________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૧૦
લેવાની જરૂર જણાય તો મુનિશ્રી લલ્લુજી મહારાજની આજ્ઞાથી લેવું એમ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું.
આખી રાત પરમકૃપાળુ દેવની અપૂર્વ બોઘઘારા વરસી એક રાત્રિએ બહાર ગામના મુમુક્ષુઓ ઘણા આવેલા હતા, તે સર્વને સમી સાંજથી ઊભા રહેવાની આજ્ઞા પરમકૃપાળુદેવે કરી તેથી તે બઘા હાથ જોડી સામે ઊભા રહ્યા અને અખંડ આખી રાત હાણું (સવાર) થતાં સુધી અપૂર્વ બોઘઘારા વરસી. સવારના સૂર્યોદય થયા પછી કેટલાક મુમુક્ષુઓ ઉપાશ્રયમાં આવ્યા, તેઓની મુખાકૃતિ જોતાં કોઈ સ્વર્ગમાંથી ઉત્તમ દેવો ઊતરી આવ્યા હોય તેવી ઉપશમની છાયા દેખાઈ. તેથી અમારા આત્મામાં ઘણો જ પ્રમોદ થયો અને આવા અપૂર્વ બોઘના પ્રસંગે અમને અંતરાય રહેવાથી પશ્ચાત્તાપ પણ થયો. અંતરાયનું કારણ બાહ્યવેશવ્યવહાર હતો.
રાતના થયેલ બોઘની વાતો સાંભળવાથી પ્રત્યક્ષ જેવો આનંદ ગોઘાવીના વનમાળીભાઈ બોઘ શ્રવણથી એવા હર્ષમાં આવી ગયા કે મને કહેવા લાગ્યા : બાપજી, હવે તો હું આપના ચરણમાં રહીશ, મને સાધુપણું આપો. તેમની વૃદ્ધાવસ્થા હોવાથી મોહનલાલજીએ પૂછ્યું કે આપની વૃદ્ધાવસ્થા છે તો આપ સાધુપણું લઈ શું કરશો? ત્યારે તે બોલ્યા કે બાપજી, તમને બઘાને આહારપાણી લાવી આપીશ અને તમારી સર્વની સેવા ભક્તિ કરીશ. એમ કહી રાતના આનંદની વાતો કરવા માંડ્યા. તેથી અમે પણ જાણે પ્રત્યક્ષ બોઘ પામ્યા એવો અવર્ણનીય આનંદ થયો.
આત્માના અનંતગુણોમાં જ્ઞાનગુણ પ્રઘાન એક વખત પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં પધાર્યા ત્યારે ઉત્તરાધ્યયનનું મોક્ષમાર્ગ નામનું અધ્યયન લઈ, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણ પદ ફરી ફરી આવ્યા તેનું કારણ શું એમ પૂછ્યું. તેનો અર્થ પરમગુરુએ પોતે કરી સમજાવ્યો. પછી અમે પૂછ્યું કે આઠ કર્મમાં સૌથી મોટું તો મોહનીય કર્મ છે છતાં જ્ઞાનાવરણીય કર્મ પહેલું કેમ મૂકવામાં આવ્યું હશે? ત્યારે તેના ઉત્તરમાં પરમગુરુએ કહ્યું કે આત્માના અનંત ગુણો છે. તે સર્વમાં જ્ઞાનગુણ પ્રઘાન છે, તેને આવરણ કરનારું જ્ઞાનાવરણીય કર્મ છે. માટે તેને પ્રથમ મૂકવામાં આવ્યું. આમ આઠે કર્મની સંકલનાનો ખુલાસો સમજાવ્યો હતો. પછી પોતે ઉપાશ્રયમાં ઉપર ફરતા હતા ત્યારે મુનિ મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે કુંદકુંદસ્વામીએ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંઘર સ્વામીના દર્શન કર્યા અને તેમના સમોવસરણમાં જઈને બેઠા તે શી રીતે? ત્યારે હર્ષાનંદમાં આવીને મને (શ્રી લલ્લુજીમહારાજને) પૂછ્યું કે-“કેમ મુનિ, સીમંઘર સ્વામીના દર્શન કરવાં છે ?' મેં તત્કાળ હર્ષમાં આવી હા પાડી. તે સાંભળી પરમકૃપાળુદેવ મૌન રહ્યા.
જ્ઞાની પુરુષની ગંભીરતા યથાર્થ જાણે તો સમકિત પામે એક દિવસ પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં સવારના પધાર્યા. તે વખતે માત્ર અમે સાઘુઓ એકલા જ હતા અને મેડા ઉપર હોવાથી પરમકૃપાળુદેવ ઉપર પઘાર્યા. મૌન રહી એક બેસવાના આસન ઉપર બિરાજ્યા. આ વખતે મોહનલાલજી તેમની મુખમુદ્રાનું મેષોન્મેષ દ્રષ્ટિથી જોઈને અંતરધ્યાન (પરમગુરુનું) કરતા હતા. થોડા વખત પછી પોતે એકદમ મોહનલાલજીની સામે જોયું તેથી મોહનલાલજી દબાઈ ગયા. પછી ઉપદેશમાં બોલ્યા : જીવો જ્ઞાની પુરુષની ગંભીરતા જાણી શકતા નથી. જ્ઞાનીપુરુષ સમુદ્ર જેવા