________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૭૦ લખનાર–જી, આપે કહ્યું તે જ પ્રમાણે તેનું નામ ઠામ છે. આપની આજ્ઞા હોય તો તેને બોલાવું. મને કાંઈ અડચણ નથી.
પૂજ્યશ્રી–તો ભલે તેને બૂમ પાડીને બોલાવ. લખનાર–ઓ આણંદજી મોરારજી! અહીં આવો. એમ બૂમ પાડતાં તે સાંભળી તરત આવ્યા. આણંદજી–સાહેબજી, નમસ્કાર છે. પૂજ્યશ્રી–તમે ભાવસાર છો? તમારું નામ આણંદજી છે? આણંદજી–હાજી. પૂજ્યશ્રી તમારા મનને વિષે શી કલ્પના થાય છે? આણંદજી—નાજી, કાંઈ નહીં.
પૂજ્યશ્રી–નહીં, નહીં. ખુશીથી કહો. તેમાં અમોને કાંઈ ખોટું લાગવાનું નથી. જીવ એવી ભ્રમણાથી જ રખડે છે, અને તેમ સૌને થાય છે, માટે કહો. આણંદજી–નાજી, કંઈ કલ્પના થઈ નથી.
આપે મારા મનની વાત જાણી. મારી ભૂલ થઈ, માફી માંગુ છું પૂજ્યશ્રી–જૂઠું શા માટે બોલો છો? તમે સામે ઊભા એવો વિચાર કરતા હતા કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાનો બોઘ કરે છે, માટે બોટાદ જઈ રતનશી ગાંઘી તથા રાયચંદ ગાંઘીને કહી દેવું છે. કહો, એ વાત ખરી છે?
આણંદજી–અહો, સાહેબજી, મારી બહુ ભૂલ થઈ. આપે કીધું તે સર્વે વાત સત્ય છે. આપે મારા મનની વાત જાણી. મારી ભૂલ થઈ. માફી માગું છું. આપ તો મોટા પુરુષ છો આપ હલકી શિખામણ આપો જ નહીં.
પૂજ્યશ્રી–તેમાં અમારે માફ કરવા જેવું કાંઈ છે નહીં. કેમકે જીવ આવી ખોટી કલ્પનાથી ભૂલો પડ્યો છે. તમો જે આઠ પ્રશ્નો પૂછવા ઘારીને આવેલા છો તેનો આ એક જ જવાબ છે. કેવી જાતના પ્રશ્નોનો કેવી જાતનો જવાબ આપ્યો તે હમણાં યાદ નથી.
ઘણા સાઘુઓ ન આપી શક્યા એવો ખુલાસો આપનાથી મળ્યો આણંદજી–સાહેબજી, આપને ઘન્ય છે. ઘણા ઘણા સાઘુઓએ પણ મને જોઈએ તેવો ખુલાસો આપ્યો નહોતો. આપની પાસેથી મને સર્વે ખુલાસા મળી ગયા. મારાથી આપની કોઈ પ્રકારે આશાતના થઈ હોય તેની ક્ષમા માગું છું.
મણિલાલને સાથે બેસવાની જગ્યા કરો પછી કેટલીક વાતો ઘર્મસંબંઘી ચાલી. અને ઉતારે આવ્યા. પડખેના એક ઓરડામાં સાહેબજી, ડુંગરશીભાઈ, શ્રી સૌભાગ્યભાઈ વગેરે જમવા બેઠા. જગ્યા નહીં હોવાથી હું બેઠો નહીં અને અંદર રસોઈ પીરસાઈ તૈયાર થયું. મારા મનને વિષે કલ્પના ઊઠી કે સાહેબજી સાથે બેસીને જમવાનું થાય તો બહુ આનંદ આવે. તેમ મન આતુર થવા માંડ્યું.