________________
શ્રીમદ્ અને ત્રિોવનભાઈ
સાહેબજીના બોઘની સચોટ અસર
એક દિવસ સાહેબજીએ બુદ્ધના ચરિત્રનું વર્ણન કર્યું હતું. તે વખતે સાંભળનારાઓના રૂંવાડે રૂંવાડા ખડાં થઈ ગયા અને ઘણાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી.
૧૮૭
પ્રવિણ સાગરની કવિતા ગાતા હતા.
“જાગી હૈ જોગ કી ધૂની, બરસત બૂંદોઁ દૂની.’
શ્રીમદ્ ભાગવતમાં ગોપીઓની ભક્તિ જે વર્ણવી છે તે વાંચતા હતા અને વાંરવાર બોલતા હતા કે “વળવળે વૈકુંઠનાથ ગોપી, મને માર્શે મારી માત;
મને જાવા દે આણી વાર ગોપી, તારો બહુ માનીશ ઉપકાર, ગોપી.’
(અર્થ :—વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે તેને શ્રી કૃષ્ણરૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જાવા દે, હું તારો બહુ ઉપકાર માનીશ. નહીં તો મને વારંવાર સંસારના દુ:ખો ભોગવવા પડશે.) એમ બોલતાં મુખ પર આનંદ જણાતો હતો.
સાહેબજીની આત્મામાં અખંડ તન્મયતા
એક વખત સાહેબજી નાહીને ઉપર જતા હતા. ત્યાં સાહેબજીને બારી વાગી. મેં સાહેબજીને કીધું કે સાહેબજી વાગ્યું?
સાહેબજીએ કીધું કે “ના નથી વાગ્યું.’’ મેં કીધું સાહેબજી વાગ્યું હશે!
સાહેબજીએ કીધું ‘“અમે શું ખોટું કહેતા હશું?’’
ત્યારે જાણ્યું કે અહો! સાહેબજીનો આત્મ ઉપયોગ કેટલો જાગૃત હતો.
સાહેબજી જેટલી વાર બોલતા તેટલી વખત નાવઈ જેવું લાગતું.
છાયાની લંબાઈ ફરે તેમ કાચાની લંબાઈ પણ ફરે
એક વખત સાહેબ તળાવ ઉપર બિરાજ્યા હતા. તે વખતે શ્રી સૌભાગ્યભાઈને શ્રી સાહેબએ કહ્યું કે ‘‘એક માણસ અમારી પાસે આવ્યો હતો. તેણે અમોને કીધું કે આગળના કાળમાં જાગલીયા મોટી કાયાવાળા હતા. તે વાત મને બેસતી નથી. અમોએ કીધું તારે એની શી જરૂર છે. ત્યારે તેણે કહ્યું કે જ્યાં જાઉં છું ત્યાં મને કોઈ સમાધાન કરતું નથી અને સમાધાન થયા વિના મારા આત્મામાં આ વાત ચોક્કસ બેસતી નથી. ત્યારે અમે તેને કહ્યું કે “માણસ સવારમાં ઊભો રહે છે ત્યારે તેનો કેટલો પડછાયો પડે છે? બપોરે કેટલો પડે છે? અને સાંજના કેટલો પડે છે! તે આ પ્રમાણે ફરતાં ફરતાં કાળમાં તેમ હોય.'' તે માણસને તે વાત ઉપરથી સમાઘાન બરાબર થયું, સંતોષ થયો અને અમને કીધું કે આવી રીતે મારી વાતનું સમાઘાન કોઈપણ કરી શક્યું નહોતું.
મારા પિતાશ્રીને સાહેબજીએ બાર વ્રતનું સ્વરૂપ કહી સંભળાવ્યું હતું. મને તે વખતે ગુમડાંની વ્યાધિ હતી. તેથી સત્સંગમાં અમુક વખતે અંતરાય પડતો હતો. તે વખતમાં જે જે બોધ થયેલ તે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છપાયેલ છે.