________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
ચોવિહારની પ્રશંસા અને બીડીઓ માટે ઠપકો
એક દિવસ પૂ.મનસુખભાઈ દેવશીએ કહ્યું કે મેં ચોવિહાર કર્યો છે. ત્યારે બાપજીએ કહ્યું કે બહુ સારું. પૂ.સુખલાલ વગેરેને બીડીઓ બાબત ઠપકો આપી ઘણા બધાને તેની
બંધી કરાવી હતી.
૩૫૦
વ્યવહાર કે પરમાર્થમાં પુરુષાર્થ વગર સિદ્ધિ નથી
એક દિવસ દ્રાક્ષ લેવા ગયો હતો. એક દુકાને દ્રાક્ષ જોઈને બીજી દુકાનેથી લીઘી. તે લઈને આવ્યો. પહેલાં કરતાં તે ઠીક હતી. પછી કહે કે ત્રીજી દુકાને કેમ ન ગયો? હજી પુરુષાર્થમાં કચાશ કેમ રાખે છે? એમ આમાં પુરુષાર્થ ઓછો કરીશ, પણ આત્મા વિષે પુરુષાર્થની ખરી જરૂર છે. એમ જાગૃતિ રાખવા જણાવ્યું હતું.
ભક્તિથી વેલાસર મુક્તિ; ભણનારને અભિમાન
એક દિવસ બાપજી કહે કે બેન નાથીબાને બોલાવો. ત્યારે બેન નાથી કાંઈ વાંચતા હતા. ત્યારે કહે કે તેને કહેજો કે ભણવા કરતાં ભક્તિથી વેળાસર મુક્તિ; ભણનારને અભિમાન, તેવું કહ્યું હતું. રાજકોટ, મહાત્માનો દેહ પડવાની જગ્યા છે
એક દિવસ રાજકોટના કોઈ બાલેશતરનો દેહ પડ્યાના સમાચાર સાંભળી બાપજીએ મને કહ્યું કે મહાત્માનો દેહ પડવાની તે જગ્યા છે એમ કહ્યું હતું.
રાતના ત્રણ વાગ્યાથી ઉપદેશ ચાલતો
વળી હમેશાં ત્રણ વાગ્યાથી દિવસ ઊગે ત્યાં સુધી ઉપદેશ ચાલતો હોય તેમાં ઘણી વખત મનસુખભાઈ પણ તરત જાગીને સાંભળે. એ પરમાર્થી પુરુષે આ હૃદયમાં અમૃત રેડ્યું છે, તેનો ઉપકાર બેહદ છે. કૃપાળુદેવ નામ સાહેબજીએ માન્ય રાખ્યું
એક દિવસ સાહેબજીને કૃપાળુદેવ કહીને બોલાવ્યા. ત્યારે કૃપાળુદેવ કહે કે તમો અહીં કહો છો પણ તમને કોઈ પૂછશે કે ક્યાં ગયા હતા ? તો શું કહેશો? ત્યારે તેમણે કહ્યું કે અમો કૃપાળુદેવ પાસે ગયા હતા. એમ કહીશું, કંઈ શરમાશું નહીં. ત્યારે કૃપાળુદેવે કહ્યું શરમાવું નહીં. ત્યારપછી કૃપાળુદેવે મને કહ્યું કે તને કોઈ પૂછે તો શું કહીશ? ત્યારે મેં કહ્યું કે મારા કૃપાળુદેવ પાસે ગયો હતો. એમ બેઘડક કહીશ. તે વાતથી દબાઈશ નહીં, એમ વાત થઈ હતી. તે દિવસથી કૃપાળુદેવ કહીએ છીએ.
જ્ઞાની પાસે જતાં મુખમાં કંઈ રાખવું નહીં
જ્ઞાની પાસે મુખમાં કંઈ રાખીને જવું નહીં. એક જણે સોપારી વગેરે રાખી હતી, તે વિષે ઠપકો આપ્યો હતો.
તમારા ઘન્ય ભાગ્ય કે આવા જ્ઞાનીપુરુષ તમારે ઘેર જન્મ્યા
વળી માતુશ્રી તથા નાના માતુશ્રી (ઝબકબા) ત્યાં પધાર્યા હતા. ત્યાં કૃપાનાથે મને કહ્યું કે એ બધા રાત્રે બેસે છે. ત્યાં તું નાથીબાને સાથે લઈ જા તથા ધર્મધ્યાન, સ્તવન, પ્રતીતિ વગેરેની વાત કરજો. પછી મેં નાથીબેનને કહ્યું કે માતુશ્રી તથા નાના માતુશ્રીને કૃપાળુદેવ સાથે સાંસારિક સગપણ નથી, પણ તેમને એવી વાત કરવી કે તમારા ઘન્ય ભાગ્ય છે કે આવા જ્ઞાનીપુરુષ તમારા ઘેર અવતર્યા. અમો તો એ પુરુષને