________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૫૨
આત્માને કોઈ વેદ નથી પણ સચ્ચિદાનંદ પરમાત્મા છે
એક દિવસ સાણંદના ઉકાભાઈ કૃપાળુદેવના શરીરને સર્વ ઠેકાણેથી પંપાળતા હતા.
ત્યારે કૃપાળુદેવે ઉકાભાઈને કહ્યું કે કેમ લાગે છે? ત્યારે ઉકાભાઈ બોલ્યા કે શરીર નરમ છે એમ લાગે છે. ત્યારે બાપજીએ એમ કહ્યું કે અમો પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. (જાણે પાંચમી દ્રષ્ટિમાં કહ્યો હોય તેવો કેવળ જ્યોતિ સ્વરૂપ આત્મા છીએ) પછી પાંચમી દ્રષ્ટિ બોલ્યા હતા–
“દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે, ભ્રાંતિ નહીં વળી બોથ તે સુક્ષમ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. ૨ બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે, રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જાડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ૦૪ શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દેહ જેમ વનને રે, ઘર્મજનિત પણ ભોગ ઈહાં તેમ લાગે અનિષ્ટ તે મનને રે. એ૦૫ અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે, ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે. ૬ એ ગુણ વિર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે.”
બાપજીના પરસેવા તથા મલમાં પણ સુગંધી પાંચમી દ્રષ્ટિ બોલીને પછી એક એક ગાથાનો બાપજીએ અર્થ કર્યો હતો. પછી પોતે કહ્યું કે અમો છઠ્ઠી દ્રષ્ટિએ છીએ. ત્યારે મેં પૂછ્યું કે છઠ્ઠી દ્રષ્ટિમાં આવેલા જીવને તો રોગ રહિત દશા અને ગંઘ તે સારો રે; એમ કહ્યું છે. ત્યારે બાપજીએ કહ્યું કે આ જે રોગ છે તે અજ્ઞાનપણે બંઘાયેલા કર્મને લઈને છે. વળી તને શરીરનો પરસેવો કે કોઈ ચીજ મલ વગેરેમાં દુર્ગધ લાગે છે? ત્યારે આ બાલને ખબર હતી કે બાપજીના પરસેવા તથા મલમાં તો સુગંઘ જોવામાં આવી છે. તેથી મેં કહ્યું કે કોઈ ઠેકાણે દુર્ગઘ તો નથી પણ સુગંઘ છે.
શરીરશક્તિ નરમ છતાં આત્મબળ વિશેષ એક દિવસ હું બાલ તેમના પગની સેવા કરતો હતો. ત્યારે કહે કે તું હજી ભાર દઈને ચાંપ. ત્યારે મેં કહ્યું કે બાપજી, હું તો કોઈ જબરાને દબાવતો ત્યારે તેને પણ વસમું લાગતું અને આપ કેમ વઘારે ભાર દઈને ચાંપવા કહો છો? ત્યારે કહે કે એ તાંબાના હાડ છે. આ વાત ખરેખરી હતી. શરીરની શક્તિ ઘણી જ નરમ છતાં ત્રિભોવનદાસ વૈદ્યનો મોટો ચોપડો બે આંગળી વડે લે અને વાંચે. ત્યારે મેં કહ્યું કે બાપજી, આપ તો આત્મબળથી આ બધું કરો છો, શરીરની તો તેવી પહોંચ નથી. પોતે સાંભળી રહ્યા.
પોતે સાક્ષીભાવે રહી ઉદય આવે તે ભોગવે વળી તાજું તેલ લઈ શરીરે ચોળવા માંડ્યું, પણ તે નુકશાનકારક છે તે પોતે જાણતા હતા. તે તેલ