી રથમાં પધાર્યા અને રથ ત્વરાથી વસો આવી પહોંચ્યો. એમના આવતાં સુધી હું મહારાજશ્રી અને ચતુરલાલજી ત્રણે આવવાના માર્ગ તરફ દ્રષ્ટિ કરી રહ્યા હતા. તેઓશ્રી ઉપાશ્રયમાં પધાર્યા તે વખતે અમે સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને ચરણસ્પર્શ કરતાં જ મને પરમકૃપાળુદેવ વિષે જે કુતર્કો થતા હતા તે બઘા સમાઈ ગયા અને અપૂર્વ શાંતિ પ્રસરી ગઈ. તેમજ દેહથી જેમ વસ્ત્ર ભિન્ન છે તેમ આત્મા અને દેહનું ભિન્નત્વ કૃપાળુદેવ વિષે ભાસ્યું. એવો પ્રત્યક્ષ સત્પરુષનો અતિશય છે કે જેના દર્શન માત્રથી મિથ્યાત્વાદિ દોષો નાશ પામે છે.
બાહ્ય વૃષ્ટિ તજી જ્ઞાનીનું અંતરંગ જ્ઞાનસ્વરૂપ સમજવું જોઈએ પોતે પઘાર્યા તેવા જ મારા અંતઃકરણમાં જે શલ્ય ચાલતું હતું તે વિષે વગર પૂછ્યું અંતરજામીએ કૃપા કરી જણાવ્યું કે જીવોએ જ્ઞાની પુરુષની ઓળખાણ અનાદિકાળથી બાહ્યદ્રષ્ટિએ કરેલ છે, તે એવી રીતે કે એક સાત-આઠ વર્ષનું બાળક જે ચોવિહાર વગેરે ક્રિયા કરતું હોય તેવી ક્રિયા પણ જ્ઞાની પાસે ન દેખે તો તેમના વિષે સંશય થાય અને જ્ઞાનીને ઓળખી ન શકે. એવું ઉદાહરણ આપી જ્ઞાનીનું સ્વરૂપ જે જ્ઞાનદ્રષ્ટિએ સમજવું જોઈએ તે સમજાવી શલ્યછેદક અપૂર્વ બોધ કર્યો. પછી પોતાને ઊતરવાનું હતું તે મુકામ પર ગયા.
પરમકૃપાળુ દેવ પ્રત્યે એક માસ રહેવાની માગણી બીજે દિવસે સવારે પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં પધાર્યા. ત્યાં મારી (શ્રી લલ્લુજી મહારાજ) સામે