________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૪૦
તો કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારું અમુક ઘર્મને અવલંબવો જોઈએ. પણ મારા આચાર
વિચારનું જ તેમણે મને કહ્યું. પુસ્તકો કયાં વાંચવા એ પ્રશ્ન ઊઠતાં મારું વલણ ને મારા બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતો તેમાં ઉત્તેજન આપેલું અને બીજા પુસ્તકોમાં પંચીકરણ, મણીરત્નમાળા, યોગવસિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ, કાવ્ય દોહન પહેલો ભાગ અને “મોક્ષમાળા' વાંચવાનું સૂચવ્યું હતું.
ઘર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બઘા ઘર્મની ખૂબીઓ પૂછી જોઈ જતા ને તે તે ઘર્મની પાસે મૂક્તા, દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. (યરોડા જેલમાં લખેલ ઉપરોક્ત સંસ્મરણો)
શ્રીમદ્ પાસેથી દયાઘર્મનું કૂંડા ભરીને પાન રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) સાથેનો મારો પ્રસંગ એક જ દિવસનો ન હતો. એમના મરણાંત સુઘીનો અમારો સંબંઘ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે. દયા-ઘર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયા-થર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરીને પાન કર્યું છે.
શ્રીમદ્ભી ઘર્મવાર્તા રસપ્રદ તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બેરિસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ઘર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જો કે મેં મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ઘર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ઘર્મવાર્તામાં મને રસ આવતો.
શ્રીમદ્ભો વિષય આત્માની ઓળખાણ પોતે હજારોનો વેપાર ખેડતા, હીરામોતીની પરખ કરતા, વેપારના કોયડા ઉકેલતા; પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય–તેમનો પુરુષાર્થ તો આત્માઓળખ–હરિદર્શનનો હતો.
“જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એકવેળા નહીં પણ અનેકવેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં જોયા નથી. મારે જોડે તેમને કશો સ્વાર્થ નહોતો.”
મારા ઉપર સૌથી વધારે છાપ શ્રીમદ્ભી ઘણા ઘર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ઘર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ (શ્રીમદે) પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઊતરી જતા. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.