________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
થતો. તે વખતે ઓફિસમાં સ્વતંત્રપણે મારે કામ કરવામાં આવતું હોવાથી શ્રીમદ્ભુને ગાદી તકિયાની જુદી બેઠક સાથે તેમને અનુકૂળ પડતા કાગળ ક્લમ વગેરે સંજોગો કરી આપી તેમના કામમાં અડચણ ન પડે તેવી ગોઠવણ કરી હતી. ઓફિસમાં બેઠા અનેક પુસ્તકો અને ગ્રંથોનું અવલોકન તેઓશ્રી કરતા. તેમજ કવિતા વગેરે લખાણનું કામ પણ કરતા હતા.
પર
શૂરાતનવાળી કવિતાઓની રચના
તેઓએ એક વખત પ્રવીણસાગર ગ્રંથ વાંચતા રજપૂતોના શુરાતન વિષેની કેટલીક કવિતાઓ ઝાક ઝમકવાળી બનાવી. તથા બીજી પણ કેટલીક કવિતાઓ તેમણે વીરરસની બનાવી હતી. તેમાંથી એક ગાથા નીચે પ્રમાણે છે :—
“ઢાલ ઢલકતી ઝબક ઝળકતી, લઈ ચળકતી કર કરવાલ, ખરેખરા ખૂંદે રણમાં ત્યાં, મૂછ મલકતી, જગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર."
શ્રીમદ્ પાસે સૂત્રનું શ્રવણ
મારા પિતાશ્રી પોપટભાઈને સૂત્રોનો શોખ હોવાથી શ્રીમદ્ પાસે તેઓ સૂત્ર સાંભળવા અમુક ટાઈમ નક્કી કરી વખતોવખત શ્રવણ કરતા. તેથી એમને ઘણો સંતોષ થયો હતો. અમે પિતાપુત્રનો તેમના પ્રત્યેનો ઠ વધતો ને વધતો જતો હોવાથી અમારે ત્યાં વખતોવખત જમવાનું તથા સૂવા બેસવાનું પણ રાખવામાં આવતું.
સમજી શકીએ એવી શૈલીમાં ‘મોક્ષમાળા'નું સર્જન
એક વખત જમવા બેઠા ત્યારે અમુક શાકમાં મીઠું છે કે અમુક મોળું છે કે અમુક શાકમાં મીઠું નથી વિગેરે નજરે જોઈ કથી આપ્યું હતું. એવા અનેક દાખલા અમારા પરિચયમાં જોવામાં આવેલ. મેં એક વખત વિનંતી કરી કે અમો સૂત્રમાં સમજી શકતા નથી; તો અમો સમજી શકીએ એવી શૈલીના સૂત્રના સારરૂપ પુસ્તકો રચી અમારાથી વાંચી મનન થાય તેવા પ્રગટ કરવા કૃપા કરો. તે અરજ ઉપરથી એકથી ચાર પુસ્તકો રચી તૈયાર કરવા પોતાનો ઈરાદો જણાવ્યો. પુસ્તકો છપાવવા માટે પૈસાની મોટી રકમ જોઈએ તે માટે અમારા વડીલ મુરબ્બી શ્રી કિરતચંદ વખતચંદના ધર્મપત્ની માણેકબાઈ અને અમારા મોટાભાઈ ચત્રભુજભાઈએ મળી ગોઠવણ કરવાથી ‘મોક્ષમાળા’નામનું પહેલું પુસ્તક બહાર પાડ્યું હતું,
'સાક્ષાત્ સરસ્વતી'નું પ્રકાશન
આવી અગાધ બુદ્ધિના સંજોગો જોઈ મારી ઇચ્છા તેમની વિદ્વતાની પ્રખ્યાતિ કરવા ઉત્કંઠા થવાથી ‘સાક્ષાત્ સરસ્વતી’ નામનું પુસ્તક સંવત્ ૧૯૪૩ની સાલમાં મેં બહાર પાડ્યું. જે ઉપરથી અન્ય ધર્મના અનુયાયી તેમજ સ્વધર્મવાળાએ તે પુસ્તકને અતિશયોક્તિવાળું ગણી અમને પરિષહ દેવામાં બાકી રાખી નહોતી પણ છેવટે જેમ જેમ તેમને શ્રીમદ્ભુનો પરિચય થયો, તેમ તેમ ખાત્રી થઈ હતી.
આત્માને સુધારવા રાગદ્વેષ વગેરે ઘટાડવાનો ઉપદેશ
એક વખત અત્રે ઉપાશ્રયથી પ્રતિક્રમણ કરી તેમની પાસે ગયો ત્યારે કહે કે તમે પ્રતિક્રમણ કરી