________________
૩૭૩
શ્રીમદ્ અને રાયચંદ રતનશી ગાંથી પૂજ્યશ્રી–ત્યાં ત્રાંબા કાંટો હતો? લખનાર–તે ન હતો, પણ એવા નામથી તે ઠેકાણું ઓળખાય છે.
પૂજ્યશ્રી–પછી ક્યાં આવ્યો? લખનાર-કવિ રાયચંદભાઈના માળામાં આવ્યો.
પૂજ્યશ્રી—એ ભીંતો ઊભી છે તે માળો કહેવાય? બારી બારણાં છે તે માળો કહેવાય? તે કયો માળો કહેવાય? લખનાર–ભતો તે ભીંતો છે, બારીબારણાં તે લાકડાંના કહેવાય. પણ ફલાણા ઘણીનો માળો તે ફલાણો તે ઉપરથી હું કહું છું.
પૂજ્યશ્રી–તમારું નામ શું છે? લખનાર–રાયચંદ. પૂજ્યશ્રી–માથું તે રાયચંદ, મોઢું તે રાયચંદ, હાથપગ તે રાયચંદ, કયો રાયચંદ? લખનાર—એ નામથી બોલાવે ત્યારે હું જવાબ આપું છું.
પૂજ્યશ્રી–મૃષાવાદ બોલવાના સાથુજીને પચ્ચખાણ હોય તો આત્મા અનામી છે તેને નામથી બોલાવે તો જૂઠું બોલ્યાનો દોષ લાગે કે શી રીતે? લખનાર–હું જવાબ ન આપી શક્યો.
ખરું બ્રહ્મચર્ય કે ખરો ચોવિહાર કોને કહેવાય? પૂજ્યશ્રી બ્રહ્મચર્ય વ્રત ચોથું વ્રત કહેવાય. તેના પચ્ચખાણ કરનારને સ્ત્રી ના સેવવી. તે જ બાઘા ગણાય કે શી રીતે?
લખનાર–સ્ત્રી નહીં સેવવી તે જ બાઘા ગણાય. પૂજ્યશ્રી–મનોવૃત્તિ અડોલ રાખે તો જ બ્રહ્મચર્ય કહેવાય. તો જ તે અભંગ પચ્ચખાણ કહેવાય. પૂજ્યશ્રી ચોવિહાર શી રીતે કહેવાય? લખનાર–રાત્રે અન્નપાણી મુખવાસ વગેરે ખપે નહીં તેને ચોવિહાર કહેવાય. પૂજ્યશ્રી ચોવિહારના પચ્ચખાણમાં બ્રહ્મચર્ય પણ પાછું જોઈએ તો અભંગ ચોવિહાર કહેવાય.
તારા મનમાં વહેમ છે પણ તેમ નથી એ વગેરે વાતચીત થતાં દરમ્યાન કોઈ પરગામવાળો માણસ આવ્યો, તે વખતે સાહેબ તથા હું બે જણ બેઠા હતા, બીજું કોઈ નહોતું. આશરે સવારે નવ વાગ્યાનો વખત હતો. સાહેબજીએ તે માણસને કહ્યું કે બેસો, હમણાં બહારગામ ગયેલા દુકાનના માણસો આવશે. પછી મારા મનમાં શંકા થઈ કે હજુ સાહેબજીને લોભ લાગ્યો છે. પછી થોડીવારે સાહેબજી બોલ્યા
પૂજ્યશ્રી–તારા મનમાં જે વહેમ છે તેમ નથી, પણ બહારગામવાળો માણસ આવ્યો અને આપણે કોઈ ન બોલાવીએ તો તેના મનમાં ઓછું લાગે એ જ કારણથી કહ્યું.
વગર જણાવ્યું સ્ટેશને લેવા કેવી રીતે આવ્યા? મારે મુંબઈથી નીકળવાનું હતું ત્યારે તેમની પાસે ગયો, ત્યારે મને બે ચોપડી આપી; તેમાં એક મોક્ષમાળા તથા બીજી એક ચોપડી આપી. તે દરરોજ વાંચવા ભલામણ કરી.
ત્યાર પછી સંવત્ ૧૯૫ર અથવા સંવત્ ૧૯૫૩ના માહ માસમાં હું અમદાવાદ રૂ વેચવાના કામ પ્રસંગે ગયો હતો. ત્યાં બે-ચાર દિવસ રોકાઈ હું મીક્ષામાં બેસી બોટાદ તરફ આવતો હતો. ત્યારે સાયનના