________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૦૮
જોઈ પૂછ્યું કે કહો, મુનિ, અહીં કેટલા દિવસ રહીએ? આથી મારા મનમાં વિચાર થયો
કે જ્યારે સમાગમ થાય છે ત્યારે બે ચાર કે છ દિવસથી વધારે સમાગમનો પ્રસંગ મુંબઈ
ર સિવાય બીજે ક્યાંય બન્યો નથી તેથી વિશેષ સમાગમની ઇચ્છાએ મેં એક માસની માગણી કરી. પછી પરમગુરુ મૌન રહ્યા.
“આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી” ખેડા મુનિ દેવકરણજીને, પરમગુરુ વસો પધાર્યાના ખબર મળવાથી સત્સમાગમની ઉત્કંઠા વધી અને વસોથી ખેડા પઘારવાની વિનંતી પરમગુરુ પ્રત્યે પત્રો દ્વારા કરવા લાગ્યા; તથા ખેડાથી મુમુક્ષુઓ મોકલી આગ્રહ કરવા લાગ્યા. ત્યારે શ્રી અંબાલાલભાઈએ આવી મને કહ્યું કે દેવકરણજી મુનિ સમાગમની ઉતાવળ કરે છે, તેને ઉતાવળ નહિ કરવા અને ચોમાસું પૂરું થયે આપને પણ સાથે વિશેષ લાભ મળે તો સારું, તો દેવકરણજી મુનિ પરમકૃપાળુદેવ પ્રત્યે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા લખે તેમ જણાવો. તે પ્રમાણે મારે લખવા મુજબ દેવકરણજીએ પરમકૃપાળુદેવને પત્ર લખ્યો. તે પત્ર પરમકૃપાળુદેવને મળ્યા પછી મને આવીને કહ્યું કે મુનિશ્રી દેવકરણજીને પત્ર કોણે લખ્યો? ત્યારે મેં કહ્યું કે મેં લખ્યો. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.” શ્રી અંબાલાલભાઈને વાંકમાં નહીં આવવા દેવા મારા ઉપર મેં લઈ લીધું છતાં પોતે જાણી લીધું.
સમાગમમાં અંતરાય આવવાથી બોઘની પિપાસા વિશેષ વઘી હું ગામના મોટા અમીનો અને અમલદારોને ત્યાં આહાર પાણી લેવા જતાં કહેતો કે મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તે બહુ વિદ્વાન છે તેમનું વ્યાખ્યાન સાંભળશો તો બહુ લાભ થશે. એટલે ઘણા માણસો પરમકૃપાળુદેવ પાસે આવવા લાગ્યા. એટલે પરમકૃપાળુદેવે મુનિઓને બઘા આવે ત્યારે આવવાની મના કરેલી કારણ કે “તમને દેખીને અમે પણ ઢુંઢીયા છીએ એમ લોકો માની લે. માટે તમને અન્ય વખતે સમાગમનો પ્રસંગ મળી રહેશે” એમ જણાવેલું. તેથી અમોને પસ્તાવો થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ અંતરાય પડ્યો તેથી પિપાસા બહુ વધી. પણ બહાર વનમાં પધારતા ત્યારે સમાગમનો લાભ મળતો. આવા પ્રસંગોમાં બોઘ થતો તે સ્મૃતિમાં રહેલ તેનું સંક્ષિપ્ત આલેખન અત્ર થાય છે :
જ્ઞાનવાર્તામાં પ્રશ્નોના ખુલાસા વનમાં ગામ બહાર એક વાવ છે. ત્યાં મહાદેવનું દેવાલય હતું તે સ્થળે પઘારતાં પ્રસંગોચિત્ત જ્ઞાનવાર્તા ચાલતી વખતે મેં પૂછ્યું કે સંન્યાસી કોને કહેવા?
પૂજ્યશ્રીએ કહ્યું કે-વાસનાનો ક્ષય કરે તેનું નામ સંન્યાસી. મેં પૂછ્યું : ગોસાઈ કોને કહેવાય? પૂજ્યશ્રી : ઇંદ્રિયો કબજે કરે તે ગોસાઈ. મેં પૂછ્યું : યતિ કોને કહીએ? પૂજ્યશ્રી : પાર પહોંચેલ. પરમાત્મપદ પામે તેને યતિ કહિએ.
બઘા એકવાર આહાર કરે તેમ આપણે પણ કરવું જોઈએ વસોમાં પરમકૃપાળુદેવના સમાગમ અર્થે આવેલા મુમુક્ષભાઈઓ તેમજ પરમકૃપાળુદેવ એક ટંક