________________
૧૩૯
શ્રીમદ્દ અને ગાંઘીજી
એવો કોઈ નિયમ નથી. એટલું જ નહિં પણ એમ કહેવું એ ઘર્મને ન ઓળખવા બરાબર છે એમ શ્રીમદ્ કહેતા, માનતા ને પોતાના આચારમાં બતાવી આપતા.
વ્યાપારમાં સંપૂર્ણ પ્રામાણિકતા તેમનો વેપાર હીરામોતીનો હતો. શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડનો વ્યાપાર પણ કરેલ. પોતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતા એવી મારી ઉપર તેમની છાપ પડી હતી. તેઓ સોદા કરતા તે વખતે હું કોઈવાર અનાયાસે હાજર રહેતો. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. “ચાલાકી’ જેવું હું કંઈ જોતો નહીં, સામેનાની ચાલાકી પોતે તરત કળી જતા. તે તેમને અસહ્ય લાગતી..
ઘર્મકુશળતા અને વ્યવહાર કુશળતાનો સુંદ૨ મેળા ઘર્મકુશળ એ વ્યવહાર કુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ખોટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી ને ચીવટ રાખતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહોતું છતાં પેરિસ દેશ વગેરેના તેમના આડતિયા તરફથી આવેલા કાગળો, તારોના મર્મ તરત સમજી જતા, તેનો ઉપાય તરત જ શોધી કાઢતા. તેમણે કરેલા તર્કો સાચા પડતા.
શ્રીમદ્ વ્યાપારી કે ઉત્તમ તત્ત્વજ્ઞાની આટલી કાળજી અને હોશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠાં પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ઘર્મ પુસ્તક તો પાસે જ પડ્યું હોય તે ઊઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદ્ગારો લખતા તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય. તેમની સાથે ઘર્મચર્ચા કરતાં આંચકો ન ખાય. વ્યવહાર કુશળતા અને ઘર્મપરાયણતાનો સુંદર મેળ જેટલો મેં કવિને વિષે જોયો એટલો બીજામાં નથી અનુભવ્યો.
તેમણે શ્રીમદ્જીએ) ઘંઘાનો ઘર્મ સાથે વ્યવહારમાં સમન્વય કર્યો તેની મારા ઉપર ખાસ છાપ પડી. તેઓ ઘર્મના સિદ્ધાંતોના સતત અભ્યાસી હતા અને પોતાની માન્યતાઓ પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરતા. તેઓ જૈનધર્મી હતા છતાં બીજા ઘર્મો તરફ તેમની સહિષ્ણુતા ઘણી જ હતી.
શ્રીમદ્ભી ગ્રહણ કરવાની અગાઘ શક્તિ શ્રીમદે ઘણા ઘર્મ પુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગથી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવતનો અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારું તેમને પૂરતું હતું. કુરાન, છંદ અવસ્તા ઇત્યાદિનું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું.
શ્રીમનું જૈનદર્શન પ્રત્યે વિશેષ વલણ તેમનું વલણ જૈનદર્શન તરફ વિશેષ હતું એમ તેઓ કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. આ તેમનો અભિપ્રાય મારે આપી જવો આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને તદ્દન અનાધિકારી ગણું છું. પણ રાયચંદભાઈને બીજા ઘર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાંતીને