________________
૩૬૯
શ્રીમદ્ અને મણિલાલ રાયચંદ ગાંધી થયેલા દોષોનો વારંવાર પશ્ચાત્તાપ અને નવી ભૂલો થવા ન દેવી / એટલી વાત કર્યા પછી મેં જે કાંઈ કુકૃત્યો કરેલા તે સર્વે તદ્દન ખુલ્લી રીતે જેમ પિતાની સામે નાનું બાળક નાગુ થઈને નાચે તેમ સ્પષ્ટ રીતે ગુના જાહેર કર્યા અને ઘણો રોયો, અને કહ્યું કે “હે કૃપાળુ! આ બઘા મારા ગુના માફ કરો.”
પૂજ્યશ્રી–કરેલા ગુનાનો પશ્ચાત્તાપ કરવો અને ફરી નવી ભૂલો ન થવા દેવી એ ઉત્તમ છે. થયેલા દોષોનો વારંવાર પસ્તાવો કરવો એ માફી થવાનો હેતુ થાય છે.
તારે સંસાર ભોગવવાનું હજુ નિમિત્ત છે લખનાર–આપની સેવામાં હવે કાયમ રહેવા મારો વિચાર છે અને હવે અહીંથી ઘેર જવા બિલકુલ વિચાર નથી. માટે સાથે જ રહેવા હુકમ કરો.
પૂજ્યશ્રી–તેમ બને નહીં. હજી તારે સંસાર ભોગવવાનું અને ફરજંદો (બાળકો) થવાનું નિમિત્ત છે. માટે અમારા સમાગમમાં કાયમ સાથે રહેવાનું કોઈ વાતે બનશે નહીં.
અંતર્યામી પ્રભુએ મારી તમામ ગુમ ભૂલો જણાવી તે પછી ત્યાંથી પાછા ફરતાં કેટલીએક ગુપ્ત વાતો કે જે મારા એક સિવાય કોઈ પણ જાણતું નથી, તે વાત પત્ર ઉપર પણ મૂકી શકતો નથી, તે તમામ કૃપાળુશ્રીએ પોતાની મેળે સર્વે મને કહી બતાવી. તે સાથે યોગ્ય શિખામણો આપી. એ દેરક બાબત કૃપાળુશ્રીએ પોતાની મેળે પ્રગટ કરી. ફક્ત હું હાજી કે નાજી એટલો જ જવાબ આપતો. ત્યાંથી પાછા ફરી ગામની નજીક પાદરામાં એક ઘણું કરી લીમડાનું ઝાડ હતું ત્યાં આવી ઊભા રહ્યા.
પૂજ્યશ્રી–મણિલાલ, અહીં બેસીશું? લખનાર–હાજી, જેમ આજ્ઞા. પછી ત્યાં બેઠા અને ઘર્મ-ઉપદેશની વાતો કરતાં દરમ્યાન –
કૃપાળુદેવનો અંતરઆશય એમ હોય કે જ્ઞાન-પિપાસા જાગી છે? પૂજ્યશ્રી–મણિલાલ, તને ભૂખ લાગી છે? ખાવાની ઇચ્છા થઈ છે? ખાવું છે?
મેં એમ જાણ્યું કે મને બાળક જાણી જમવાને માટે પૂછે છે એટલે કહ્યું–નાજી, હજી પા અડઘો કલાક મોડું થાય તો કાંઈ ઉતાવળ જેવું નથી. પૂજ્યશ્રી–ભાવિ.
આણંદજીની કુશંકા દૂર કરીએ? આમ વાત ચાલતી હતી તેવામાં બોટાદના રહેવાસી ભાવસાર આણંદજી મોરારજી ઉમર વર્ષ આશરે ૫૫ ની હતી. તેઓ તે જ દિવસે દર્શન કરવા આવેલા, અને તે ફક્ત અમારી અને તેની નજર પડી શકે તેટલે દૂર ગામને ઝાંપે ઊભા ઊભા કાંઈ વિચાર કરતા હતા તે દરમ્યાન :
- પૂજ્યશ્રી–મણિલાલ, પેલા ઊભા છે તે કોણ છે? ભાવસાર. એનું નામ આણંદજી છે. એ માણસ એના મનમાં એવો વિચાર કરે છે કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાનો બોઘ કરે છે. માટે બોટાદ જઈને રતનશી ગાંઘી તથા રાયચંદ ગાંઘીને વાત કરવી છે. તો તેને અહીં બોલાવી તેની શંકા દૂર કરીએ તો તને કાંઈ અડચણ છે?