________________
શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંથી
પૂજ્યશ્રી—જમવાનું શરૂ થઈ શકે તેમ નથી. મણિલાલનું મન બહાર બેઠા બેઠા આતુર થાય છે, સાથે બેસી જમવાની ઇચ્છા કરે છે, માટે તેને અહીં સાથે બેસવાનો મારગ કરો.
૩૭૧
સાહેબજી મોઢે બોલી એક રોટલી અપાવે તો આનંદ થાય
તુરત એક ભાઈ મને અંદર જમવા માટે તેડી ગયા, જમવા બેસાડ્યો અને જમવાનું શરૂ કર્યું. જમતાં જમતાં ફરી વિચાર થયો કે સાહેબજી આપણને આગ્રહ કરી પોતાને મોઢે બોલી એક રોટલી લેવાનું કહે તો બહુ આનંદ થાય.
પૂજ્યશ્રીએ એકભાઈને હુકમ કર્યો કે એક રોટલી લાવો અને મણિલાલને પીરસો અને ઘી સાકર ખૂબ આપો.
મારા તરફથી સાહેબજી જમણ સ્વીકારે તો હું કૃતાર્થ થાઉં
એ પ્રમાણે ઘારેલી મુરાદ પાર પડી. પછી સાંજે એવો વિચાર થયો કે મારા તરફથી સાહેબજી જમણ સ્વીકારે તો હું કૃતાર્થ થાઉં. પણ કોને કહેવાનું હશે તે ખબર નહીં. તેથી સર્વે મુમુક્ષુ ભાઈઓ પાસે અરજ કરી. પણ છેવટે કેટલાકે મશ્કરીમાં કહ્યું કે તારે તો સાહેબજી સાથે ઓળખાણ થઈ છે તો તેમને જ જઈને કહે. પછી મેં સાહેબજી પાસે જઈ વિનંતી કરી.
પૂજ્યશ્રી—એથી શું વિશેષ છે? એવા જવાબથી મારી આંખમાં આંસુ આવી ગયા. પૂજ્યશ્રી—ભલે કબુલ ૨ાખીશું.
મણિલાલની સેવાની ભાવના ફળી
એટલે ઉમંગમાં આવી સર્વે મુમુક્ષુભાઈઓ પાસે ગયો અને કહ્યું કે કાલે મારા વતી જમણ કબુલ રાખશે. તે પછી આશરે નવ વાગે રાત્રે સૂઈ રહેવા માટે ગયા. ત્યાં થોડીવાર ધર્મચર્ચાની વાતો ચાલી પછી સાહેબજી એક ઢોલિયા ઉપર સૂતા એટલે ચાર પાંચ મુમુક્ષુભાઈઓ સેવાભક્તિ કરવા પગ ચાંપતા બેઠા. તેમની પાસે મેં નજીક જઈ ઘીમેથી કહ્યું કે સેવા કરવાનો લાભ મને આપો. ત્યારે બીજા ભાઈઓ કહે તમે પડખે બેસો. તે ઉપરથી મનમાં બહુ ખેદ થયો કે આ સર્વે ભાઈઓને તો ઘણી વખત લાભ મળે છે. પણ મને કોઈ વખત દર્શન થયા અને આ લાભ નહીં મળે. તેમ વિચાર કરતાં વધારે દીલગીર થઈ ગયો.
પૂજ્યશ્રી—તમે સૌ એક બાજુ બેસો. મણિલાલની ઇચ્છા છે તો ક૨વા દો.
સાહેબજી પાસે સૂવાનું થાય તો બહુ આનંદ થાય
એટલે સૌ કોરે ખસી ગયા, અને બહુ આનંદથી યથાશક્તિ સેવા કરી. સૌ સૂઈ ગયા અને પછી થોઢીવારે જોડેના બીજા મકાનમાં સર્વે ભાઈઓ સૂતા હતા ત્યાં મને સૂવા તેડી ગયા. પણ ત્યાં હું સૂતો નહીં અને વિચાર કર્યો કે સાહેબજીની પાસે સૂવાનું થાય તો બહુ આનંદ થાય, પણ હુકમ વિના મારાથી કેમ જવાય? એમ વિચાર કરતાં મનમાં બહુ ખેદ કર્યા કરતો હતો. ત્યાં તો જે ઠેકાણે સાહેબજી સૂતા હતા ત્યાંથી એક મુમુક્ષુભાઈ ફાનસ લઈ તેડવા આવ્યા અને કહ્યું કે મણિલાલ, ચાલો. તમને સાહેબજી યાદ કરે છે. તમારે સૂવા માટે સાહેબજીની પાસે નક્કી કર્યું છે.
એટલે હું તુરત ઉમંગથી તે મકાને ગયો, અને સાહેબજીની જોડમાં નીચે પથારી કરેલી હતી ત્યાં