________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૩૮
નહીં. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી.
શ્રીમન્ની ભાષા પરિપૂર્ણ
ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં એમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.
વીતરાગતા અનેક જન્મના પ્રયત્ન મળે આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હર કોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ (શ્રીમ)ને સ્વાભાવિક હતી એમ મારા ઉપર છાપ પડી હતી.
મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તો તે કેવળ કાનને જ. એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઈ સંગીતનો કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તો ઘણો કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. વૈરાગ્યલગની કવિની સ્વાભાવિક હતી.
વણિકનું વાસ્તવિક સ્વરૂપ વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે, વણિક તેહનું નામ, તોલ ઓછું નવ તોલે, વણિક તેહનું નામ, બાપે બોલ્યું તે પાળે,
વણિક તેહનું નામ વ્યાજ સહિત ઘન વાળે.” “વિવેક તોલ એ વણિકનું, સુલતાન તોલ એ શાખ છે;
વેપાર ચૂકે જો વાણિયો, દુઃખ દાવાનળ થાય છે.” -શામળ ભટ્ટ
વ્યવહાર કે વેપારમાં ઘર્મના નિયમોથી સુખશાંતિ સામાન્ય માન્યતા એવી હોય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ઘર્મ એ બે નોખી ને વિરોથી વસ્તુ છે. વેપારમાં ઘર્મ દાખલ કરવો એ ગાંડપણ છે, એમ કરવા જતાં બન્ને બગડે. આ માન્યતા જો ખોટી ન હોય તો આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હોય. એવી એક પણ વસ્તુ નથી, એવો એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ઘર્મને દૂર રાખી શકીએ.
ઘર્માત્માનો ઘર્મ તેના પ્રત્યેક કાર્યમાં હોય ઘાર્મિક મનુષ્યનો ઘર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ શ્રીમદે પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ઘર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં, દેરાઓમાં, દેવળોમાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં કે દરબારમાં નહિ