________________
૩પ૭
શ્રીમદ્ અને મનસુખભાઈ દેવશીભાઈ પછી એ રાજકોટ પધાર્યા હતા. વઢવાણ કેમ્પથી રવાના થયા પછી રાજકોટ ઉતારે ગયા ત્યાં સુધી પોતાની આત્મશક્તિથી ઝાડો પણ રોકી લીઘો હતો.
આહાર લેતાં મરણની વાત સાંભળે તો આહાર પડતો મૂકે કોઈ મરણ પામ્યાની વાત તેમને કરે, તે સાંભળી તેમને વૈરાગ્ય થતો. વળી એક દિવસ દૂઘમાંથી માખી મરણ પામેલી જોઈને તે પાછું મુકાવ્યું. કોઈ મરણની વાત, આહાર લેતાં પણ સાંભળે તો તે આહાર પડતો મૂકી ઉદાસીન થઈ જાય. એવી દયા તેમને સમયે સમયે વ્યાપી રહી હતી.
આ પ્રસંગો જેમ જેમ મને સાંભર્યા તેમ તેમ લખ્યાં છે. જે બંઘુઓ કૃપાળુદેવની સમીપ રહ્યા હોય તેવા માણસોએ આ ચોપડી વાંચવી. તમારી નજરમાં આવે તેને સંભળાવવા યોગ્ય લાગતું હોય તો સંભળાવવું. પણ કોઈ કરમ બાંધે તેવાને વંચાવવું નહીં, તે ધ્યાનમાં રાખવું.
શ્રી મનસુખભાઈ દેવશીભાઈ
લીંબડી મારી વિનંતીથી પરમકૃપાળુદેવ લીંબડી દરબારના ઉતારે પધાર્યા સંવત્ ૧૯૫૧ના મહા માસમાં શ્રી પરમકૃપાળુદેવ શ્રી જીજીબેનના લગ્ન પ્રસંગે મુંબઈથી શ્રી વિવાણિયા જતા હતા. હું લીંબડીથી વઢવાણ કેમ્પ જવા સારું રવાના થયો. વઢવાણ કેમ્પ રેલ્વે સ્ટેશનમાં ઊતર્યો ત્યાં મુંબઈની ગાડી આવી. તે ગાડીમાંથી પૂશ્રી સૌભાગ્યભાઈ ઊતર્યા અને મને કીધું કે શ્રી પરમકૃપાળુદેવ પઘાર્યા છે. તેથી તેમની પાસે જઈ દર્શન કર્યા. પછી મારી અરજ ઉપરથી શ્રી વઢવાણ કેમ્પમાં લીંમડી દરબારના ઉતારે પઘાર્યા. ત્યાં એક દિવસ રહ્યા. પઘાર્યા તે દિવસે સાંજે ઓરડાની ઓસરીમાં હું બેઠો હતો અને પૂ.શ્રી સૌભાગ્યભાઈ અંદર ઓરડીમાંથી બહાર આવ્યા અને મારી સાથે વાતચીત કરવા લાગ્યા કે સાયલામાં જીનનું કારખાનું વેચાય છે. મારે તે વેચાતું લેવાનો વિચાર છે, તેમાં તમારે ભાગ રાખવો છે? આમ અમે વાતચીત કરતા હતા, તે વાત અંદર કૃપાળુદેવે સાંભળવાથી બહાર પઘારી અમને કહ્યું કે
પાપકારી ઘંઘો કરવા જીનનું કારખાનું વેચાતું લેવું નહીં જનનું કારખાનું લેવાનો વિચાર કરો છો? ત્યારે અમે હા પાડી. તેથી પરમકૃપાળુદેવે અમને ઠપકો આપી, આજ્ઞા કરી કે “આ પાપકારી ઘંઘો કરવો નહીં, જીનનું કારખાનું વેચાતું લેવું નહીં.” જેથી અમે તે વાત મુલતવી રાખી.
પાછળથી સંવત્ ૧૯૫૬માં લીંમડીમાં જીનનું કારખાનું હરાજ થતાં ડૉ.પ્રાણજીવનદાસે મને ભાગ રાખવાનું પૂછ્યું, પણ મેં પાપનું કારણ બતાવી ના પાડી હતી. ત્યાર પછી તે કારખાનાની વેપારીઓ વચ્ચે હરાજી થઈ ભાગ રાખવામાં સારો નફો ભાસતો હતો, છતાં કૃપાળુદેવની આજ્ઞા ન હોવાથી ભાગ રાખ્યો નહીં. જો પરમકૃપાળુદેવે આજ્ઞા ન ફરમાવી હોત તો હું આ પાપકારી ઘંઘામાં ભાગ રાખત. પણ તેઓશ્રીએ કેમ જાણે આગળથી આ વાત જાણી હોય તેમ ભવિષ્યમાં અમે ફસાત; તેને માટે પહેલાથી જ અમને અટકાવ્યા હતા.