________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૫૪ / પુરાયેલો છે. તેનું બારણું ઊઘડી ગયું છે અને આ રાખી દેવાનો પ્રયત્ન કરે છે પણ એનું
ગજુ શું? એવી રીતે અમોને વાત કરી હતી.
કૃપાળુદેવનો સર્વને અસંગપણા તથા ઉદાસીનતાનો બોઘ સંવત્ ૧૯૫૭ની સાલમાં કૃપાળુદેવે ચાર જણને ઉપદેશબોઘ આપ્યો. તે વેળા કહ્યું કે “મન, વચન, કાયા અને આત્મા અર્પણ કરો.” તે વેળાની અદ્ભુત દશા અત્યારે યાદ કરતાં અંતરમાં વ્યાપી જાય છે. તે વિષે શું લખું? પણ તે વેળા મેં તો ત્રણે કરણ તથા આત્મા અર્પણ કર્યો હતો. તેમણે અસંગપણા તથા ઉદાસીનતાનો બોધ ચારેયને આપ્યો હતો.
ચાલતા સમયે ઉપયોગ રાખીને ચાલો સંવત્ ૧૯૫૭માં અમદાવાદ પઘાર્યા તે વિષે–આગાખાનના બંગલામાં મેડી ઉપર પગ જોરમાં પડે તે વેળા કૃપાળુદેવ કહે કે ભાન રાખો. તેથી ઘીમે ચાલતા. વળી કોઈ ઉતાવળથી ચાલે એટલે ફરી કૃપાળુદેવ કહે કે ઉપયોગ કેમ રહેતો નથી? એવી રીતે કૃપા કરી વારે વારે અમૃત રેડતા.
ઘરતીને કે કોઈ જીવને પણ ઈજા ન થાય તેમ બાપજી ચાલતા બાપજી ચાલતા તે વેળાએ જોયું હતું કે જાણે ઘરતીને કાંઈ ઈજા ન આવે અને કોઈ જીવને પણ ઈજા ન આવે તેમ ચાલતા હતા.
પરવસ્તુને મારી તારી કહેતાં પણ ઉપયોગ રાખવો બાપજી પાસે એક દિવસ આ અમારું અને આ તમારું એમ કહ્યું ત્યારે તે બાબત બાપજી કહે કે કેમ ભાન નથી? મતબલ કે અમારું તમારું કહ્યું પણ તે પરવસ્તુ કોઈની નથી, તેમાં ઉપયોગ રાખવો એમ જણાવ્યું. આમ બાપજીએ આ બાલને ભાન આપવાની કૃપા કરી ઘણો ઉપકાર કર્યો છે.
દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારે ઘર્મ કહો એક દિવસે બાપજીએ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ઘર્મના સાઘન વિષે કહ્યું કે ભગવાને દીક્ષા લેતાં પહેલાં વિચાર્યું કે દીક્ષા લીઘા પછી દાન ઘર્મ આચરી શકાશે નહીં તેથી પહેલું વરસીદાન આપી દાન ઘર્મ સફળ કર્યો. બાકીના ત્રણે દીક્ષા પછી પણ થઈ શકે છે. માટે અગાઉથી દાન કરવું એ વિષે વિવેચન કર્યું હતું.
ઝબકબહેનને અમારા પ્રત્યે હજાર ઘણો મોહ, અમને લગારે નહીં એક દિવસ કપાળુદેવ બેઠા હતા ને મને ઝબક માતુશ્રીના વિષે કહ્યું કે એને અમારા ઉપર હજાર ઘણો મોહ છે, પણ અમારે લગારે તેના ઉપર મોહ નથી; એમ વાત કરી હતી.
અમારાં સમીપમાં આવો તો કર્મ કાંઈ છોડીને જાઓ. એક દિવસ રાત્રે અમદાવાદના ભાઈઓ વિવાદ કરવાને માટે અને નીમવિજયજી વગેરેના શ્રાવકો પણ આવેલા. તે સભા ભરીને સર્વે બેઠા હતા. કૃપાળુદેવ બહાર ફરવા ગયા હતા તે પઘાર્યા અને ત્યાં બિરાજ્યા. પછી શ્રી હીરાચંદ વગેરેએ કહ્યું કે અમને ઉપદેશ આપો. તે વેળાએ બાપજીએ કહ્યું કે ઉપદેશનો ત્યાગી પુરુષને અધિકાર છે. સહુ બેસી રહ્યા. ઊછળતા માણસો પણ કાંઈ બોલી શક્યા નહીં.