________________
૩૭૪
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો રહીશ શા શિવલાલ સુંદરજી વઢવાણ કેમ્પ સ્ટેશને મારી સામે આવ્યા અને ગાડીમાંથી મને ઉતારી સાથે તેડી ગયા. મેં તેમને પૂછ્યું કે તમોને અગર બીજા કોઈને મારા આવવાના સમાચાર કાંઈ કહ્યા ન હતા છતાં તમે મારી સામે સ્ટેશને લેવા આવ્યા તે કેવી રીતે?
સાહેબજીએ જ્ઞાનબળે જણાવ્યું તેથી લેવા આવ્યો ત્યારે શિવલાલ કહે કે શ્રી વવાણિયાના રહીશ રાયચંદભાઈ મોરબીથી મુંબઈ જવા માટે આવ્યા હતા. લીંબડી દરબારના ઉતારે સર્વે ભેગા થયા હતા. તે વખતે હું પણ હાજર હતો. તેમાં કેશવલાલ નથુભાઈએ રાયચંદભાઈને કહ્યું કે “આજનો દિવસ રોકાઓ તો બોટાદથી રાયચંદને તાર કરી તેડાવું, દર્શનની અભિલાષા ઘણી છે.” તે વખતે રાયચંદભાઈ કહે કે “રાયચંદ અમદાવાદ છે, આજે મીક્ષા ગાડીમાં કેમ્પમાં આવશે.” એમ સભા વચ્ચે રાયચંદભાઈ બોલ્યા હતા, તે મેં સાંભળ્યું હતું. તેથી તમારી સામો સ્ટેશને આવ્યો છું.
લખનાર–સાહેબજી છે કે મુંબઈ પઘાર્યા? શિવલાલ–આજે મેલમાં મુંબઈ પઘાર્યા. તે ગાડી રસ્તામાં તમોને સામી મળી હશે. લખનાર–મને ખબર નહીં, નિકર રસ્તામાં ચાલતી ગાડીએ હું દર્શન કરત. શિવલાલ–રોકવાવાળાએ ઘણો આગ્રહ કર્યો પણ મુંબઈ ઉતાવળનું કામ હતું તેથી મેલમાં ગયા.
તું કાલે આવ્યો હતો? સંવત્ ૧૯૫૭ના માહ માસમાં વઢવાણ કેમ્પમાં આશરે બે દિવસ રહ્યો હતો. તે વખતે શ્રીમદ્જી (સાહેબજી) કેમ્પમાં હતા. પહેલે દિવસે આશરે ૧૧ વાગ્યાથી હું બે કલાક બેઠો, પણ દર્શન થયાં નહીં. શરીર નબળું હતું. પછી બીજે દિવસે ભાઈશ્રી કેશવલાલ હુકમચંદ લીંબડીના રહીશ આવ્યા. તેઓ મને કહે કે આવો. પછી સાહેબજીની આજ્ઞા લઈ મને દર્શન કરાવ્યા. હું ઓરડામાં ગયો ત્યારે કહે કે તું કાલે આવ્યો હતો? હું હાથ જોડી ઊભો રહ્યો.
કલ્યાણનો અવસર આવેલ છે, લાભ વખતોવખત લેવો પૂજ્યશ્રી–વારંવાર આ મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે. વારંવાર ઉત્તરાધ્યયન તથા યોગવાસિષ્ઠ વગેરે આત્મસાઘન વાંચવા વખત મેળવવો. અવસર જવા દેવો નહીં. કલ્યાણ કરવાનો વખત નજીક આવેલ છે. માટે લાભ વખતોવખત લેવો.
પછી હું નમસ્કાર કરી પગે લાગ્યો. ઉપર મુજબ સ્મૃતિમાં યાદ લાવી લખ્યું છે. તેમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો તેના માટે ક્ષમા માંગુ છું.
શ્રી હેમચંદભાઈ છગનલાલ માસ્તર
ઈડર
શ્રીમદ્જી શાંતિ સ્થળોની શોઘ માટે ઈડર પઘાર્યા | સંવત્ ૧૯૫રથી સંવત્ ૧૯૫૬ દરમ્યાન ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા, ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઑફિસર તરીકે હતા. તેઓ શ્રીમદ્ રાજચંદ્રના કાકા સસરા થતા હતા અને સ્નેહી પણ હતા.