________________
શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ
ઊલટું લોહી બાળી નાખે, પણ મને બાલને ખબર નહીં. મેં જાણ્યું કે તે તેલથી ફાયદો થાય, પણ તે તો વાવાળાને કામનું હતું. કૃપાળુદેવના શરીરે વા નહોતો, શરીરનું લોહી સુધારવાની જરૂર હતી. હું અવળું લઈ બેઠો. ત્યાં પૂ.નથુભાઈએ કહ્યું કે આ શું કરો છો? તેમ કોઈ બીજાએ રેવાશંકરભાઈને કોરે બોલાવીને કહ્યું કે તે તો નુકશાન કરે. પૂ.નથુભાઈ કહે કે બાપજીને બદામ તેલ શરીરે ચોળ. ત્યારે તે બદામનું તેલ ચોળવા માંડ્યું. પણ અચરજની વાત કે જો આગલાને ભક્તિભાવ થયો તો શરીરને પીડાકારી હોવા છતાં ભક્તિમાં ભંગ પડવા દેતા નથી, એવા કૃપાળુદેવ હતા કે જેને પીડા પર નજર નથી, શાતા ઉપર નજર નથી, જે ઉદય આવે તે ભોગવે છે, તેના પોતે સાક્ષી થઈને રહેતા, પણ આગલાના ભક્તિભાવને ટેકો આપતા અને તેમ કરી કર્મ ખપાવવાના તેવા નિમિત્તપણામાં પોતે આનંદ માનતા હતા.
હમેશાં મુખમુદ્રા આનંદમાં અને વીતરાગભાવમાં રહેતી
કોઈ દિવસ એવી પીડા થાય તો પણ કોઈને કે મુજ બાલને જણાવે નહીં. હું દિવસ રાત તેમના સમીપ હતો. તેમની મુખમુદ્રા આનંદમાં વીતરાગભાવમાં વર્તતી, પણ અરેરાટ કોઈ દિવસ કર્યો નથી અને ચહેરો પણ નરમ થયો નથી. એ જ્ઞાનીના પૂરાં લક્ષણ જોયાં. પરોક્ષમાં જાણેલ કે જ્ઞાનીને સુખદુઃખ સરખું છે તે અહીં કૃપાળુદેવમાં પ્રત્યક્ષ જોવા મળ્યું.
મોક્ષમાળા જેવી એકસો આઠ પદની બીજી ચોપડી કરવાની ભાવના
એક દિવસ બાપજી રાત્રે આઠ પદ બોલ્યા હતા અને તેનો બહુ જ પરમાર્થ કહ્યો હતો. અને તે વિષે મોક્ષમાળા જેવી એકસો આઠ પદની બીજી ચોપડી કરવી એવી વાત કરી હતી. (પ્રજ્ઞાવબોધના ૧૦૮ પદના શીર્ષક પોતે જ લખાવી ગયા.)
૩૫૩
‘સકળ જગત તે
એઠવત્
એક રાત્રે ભિખારીઓ ઓરડાની પાસે બેઠા વાતો કરતા હતા કે ભાઈ, આજે જે ઠેકાણે હું માંગવા ગયેલો તેમણે સારી રીતે એંઠ વગેરેનો ભૂકો મને આપ્યો. તે મેં પોતે ખાધો અને વધ્યો તે મારા ભાઈને પણ આપ્યો. એમ તેઓ સંતોષ પામ્યાની વાતો કરતા હતા. ત્યારે કૃપાળુદેવે મને કહ્યું કે છગન, સાંભળ આ વાતો કરે છે તે. મેં કહ્યું કે હા બાપજી, સાંભળું છું. બાપજી કહે કે એમાંથી ૫રમાર્થ સમજવાનો છે. (તેમ આપણે ઘન માલ મિલકત મેળવીને આનંદ માનીએ છીએ અને આપણા સગાં વહાલાને પણ આપી રાજી થઈએ છીએ પણ તે એંઠ જેવું જ છે.)
આત્મારૂપી સિંહને દેહરૂપી પાંજરામાંથી જતાં કોઈ રોકનાર નથી
સંવત્ ૧૯૫૭ની સાલમાં કૃપાળુદેવ બીજી વાર પધાર્યા હતા તે વખતની વાત ગુરુપ્રતાપે સ્મૃતિમાં છે તે લખું છું. મને કૃપાળુદેવે કહ્યું કે આ સોનાનું પાંજરુ, તેનું બારણું ઊઘડી ગયું છે. સિંહ જે પાંજરામાં છે તેને ચાલ્યા જતાં કોઈ રોકનાર નથી. એવી રીતે શબ્દ રોજ એકવાર કહેતા. એમને દેહને આત્મા સ્પષ્ટ જુદા અનુભવાય છે. આ બાળ ઉપર આ પ્રત્યક્ષ જ્ઞાનીએ ઘણી કરુણા કરી છે, અને આવી રીતે પ્રત્યક્ષ દશાથી ક્ષાયિકનું સ્વરૂપ બતાવ્યું છે.
આત્મારૂપી સિંહને જતાં રોકવાનું આનું ગજુ શું?
બાપજીએ એક દિવસ મનસુખભાઈ બેઠા હતા ત્યારે મને કહ્યું કે સોનાનું પાંજરું, તેમાં સિંહ