________________
૩૫૮
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ફરી પરિગ્રહ વહોરી, આત્મદશાની વાતો કરી મોક્ષ મેળવવો બને નહીં
સંવત્ ૧૯૫રના આસો વદમાં શ્રી પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ ક્ષેત્રે બિરાજ્યા
હતા. એક દિવસ સાંજના તેઓશ્રી ફરવા પઘાર્યા. સેવામાં પૂ. શ્રી અંબાલાલભાઈ તથા હું સાથે હતો. તે વખતે મને શ્રી દીપચંદજી સ્વામી તથા શ્રી વૈજનાથભાઈના ખબર શ્રી પરમકૃપાળુદેવે પૂક્યા. ત્યારપછી બોટાદવાસી શ્રી રાયચંદ રતનશીના ખબર પૂછતાં હું ખચકાયો. પણ શ્રી પરમકૃપાળુદેવે ફરીથી પૂછ્યું. તેથી મેં જણાવ્યું કે તેમની સ્ત્રી ગુજરી જવાથી તેઓએ ફરીવાર લગ્ન કર્યું છે. ત્યારે પરમકૃપાળુદેવે પૂછ્યું તેમને સંતતિ શું છે? મેં જણાવ્યું કે બે ત્રણ દિકરા છે અને બે ત્રણ દીકરીઓ છે, અને દીકરાને ઘેર દીકરા છે. ત્યારે પોતે પ્રકાશ્ય કે-“આ પ્રમાણે હોવા છતાં અને અનાયાસે સ્ત્રી પરિગ્રહથી મુક્ત થયા છતાં ફરી લગ્ન કર્યું અને બીજી તરફ આત્મજ્ઞાનની તથા કેવળજ્ઞાનના સંબંઘમાં વિસ્તારથી વાતો લખે છે; તો મોક્ષદશા અથવા આત્મદશા એવી સરળ નથી કે અનાયાસે પુરુષાર્થ કર્યા વગર પ્રાપ્ત થાય. અનાયાસે ઉપાધિથી મુક્ત થયા છતાં ચાહીને ઉપાધિમાં પડવું અને પછી મોક્ષ મેળવવાની આશા રાખવી એ નહીં બનવા જેવું છે. આત્મદશા વાતો કરવાથી પ્રાપ્ત થાય એમ નથી.”
મારે હવે ફરીથી પરણવું નહીં આ પ્રસંગની વાતચીત ઉપરથી મેં તો મારા માટે એવો નિર્ણય કર્યો કે હવે ફરીથી પરણવું નહીં. (એમના પત્ની પણ ગુજરી ગયા હતા.)
હાં રે કોઈ માધવ લ્યો' સંવત્ ૧૯૫રના શ્રાવણ વદમાં સાહેબજી સાથે રાળજ ગયો હતો. તે વખતે ભગવાનના મુખમાંથી હાં રે કોઈ માઘવ લ્યો” વિગેરે અદ્ભુત ધ્વનિ નીકળતી સાંભળી હતી.
ઉપકારી પુરુષનો યથાયોગ્ય વિનય કરવો જોઈએ સંવત્ ૧૯૫૩ના કારતક સુદ ૧ના રોજ નડિયાદ મધ્યે શ્રી પરમકૃપાળુદેવ બંગલામાં ગાદી તકીયે બિરાજ્યા હતા. હું તેમની સમીપ બેઠેલો હતો. તે વખતે તેમના એક ઘોતીયાને ખાંચો આવેલ હોવાથી તે ખીંટીએ ટીંગાવેલ હતું તે બતાવી કરુણાથી મને કીધું કે
“કંઈ ભાન છે! આ ઘોતીયાને ખાંપો આવેલો છે. તમારે સાંઘવું અગર સંઘાવવું જોઈએ.” એમ કહી બીજો કેટલોક વિનય કરવાનું સમજાવ્યું કે પોતાના ઉપકારી પુરુષના કપડાં આદિ વસ્તુઓ દુરસ્ત કરવા-કરાવવા ઇત્યાદિ દરેક કામમાં ધ્યાન રાખવું જોઈએ, એમ ભક્તિમાર્ગે પ્રવર્તવા ઘોતીયાના દૃષ્ટાંતે બોઘ કર્યો હતો.
પછી મેં મારા મનમાં સદ્ગુરુનો મોટો ઉપકાર માની ઘોતીયું લઈને જોયું તો ખાંપો આવેલો હતો. તે લઈ જઈ દરજી પાસે સંઘાવી લાવ્યો અને ત્યારથી વસ્ત્રાદિ દરેક વસ્તુ જે તેમના ઉપયોગમાં આવે તેવી હતી તે બધી વસ્તુઓ તપાસી જોતો અને સાફ રાખતો. એવો વિનય કરવા ઉપરાંત તેમનાં કપડાં આદિ જે વસ્તુ હોય તેને મારો પગ અવિનયથી અડે નહીં ત્યાં સુધી સાવચેતી રાખતો હતો.
સ્તવનમાં જણાવેલ ભાવ જેવી પરમકૃપાળુદેવની દશા સંવત્ ૧૯૫૪ના આસો માસમાં શ્રી વસો ક્ષેત્રે શ્રી પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં શ્રી