________________
૩૫૫
શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ
થોડીવાર થયા પછી બાપજીએ કહ્યું કે અમારા સમીપમાં આવો તો કર્મ કાંઈ છોડીને જાઓ, તેવી વાત કરીએ. પછી બાપજીએ એવી વાતનો ઉપદેશ દીઘો કે જેથી બઘા શાંત થઈ ગયા અને પોતપોતાના મનનો ખુલાસો પામી ગયા.
બાપજી તમો કહો તેમ કરું ત્યાં અમદાવાદ અમારો ભાઈ મોહન વીરમગામથી રીસાઈને કલકત્તા જવા આવેલો. તે બાપજીના પ્રસંગમાં આવ્યો. હું ત્યાં હતો. પછી તે બાપજીની સેવામાં રહ્યો. તે ઉતાવળો અને સૂઝે તેમ ચાલતો પણ બાપજીએ તેને ઘીમો પાડી દીધો અને શાંત પાડી કલકત્તા જવાનું બંઘ કરાવ્યું. વળી મોહને કહ્યું કે બાપજી, તમો કહો તેમ કરું. ત્યારે બાપજીએ વિરમગામ સુખલાલ પાસે જવા કહ્યું. બાપજી ઠેકાણે લાવ્યા, પછી તે શાંત થઈ ગયો.
બોઘ સાંભળતાં ઉપયોગ રાખવાનું જણાવતા હતા અમદાવાદમાં બોઘ વઢવાણ કેમ્પની પેઠે ચાલતો નહોતો. પણ જે બોઘ થતો તેમાં ઉપયોગ રાખવા વિષે કહેવામાં આવતું. રાત્રે હું ત્યાં તેમનાથી થોડે છેટે એક પથારી નાખીને બેસી રહેતો અને જે બને તે કરતો. ત્યાં કોઈ એવા ધ્યાને ચઢતો કે મુખમાંથી કંઈ વાક્ય નીકળી જતું. તે વિષે બાપજી કદી કંઈ કહેતા નહીં. પણ પ્રાણજીવનભાઈએ કહ્યું કે છગન, રાત્રે બેસવાનું કરે છે અને ધ્યાનમાં બોલે છે તેથી જાગવું પડે છે. પછી હું અગાસીમાં બેસતો.
દશવૈકાલિક સૂત્ર ચાર વાર વાંચી ફેરવજે તો હજાર ગણું થઈ પડશે વળી જે દિવસે સાહેબજી મુંબઈ તરફ પઘારવાના હતા તે વેળાએ સ્ટેશન ઉપર ઘણા ભાઈઓ વગેરે વળાવવા માટે આવ્યા હતા. ત્યાં ભાઈબાને સાહેબજીએ કહ્યું કે છગનને દશવૈકાલિક સૂત્ર આપીશું. ત્યારે ભાઈબા કહે–હા બાપજી, આપો. પછી મને બોલાવ્યો કે ચાલો, બાપજી બોલાવે છે. ત્યાં જઈને દર્શન કરીને ઊભો રહ્યો ત્યારે મને દશવૈકાલિક સૂત્ર આપ્યું અને કહ્યું કે તું ચાર વાર વાંચીને ફેરવી જજે, તે એક હજાર ગણું થઈ પડશે. તેજ પ્રમાણે કર્યું અને તે જ પ્રમાણે થયું છે.
પ્રથમ વર્ષે જે રળે તેનો ચોથો ભાગ જ્ઞાનખાતામાં આપવા જણાવ્યું પૂ. અંબાલાલભાઈએ ખંભાતમાં પુસ્તકાલય સ્થાપ્યું. તે વિષે પૂ. અંબાલાલભાઈને બાપજીએ કહ્યું કે દુકાનમાંથી આજથી જે રળે તેનો ચોથો ભાગ પુસ્તકાલયમાં આપવો. ત્યારે પૂ.અંબાલાલભાઈ બોલ્યા વગર રહ્યા પણ હા જેવું કહી દીધું. ત્યારે ફરી કૃપાળુદેવે કહ્યું કે આ સાલ તો જે રળે તેનો ચોથો ભાગ આપજે, પછી તારી ઇચ્છા મુજબ આપજે. પૂ.અંબાલાલભાઈએ કબુલ કર્યું.
કૃપાળુ દેવના ઉપદેશથી ક્રોઘ શાંત થઈ ગયો ભાઈ મનસુખભાઈ દેવસીભાઈનો દીકરો ગિરઘરભાઈ તેમના ઉપર રીસે ભરાયેલો. કાંપમાં તે બાપજી પાસે રીસમાં આવ્યો, પણ તેમના અતિશયથી તે નરમ પડી ગયો અને પછી તેના પિતા સામે પણ ક્રોઘનાં વાક્યો તેણે કાઢ્યાં નહીં. કૃપાળુદેવને જોયા પછી તેમણે એવી વાત કરી કે જેથી તે શાંત થઈ ગયો.
આ ગુરુના કહ્યા પ્રમાણે વર્ચે બુદ્ધિ સારી થાય વળી એક દિવસ મનસુખભાઈ શિવલાલ, તે પણ તમારા ગુરુને જઈ વઢવું કે તમે આવ્યા તો આવું