________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૭૨
સૂતો. રાતના ત્રણ ચાર વખત જાગી સાહેબજીને જોતો તેમાં એક વખત રાતના આશરે ચાર વાગ્યાનો સમય થતાં જાગ્યો અને જોયું તો સાહેબજી ઢોલીયા ઉપર બેઠા હતા. મેં દર્શન કર્યા.
જ્ઞાની જ્ઞાનામૃત પાવે પણ ભાવ ન સમજાયો પૂજ્યશ્રી–મણિલાલ, જાગ્યો? લખનાર–હાજી. પૂજ્યશ્રી–તારે પાણી પીવું છે? તરસ લાગી છે? પાણી પાવું?
મને મનમાં એમ વિચાર થયો કે જો હું અત્યારે પાણી પીવાનું કહીશ તો સાહેબજી કહેશે કે તું દીક્ષા કેવી રીતે પાળી શકત? વળી પોતે પાણી પાવાનું કહે છે તો આપણાથી તેમને પાણી પાવાનું કેમ કહી શકાય? એમ વિચાર કરી કહ્યું–નાજી. અત્યારે પાણી પીવું નથી સૂરજ ઊગશે ત્યારે પીશ. પૂજ્યશ્રી–ભાવિ બળવાન.
ઉપયોગ સદાય જાગૃત રાખવો પછી સાહેબજી સૂઈ ગયા. તેમ હું પણ સૂઈ ગયો. અને થોડીવારે પાછો એકદમ જાગ્યો અને સાહેબજીને ઢોલીયા ઉપર દીઠા નહીં. બહાર વાડામાં ગયા હશે એમ ઘારી હું જોવા ગયો અને પાછો આવ્યો? ત્યારે ઢોલીયા ઉપર બેઠા દીઠા. તેથી કહ્યું કે આપ ક્યાં પઘાર્યા હતા? મેં આપને ભાળ્યા નહીં તેથી બહાર ગોતવા ગયો. તેમાં કાંઈ મારી ભૂલ થઈ ગણાય?
પૂજ્યશ્રી–ના, તેમ નહીં. પણ રાગભાવથી અને ઉપયોગ-શૂન્યતાને કારણે તેમ થાય. ઉપયોગ સદાયને માટે જાગૃત રાખવો એ ઉત્તમ છે.
આ વગેરે કેટલીક વાતચીત થયા પછી બીજે દિવસે બપોરે બહાર ગયા. સૌની સાથે હું પણ ગયો. ઘર્મચર્ચાની વાતો બે કલાક સુધી ચાલી. પછી ઘણું કરી બીજે દિવસે રાણપુર સર્વે આવ્યા અને સાહેબજી વઢવાણની ગાડીમાં પઘાર્યા અને હું બોટાદ આવ્યો. તે પછી ફરી સમાગમ થયેલ નથી.
ઉપર મુજબ હકીક્ત યાદ કરી લખેલ છે. તેમાં કોઈ શબ્દફેર કરેલ નથી.
શ્રી રાયચંદ રતનશી ગાંધી
બોટાદ લખનાર–ગાંઘી રાયચંદ રતનશી.
સંવત્ ૧૯૪૯ના પોષમાં અથવા તો માહ માસમાં મુંબઈ ગયેલો ત્યારે દર્શન થયેલા. (મુંબઈમાં બહારકોટ)
પ્રશ્નોત્તર થયા પૂજ્યશ્રી–કયાંથી આવ્યા? લખનાર–બોટાદથી આવ્યો. પૂજ્યશ્રી–કયા સ્ટેશનેથી ઊતર્યો? લખનાર–ગ્રાન્ટ રોડ. પૂજ્યશ્રીએનું શું એંઘાણ? લખનાર–એ નામથી એ સ્ટેશન ઓળખાય છે. પૂજ્યશ્રી–ત્યાંથી ક્યાં આવ્યો? લખનાર–ત્રાંબા કાંટા પાસે.