________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૦
(
1)
૩ સાક
નીકળી. તેથી મને ચમત્કાર લાગ્યો કે આ છોકરો મહાઉત્તમ પુરુષ જણાય છે. તેથી હું તેમના પૂજ્ય પિતાશ્રી રવજીભાઈ પાસે ગયો અને સઘળી હકીકત વિદિત કરી જણાવ્યું
કે તમારા છોકરાને હું શું ભણાવું? જે જે કહું છું તે સઘળું કહે કે મને આવડે છે, ચોપડીના પાઠ વંચાવ્યા તો તે મુખપાઠ થઈ ગયા. માટે મને તો એમ જ ખાતરી થઈ છે કે આ છોકરો દેવપુરુષ હોય એમ જણાય છે. વગેરે જણાવ્યું હતું.
સર્વ છોકરાઓનું લેશન લેતાં બાળ મહાત્મા સ્કૂલમાં ભણતી વખતે તમામ છોકરાઓનું લેશન સાહેબજી એકલા લેતા અને દેતા. માસ્તર તો ફક્ત બેસી જ રહેતા. સાહેબજી જ્યારે સ્કૂલમાં ભણવા માટે જતા ત્યારે એક વખતે સ્કૂલના માસ્તરે સાહેબજીને સહજ ઠપકો આપ્યો હતો. જેથી બીજે દિવસે સ્કૂલે ગયા નહીં. તેમના ક્લાસમાં આશરે સાઠ વિદ્યાર્થીઓ હતા. સાહેબજી (રાયચંદભાઈ) આજ રોજ સ્કૂલે આવ્યા નથી તેવું જાણવાથી સ્કૂલના તમામ છોકરાઓ સાહેબજી પાસે આવ્યા. સાહેબજી બઘા છોકરાઓને સાથે લઈ ખેતરોમાં કેટલેક દૂર ગયા. ત્યાં સાહેબજી પાસે બોર હતા. તે તમામ છોકરાઓને વહેંચી આપ્યા, બાદ પોતે ખાઘા હતા.
થયેલી ભૂલની ક્ષમા સ્કૂલમાં માસ્તરે વિચાર કર્યો કે આજ રોજ કોઈપણ છોકરાઓ કેમ આવ્યા નથી? પછી વિચાર કરતાં જણાયું કે ગઈ કાલે રાયચંદભાઈને મેં ઠપકો આપ્યો હતો. તેથી તે નહીં આવવાથી કોઈપણ છોકરાઓ આવ્યા નથી. પછી માસ્તર, સાહેબજી પાસે આવ્યા અને નમસ્કાર કરી જણાવ્યું કે હવેથી હું કોઈપણ દિવસે કાંઈપણ કહીશ નહીં. તેમ થયેલી ભૂલને માટે ક્ષમા માગી હતી.
તેઓ જન્મથી જ કવિ હતા. ઘણી નાની ઉંમરે તેઓશ્રી કવિતાઓ બનાવીને છોકરાઓને આપતા અને તે મોઢે કરાવતા હતા.
મહાવીર પ્રભુને તમારી દ્રષ્ટિમાં ઉતારો સાહેબજી નાના બાળકોને પોતાની પાસે બોલાવી કહેતા કે તમો ધ્યાનમુદ્રા પ્રમાણે આમ હાથ નીચે હાથ રાખી શ્રી મહાવીરને તમારી દ્રષ્ટિમાં ઉતારો. ત્યારે કેટલાકોએ તેમ કર્યું અને કેટલાક પલાંઠી વાળી ન શક્યા તેમને ભીંત ના ઓઠે ઊભા રાખ્યા હતા અને સાહેબજી પોતે ગાથાઓ બોલતા જાય.
ઠાકોર સાહેબના પ્રશ્નનો ઉત્તર કેવળ શ્રીમદ્ જ આપી શક્યા. શ્રી મોરબી સ્વસ્થાનમાં ઠાકોર સાહેબ સર વાઘજી એક વખત શ્રી વવાણિયાની નિશાળની મુલાકાતે આવેલ, તે વખતે તેઓશ્રી ગુજરાતી છઠ્ઠા ધોરણમાં હતા. એક પ્રશ્ન ઠાકોર સાહેબ તરફથી નિશાળીયાઓને પૂછવામાં આવ્યો. કોઈ નિશાળીયો ઉત્તર આપી શક્યો નહીં, મોટા માસ્તર તેમજ તેની નીચેના માસ્તરો પણ જવાબ આપી શક્યા નહીં. ત્યારે શ્રીમદે આજ્ઞા માગી કે મને રજા આપો તો તેનો જવાબ હું આપી શકીશ. ઠાકોર સાહેબે રજા આપી એટલે તેઓશ્રીએ ઘણા જ સંતોષપૂર્વક તે પ્રશ્નનો ખુલાસો કર્યો. તેથી ઠાકોરસાહેબ ઘણા ખુશી થયા અને તે દિવસે પોતાની મુલાકાત માટે હાથ-અક્ષરની રાખવામાં આવેલ ચોપડીની અંદર ઘણો જ સારો શેરો (લખાણ) કર્યો હતો.