SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ ભગવાન જ ગણીએ છીએ. તેના આશરે કલ્યાણ જ થાય, પણ તમોને તે વિષે ભગવાન | જેવો રાગ નથી, પણ આ અવસર જાય છે. તમારા જેવાના ઘરમાં ચિંતામણિ રત્નનો જોગ છે. તમો તે વાત લક્ષમાં લો. એ વિચારી જાઓ કે આ કાકા લીંમડીના તથા અમો વિરમગામના તે આવા મહાત્માના કારણથી ઘરબાર સામું જોતા નથી અને તેમની સમીપમાં તેમની આજ્ઞા ઉપાડીએ છીએ. આમ કૃપાળુદેવની જ્ઞાની તરીકેની પ્રતીતિ અમોને વિશેષ થતી ગઈ છે એમ વાત કરવી. કૃપાળુ દેવને ચારિત્ર લેવાની ભાવના એક દિવસ કૃપાળુદેવે માતુશ્રીને કહ્યું કે “અમો ચારિત્ર લઈને સંસાર તજીએ ત્યારે માતુશ્રી કહે કે અહો! ભાઈ તમો આમ કેમ બોલો છો? વગેરે વાત થઈ હતી. જ્ઞાનાર્ણવ શાસ્ત્ર વહોરાવવા માટે તમારા ખાનગી રૂપિયા આપો એક દિવસ માતુશ્રીને કૃપાળુદેવે કહ્યું કે “જ્ઞાનાર્ણવ શાસ્ત્ર લેવા માટે રૂપિયા તમારા ખાનગી છે તેમાંથી આપો, તેનો તમોને પરમલાભ છે. તે રૂપિયા દુકાને કે બીજેથી લેશો નહીં.” પછી માતુશ્રીએ ખાનગીમાંથી આપ્યા હતા. રાત્રિભોજનનો ત્યાગ કરાવ્યો. કેશવલાલ બાબત મેં કૃપાળુદેવને કહ્યું કે તે હજુ રાત્રે જમે છે. તેનાથી લોકોમાં નિંદા થાય છે, તે ઠીક નથી. પછી કેશવલાલ આવ્યા, ત્યારે કપાળદેવે તેને ઘણી રીતે સમજાવી બંધી કરાવી. પ્રથમ તેને ચોવિહારની બંધી કરાવવાનો ઉપદેશ દીઘો પણ તેણે તે ન સ્વીકાર્યું. પછી છેવટે બે વરસ માટે રાત્રિભોજનની બંધી કરાવી. કર્મબંધન કરતાં અટકે માટે રજા આપીએ છીએ. વળી બાપજીને મેં કહ્યું કે તમારા પાસે સેવા કરનારને રજા આપો છો તેનું શું કારણ? રજા મળનારને તે ઘણું જ વસમું લાગતું હશે. ત્યારે બાપજીએ કહ્યું કે જેને કર્મબંઘ થાય તેવા અભિપ્રાય હોય, તેને રજા આપીએ તો તે કર્મબંઘ કરતા અટકે. માટે તેને રજા આપવી પડે છે. બાર તિથિ લીલોતરી ન વાપરવાની કૃપાળુદેવની આજ્ઞા | દર વખત બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસ-પૂનમ એ તિથિઓમાં લીલોતરી શાક વગેરેની બંઘી હતી. તેવી રીતે બાર પાખી પાળવાની કૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે ચાલતું હતું. તેમાં એક દિવસ ભૂલથી તિથિને દિવસે લીલું શાક લાવ્યા હતા તેને કૃપાળુદેવે ઠપકો આપ્યો હતો. અને કહ્યું કે તને ભાન નથી, તું કોના કીઘાથી લાવ્યો? મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે હું કંઈ આ બાબત જાણતો નથી. કૃપાળુદેવે મુનિઓના ભાવ જાણી તે જ દિવસે ખોરાક લીધો ઘણા દિવસથી કૃપાળુદેવ ખોરાક લેતા નહોતા. એક દિવસ એવો બનાવ બન્યો કે મહારાજ લલ્લુજી સ્વામી અને દેવકરણજી સ્વામી બન્ને મહાપુરુષોને એવું થયું કે હવે કૃપાળુદેવ ખોરાક લે તો ઠીક. એવો તેમનો અભિપ્રાય થયો અને તેના માટે તેમણે પત્ર લખાવ્યો. તે જ દિવસે કૃપાળુદેવે દ્રાક્ષ મંગાવીને ખોરાક લીઘો અને કહ્યું કે મુનિને પત્ર લખો કે આજે ખોરાક લીઘો છે. અહીંથી કાગળ ત્યાં પહોંચ્યો અને તેમનો લખેલો કાગળ અહીં આવ્યો હતો.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy