________________
૧૧૧
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
ગંભીર હોય. જીવ જો તે ગંભીરતા જાણે તો સમકિત ક્યાં દૂર છે? અર્થાતુ જ્ઞાનીપુરુષની ગંભીરતા જાણતાં જ જીવને સમ્યકજ્ઞાન પ્રાપ્ત થાય છે.
અન્ય સાંભળે તેમ હું તો માત્ર સ્વાધ્યાય કરું છું આ બનાવ પહેલાં પરમકૃપાળુદેવને એક પત્ર મોહનલાલજીએ આપી તેમાં જણાવ્યું હતું કે હે નાથ! મને વ્યાખ્યાન વાંચતા આવડતું નથી માટે આપ આજ્ઞા કરો તો હું વ્યાખ્યાન વાંચવાનું બંઘ કરું. તે પત્રના ઉત્તરમાં આ વખતે કૃપાનાથે જણાવ્યું કે સાધુઓએ સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં. જ્યારે વ્યાખ્યાન સમય હોય ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરવો છે. માટે મોઢેથી ઉચ્ચાર કરી અને સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું. પણ હું તો મારો સ્વાધ્યાય જ કરું. છું એવી ભાવના રાખી, કોઈ આહારાદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં. નિષ્કામભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરવો. એવી આજ્ઞા પરમગુરુએ કરી.
મનને હમેશાં સવિચારમાં રોકવું તો વશ થશે પછી મેં પૂછ્યું કે મન સ્થિર થતું નથી તેનો શો ઉપાય? તેના ઉત્તરમાં જણાવ્યું કે એક પળ પણ નકામો કાળ કાઢવો નહીં. કોઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું, વિચારવું. એ કાંઈ ન હોય તો માળા ગણવી. પણ જો મનને નવરું મેલશો તો ક્ષણવારમાં સત્યાનાશ કાઢે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખોરાક આપવો. દ્રષ્ટાંત આપેલું કે જાનવરને (હરાયા ઢોરને) જેમ કાંઈને કાંઈ ખાવાનું જોઈએ છે, તેને દાણનો ટોપલો આગળ મૂકવાથી તે ખાયા કરે છે અને તે વખતે તે બીજાં કાંઈ ખાતું નથી. તે પ્રમાણે મન ઢોર જેવું છે એટલે બીજા વિકલ્પો બંધ કરવા માટે સદ્વિચારરૂપ ખોરાક આપવાની જરૂર છે.
આત્મા નગ્ન અસંગ અમે અનુભવ્યો તેથી અમે દિગંબર છીએ. એક દિવસ પોતે જે મકાનમાં ઊતર્યા હતા તે મકાનમાં એક દિગંબરભાઈ જે જિજ્ઞાસુ અને વૈરાગી હતો તે પરમકૃપાળુના દર્શનાર્થે ગયો; તેને પરમગુરુએ પૂછ્યું : તમે કોણ છો? ત્યારે તેણે કહ્યું : સાહેબજી, હું દિગંબર છું. ત્યારે પોતે કહ્યું કે તમે દિગંબર નથી દિગંબર તો અમે છીએ. તે ભાઈ સ્તબ્ધ થઈ વિચારમાં પડ્યા કે આપણે શું કહેવું? પરમગુરુ બોલ્યા કે આત્મા નગ્ન અસંગ અનુભવ્યો છે એટલે અમે દિગંબર છીએ. તમે શ્વેત વસ્ત્ર ઘારણ કર્યા છે, માટે શ્વેતાંબર છો. વિનોદમાં આવી અપૂર્વ વાત સમજાવી હતી. પ્રસ્તુત પ્રસંગ અમને તે દિગંબરભાઈએ ઉપાશ્રયમાં દર્શનાર્થે આવેલ ત્યાં કહ્યો હતો.
સંસ્કૃત ભણવાની અને કર્મગ્રંથ વિચારવાની આજ્ઞા એક દિવસે સંસ્કૃત ભણવાનો તથા કર્મગ્રંથ વાંચવા વિચારવાનો અભ્યાસ કરવો એવી આજ્ઞા સર્વ સાધુ-સમુદાયને કરી. મોહનલાલજીએ કહ્યું કે સંસ્કૃત ભણવાનો જોગ ક્યાંથી મળે? તેમજ મહારાજશ્રી તથા દેવકરણજીસ્વામીની પ્રૌઢ અવસ્થાને લઈને શી રીતે અભ્યાસ થઈ શકે? ત્યારે પરમકૃપાળદેવે ઉત્તર આપ્યો કે જોગ મળે ત્યારે અભ્યાસ કરવો. કેમકે વિક્ટોરિયા મહારાણી વૃદ્ધ હોવા છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે. તે વાત અમે માન્ય કરી અને આજ્ઞાનું પ્રતિપાલન કરવા માટે બનતો પ્રયાસ કર્યો. પરંતુ અભ્યાસમાં આગળ વધી શકાયું નહીં.
એક દિવસ વનમાં પધાર્યા, ત્યાં એક પ્રાચીન મહાદેવનું દેવાલય હતું. ત્યાં પરમગુરુ અદ્ભુત