________________
૪૦૧
શ્રી વવાણિયા જન્મભૂમિ-મહિમા અંતર અતિ ઉલ્લુસે હો કે જન્મભૂમિ નીરખી, મુમુક્ષુ - મનને હો કે કલ્યાણક સરખી.
પશ્ચિમ ભારતની પટરાણી, પુરી વવાણિયા બહુ વખણાણી; જનની આ વીરની લેખાણી, ગુરુ રાજચંદ્રે સ્વĂકરાણી.
અંતર૦ મુમુક્ષુઃ ૧
સૌરાષ્ટ્ર વિજયવંતું તુજથી, ગણ જેમ નિશા શોઁઉદયથી; મંદિર | મનોહર જો દૂરથી, સુર-વિમાન સમ એ લે પરખી.
અંતર મુમુક્ષુ ૨
જિનમંદિર સહ ગુરુમંદિર આ, કરુણામૂર્તિ ગુરુ રાજ મહા; ચરણે મન લીન રહોય સદા, દર્શન શિવસુખની વાનગી આ. અંતર મુમુક્ષુ॰ ૩ પ્રભુ! પૂર્વ કમાણી બહુ લાવ્યા, વળી સર્વ કળા ઘરૌં અહીં આવ્યા; શ્રી દેવમા મન મહલાવ્યા, શ્રી રાજચંદ્ર અમ મન ભાવ્યા.
અંતર૦ મુમુક્ષુ ૪
અહો! કિશોરકાળે ભવ ભાળ્યા, સુસ્મૃતિ પડદા સઘળા ટાળ્યા; શ્રુતનયને સહુ ઘર્મોં ભાળ્યા, સમ્યક્દર્શન ગુણ સહુ પાળ્યા.
અંતર૦ મુમુક્ષુ॰ ૫
પ્રભુ! સત્ય ધર્મને ઉત્ક્રરવા, અશરીરી – ભાવ સદા વરવા; અજ્ઞાન કલંક મહા હરવા, કરી દેહની આપે ના ૫૨વા. અંતર મુમુક્ષુ॰ ૬
તમે સત્ પુરુષાર્થ સદા કરતા, ખરી નિષ્કારણ કરુણા ઘરતા, વળી મોક્ષમાર્ગ-કંટક હરતા, અમ સમ નિર્બળને ઉદ્ધરતા.
અંતર મુમુક્ષુ ૭
વ્હાલા શ્રીમદ્ સદ્ગુરુ, ઉર વસજો, પ્રતિબંધ બધા અમ દૂર કરજો; અમ અણસમજણ સઘળી હરજો, ભક્તિ મુક્તિ પદ ઉર ઘરજો.
અંતર૦ મુમુક્ષુ ૮
• શ્રી બ્રહ્મચારીજી