________________
૪૦૦
થાયના
(પ્રભાતિયું) હે કૃપાળુ પ્રભુ, આપજો આટલું, અન્ય ના આપની પાસ યાચું, સત્ય નિગ્રંથતા, એક નિર્મળદશા, શુદ્ધ ચૈતન્યતા ના ચૂંકું હું; સકળ સંસારમાં સાર કંઈ હોય તો ધ્યેય આ આટલો અચળ ઘારું, આપને આશ્રયે, જન્મજંજાળને છેદી, નિશંક, નિર્દોષ થાઉં.
હે કૃપાળુ પ્રભુ ૧ સ્વપર ચિંતા કરી ચિત્ત ચંચળ રહે, ના ઠરે ઘર્મનો મર્મ ઘારી, દ્રષ્ટિ મિથ્યા વળી જ્ઞાન મિથ્યા તથા તેવી પ્રવૃત્તિમાં વૃત્તિ મારી; તેહને ટાળીને સત્ય દર્શન, અને જ્ઞાન સમ્ય તથાવિરતિ ઘારું, દોષને ટાળીને ગુણને ઘારીને વિનયથી પુષ્ટતા નિત્ય પામું.
હે કૃપાળુ પ્રભુ૨ કામ ક્રોઘાદિ નિર્મૂળ જેથી બને આપના બોઘથી પ્રશમ પામું, સર્વ અભિલાષનો નાશ કરી, મોક્ષની એક આશા સદા ઉર ઘારું; કાળ અનંતથી કર્મ ફૂટી રહ્યો તે થકી થાકી નિર્વેદ વેદું, આપ સમ સંતની વાણીમાં લીનતા સાથે આસ્થા ઘરું ઉરમાં હું.
હે કૃપાળુ પ્રભુ૦૩ આમ, આત્મા તણી ઘાત થતી ટાળવા, સર્વ પ્રત્યે દયા શુદ્ધ ઘારું, કાળ કળિ છે, રહું ચેતતો નિત્ય હું, સ્વામી ભક્તિ વિષે ચિત્ત મારું; દુઃખ-સુખ વાદળાં શ્વેત ને શામળાં, કલ્પનારૂપ - ના કોઈ સાચું, આપની જ્યાં કૃપા મુજ મનમાં વસી, શુદ્ધ ધ્યાને અહોનિશ રાચું.
હે કૃપાળુ પ્રભુ ૪ - શ્રી બ્રહ્મચારીજી