________________
૧૦૯
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
આહાર કરતા અને અમે મુનિઓ બઘા બે વખત આહાર લેતા. તેથી અમને લજ્જા આવી. અને વિચાર્યું કે આપણા માટે આ ઠીક ન કહેવાય. મેં મુનિ મોહનલાલજીને જણાવ્યું કે પરમકૃપાળુદેવ વગેરે એક વખત આહાર કરે છે તો આપણે પણ એક વખત આહાર લેવાનું રાખીએ. મોહનલાલજીએ હા પાડી. અને એક વખત આહાર લેવાનો વિચાર નક્કી કર્યો. આ વખતે શ્રી અંબાલાલભાઈનું સ્વાભાવિક આગમન થયું. તેમને અમે જણાવ્યું કે હવેથી અમે પણ એક વખત આહાર કરવા ઘાર્યું છે. ત્યારે શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે પરમકૃપાળુદેવ અત્રેથી પધાર્યા પછી એક વખત આહાર લેવાનું ગ્રહણ કરજો. કારણ કે હાલ તો આહારપાણી કરીને તૂર્ત જ પરમકૃપાળુદેવના સમાગમમાં આવવાનું થાય છે. ત્યાં વિશેષકાળ બેસવાનું થાય છે. આપ એક ટંક આહાર કરવાનું રાખો તેથી કંઈ વિશેષ આહાર લેવાય તો પ્રમાદની વૃદ્ધિ થાય, માટે બે વખત સૂક્ષ્મ આહાર લેવાનું રાખો. આ વાત અમને ગમી અને તેથી તેમ કર્યું.
મુનિઓને એક વખત આહાર કરવાની આજ્ઞા. એ વગર છૂટકો નથી બીજે દિવસે પરમકૃપાળુદેવે પૂછ્યું કે તમે આહાર બે વખત લ્યો છો? અમે હા પાડી. ત્યારે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે મુનિઓએ એક વખત આહાર લેવો જોઈએ. ત્યારે મોહનલાલજીએ પરમકૃપાળુદેવને કહ્યું કે અમે તો કાલે એક વખત આહાર લેવા સંબંધી વિચાર કર્યો હતો. પણ અંબાલાલભાઈએ જણાવ્યું કે પરમકૃપાળુદેવ અન્યત્ર પધાર્યા પછી તેમ કરજો. પરમકૃપાળુદેવે જણાવ્યું કે હજી અંબાલાલની તેવી દશા થઈ નથી કે તેની આજ્ઞા માન્ય થાય. માટે હાલ અમે કહીએ તેમ કરો. ત્યારે અમે જણાવ્યું કે હવેથી એક ટંક આહાર લેવાનું રાખીશું. તે વાત ચતુરલાલજીને ફાવતી ન આવી અને કહ્યું કે હું પાંચ વિગય (વિકાર કરનાર વસ્તુઓ–દૂઘ, દહીં, ઘી, તેલ, ગળપણ)નો ત્યાગ કરું પણ મને ખાવાની બે વખત આજ્ઞા આપો. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે એક ટંક આહાર કરો. એમ કર્યા વગર છૂટકો નથી, અને કોઈ કારણ હોય એટલે શરીર સંબંધી અનારોગ્ય હોય તેવા પ્રસંગે મુનિશ્રી લલ્લુજી મહારાજને પૂછવું અને આજ્ઞાનુસાર વર્તવું.
પરમકૃપાળુ દેવે પૂછવાથી દિનચર્યા જણાવી એકવાર વનમાં પધાર્યા હતા. ત્યાં આગળ વાવ પાસે બેઠા હતા. તે વખતે મુનિ ચતુરલાલજીને પરમકૃપાળુદેવે પૂછ્યું: તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું? ત્યારે તેમણે જવાબ આપ્યોઃ સવારમાં ચાનું પાત્ર ભરી લાવીએ છીએ, તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ છીએ તે સુંઘીએ છીએ, તે પછી આહારને વખતે આહાર-પાણી વ્હોરી લાવીએ છીએ, તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ, તે પછી સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ. અને તે પછી રાત્રે સૂઈ રહીએ છીએ.
આહારપાણી વાપરી સુઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્યારપછી પરમકૃપાળુદેવે કહ્યું–“ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી વાપરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર?” એમ કહી બહુ કડક બોઘ આપ્યો. પછી મને (મુનિશ્રી લલ્લુજીને) કહ્યું : બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય, ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવો અને ચા તથા છીંકણી વિના કારણે હમેશાં લાવવી નહીં. શરીર અસ્વસ્થતાના કારણે કાંઈ