________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૫૬
બોલવું અને કહેવું અમારે થયું; પણ બાપજીના અતિશયથી તેમની આગળ તે પૂરું કહી પણ શક્યા નહીં. બાપજીના વચન સાંભળી શાંત થઈ હરખ સાથે કહ્યું કે ગુરુ તો તમે
કહો તેવા જ છે. તેમના કહ્યા પ્રમાણે વર્તે બુદ્ધિ સારી થાય. બાપજીએ કર્મની ઉદીરણા કરી એક દિવસમાં એક માસના કર્મ ખપાવ્યા
એક દિવસ કૃપાળુદેવે એવું કર્યું કે ભાઈ મનસુખભાઈ પાસે બેઠેલા અને અંદાજન દહીં શેર ઠા તથા બાજરીનો રોટલો એકનો તેમણે આહાર કર્યો. તેથી કૃપાળુદેવને ઝાડાનો બંધકોશ થઈ ગયો. કૃપાળુદેવે જાણીને તેવું નિમિત્ત કર્યું. તે વાત મને કરી અને કહ્યું કે એક દિવસમાં એક માસના કર્મ ખપી ગયા. પછી બાપજીને બંધકોશથી કેવી પીડા થઈ? ત્યારે કહે કે દેહને અને આત્માને બે તસુનું છેટું હતું. દેહ છૂટતાં વાર નહીં. તેવી ઘણી પીડા આખો દિવસ સહન કરી. પણ મારા જેવા બાલને તો ખબર જ નહીં. કારણ કે લગારે પણ દુઃખનો જતાવો નહીં, તેમ મુખમુદ્રિકા પણ તેવી ને તેવી. બોલવા ઉપરથી પણ કંઈ ફેર ન સમજાય કે આજે ઝાડો ઊતર્યો નથી. પણ મનસુખભાઈ તો જાણે કે આજે ગજબ કર્યું છે કેમકે બંધકોશ થયો. આમ બાપજીએ ઉદીરણા કરીને કર્મ ખપાવ્યાં. તેમને દેહ ઉપર કોઈ જાતની મૂચ્છ નહોતી. અને કોઈ ભક્તિભાવથી બાપજીને કહે કે આ દવા કરો તો તેની પણ ના ન પાડે, કારણ કે તેને મટાડવાની ભક્તિ એમને કર્મ ખપાવવાનું સાધન થતું હતું. સુખલાલ અને લલ્લુજી મુનિની જેમ આહાર ઓછો અને સ્વાદરહિત કરવો જોઈએ.
ઓરડા બહાર નીકળીને મને કહ્યું કે છગન, તારે આટલું કરવાનું છે. ત્યારે મેં કહ્યું કે શું બાપજી? બાપજી કહે કે તું આહાર ઓછો કરી નાખ. ત્યારે મેં દાખલો કીઘો કે બાપજી, મનસુખભાઈ કરતાં વઘારે નથી. પછી મેં કહ્યું કે બાપજી, હું આહાર ઓછો કરીશ, પણ વૃદ્ધ અવસ્થા છે તો દેહની શક્તિ ઓછી થશે. ત્યારે કહ્યું કે તું આહાર ઓછો કરીશ ત્યારે તારા વિકારો જશે. ફરી બોલ્યા કે સુખલાલ આહાર કરે છે તે વેળાએ મારા અંતરમાં એમ થયું કે તે દૂઘપાક પણ ખાય છે, એમ હું બોલવા જતો હતો તેટલામાં તો તેઓ જ બોલ્યા કે તારે કહેવું છે કે તે દૂઘપાક પણ ખાય છે? આ બઘા મુમુક્ષુઓ છે તેમાં એક સુખલાલ. અને લલ્લુજી મુનિ આહાર કરે છે તે સ્વાદરહિત છે; તેમ કરવો જોઈએ. તેમાં મને એમ સમજાયું કે આહાર ઓછો અને સ્વાદરહિત કરવો જોઈએ. અહો! જ્ઞાનીની કેવી દયા!
દેહ તે પ્રત્યક્ષ સોનાનું પાંજરું અને આત્મા શાંત સિંહ જેવો લાગે રાજકોટમાં ફરી બાપજી બોલ્યા કે સોનાનું પાંજરું ઊઘડી ગયું છે, સિંહને રાખી શકવાના નથી. બારણું ઊઘડી ગયું, સિંહને જતાં વાર નથી. બાપજીનું તે વેળાનું સ્વરૂપ જોયું હોય તો પ્રત્યક્ષ દેહ તે સોનાનું પાંજરું અને આત્મા શાંત સિંહ જેવો લાગે.
અંતઃકરણ એમ કહેતું હતું કે હે ભગવાન! મને દિવ્ય ચક્ષુ આપો. તેમના શરીરમાં શક્તિ નહોતી છતાં રાજકોટ જવાનું થયું ત્યારે જાવાનની જેમ કોટ વગેરે પહેરી માથે ફેંટો બાંધ્યો. ત્યારે એમ લાગે કે જાણે શરીરમાં કોઈ રોગ નથી. ચાલીને સિગરામ પાસે જઈ તેમાં બેઠા અને સ્ટેશને ઊતરી ગાડી ઉપર પઘાર્યા. ત્યાં આસન વાળીને બેઠા પછી બાપજીએ મને કહ્યું કે તારે કાંઈ કહેવું છે? ત્યારે મુખેથી મેં કાંઈ કહ્યું નહોતું; પણ અંતઃકરણ એમ કહેતું હતું કે મને દિવ્યચક્ષુ આપો.