________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૮૮
ઉંદરને છત્રીએ ચઢાવી કોરે મૂક્યો
ચિત્ર નંબર ૧ સંવત્ ૧૯૪૮ની સાલમાં હું તથા મારા ભાઈ છોટાભાઈ અમો કાપડ લેવા સારું - મુંબઈ ગયા હતા. ત્યાં અમારે સાહેબજીનો સમાગમ થયો હતો. એક વખત સાહેબજી તથા હું રસ્તે થઈ જતા હતા. રસ્તામાં એક ઉંદર જતો સાહેબજીની નજરે પડ્યો. તરત જ સાહેબજી ઘસ્યા ઘસ્યા તે ઉંદર પાસે જઈ પહોંચ્યા અને ઉંદરને છત્રીએ ચડાવીને એક કોરે મૂકી દીઘો.
હું સાહેબજીથી પાછળ રહી ગયો. પછી મારા જાણવામાં આવ્યું હતું. મેં વિચાર કર્યો કે સાહેબજીમાં કેટલી બધી ઉત્તમ દયા છે. કષાયનો આટલો બધો ઉદય!!!
ચિત્ર નંબર ૨ એક વખત સાહેબજી જ્ઞાન સંબંધી વ્યાખ્યા કરતા હતા. તે વખતે નીચે કેટલાંક કૂતરા લડતા હતા. તે સાંભળી ઘોરીભાઈ બોલ્યા કે “હુક્કા ગગડ્યા' એમ કહી બહુ જોશમાં ઘોરીભાઈ હાંકવા જવા લાગ્યા. તે સાંભળી સાહેબજી બોલ્યા “ઘોરીભાઈ, કષાયનો આટલો બધો ઉદય!!! એટલે ઘોરીભાઈ હાંકવા જતાં અટકી ગયા.
કુગુરુ પોતે બુડે અને બીજાને પણ બુડાડે ચિત્ર નંબર ૩ એકવાર કહ્યું કે અસદગુરુ પોતે રખડે અને તેના આશ્રયે આવેલા જીવો હોય તે પણ રખડે. ઇત્યાદિ વાતો કર્યા પછી કહ્યું કે શ્રી રામચંદ્રજી જ્યારે કૈલાસ પધાર્યા હતા, ત્યારે દેવોને કહ્યું કે “અયોધ્યામાંથી જે જે દુઃખી મનુષ્યો હોય તેઓને લાવો. દેવો લાવ્યા. પછી ફરીથી રામચંદ્રજીએ કીધું કે હવે કોઈ ત્યાં છે? ત્યારે દેવોએ કહ્યું કે હવે કોઈ ત્યાં નથી રહ્યું પણ એક કૂતરો છે. તેના શરીરમાં બહુ કીડા પડ્યા છે. તેથી તે બહુ દુઃખ પામે છે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું–જાઓ તેને સાચવીને લાવો. એક કીડો પણ બહાર પડી જાય નહીં, તેવી રીતે તે કૂતરાને લાવો. દેવો તેને સાચવીને લાવ્યા. રામચંદ્રજીએ તે કૂતરા પર પાણી છાંટ્યું એટલે કૂતરા પર જે કીડા હતા તે મનુષ્યો થઈ ગયા. તેને રામચંદ્રજીએ પૂછ્યું કે તમે આ કૂતરાને કેમ પીડો છો? ત્યારે તેણે રામચંદ્રજીને કહ્યું–આ કૂતરાનો જીવ તે પૂર્વે અમારો ગુરુ હતો અને અમે તેના શિષ્ય હતા. અમો એના આઘીન વર્તતા હતા અને અમે એને તન, મન, ઘન અર્પણ કર્યા હતા. તેણે અમારું કલ્યાણ કર્યું નહીં, પણ અમારું તન, મન, ઘન હરણ કરી ગયો. તે લેણું અમે આ પ્રકારે લઈએ છીએ. અને અમે આવા અવતાર ઘારણ કરીએ છીએ.
સયુગ કળિયુગમાં આભ જમીનનો ફેર ચિત્ર નંબર ૪-૫ ત્યાર પછી ફરી તે ભાઈએ પૂછ્યું કે હે કૃપાનાથ, કળિયુગ એટલે શું? અને સત્યુગ તે શું? શ્રી કૃપાનાથે જવાબમાં કહ્યું કે એક ગામમાં ખેતર ખોદતાં ઘનનો ઘડો નીકળ્યો. તે ઘન લઈ ખેડૂત ખેતર વેચનાર ઘણી પાસે જઈને કહેવા લાગ્યો કે મેં તો મફતના ભાવે જમીન લીધી છે એટલે આ ઘન તમારું છે. ત્યારે તે વેચનાર ઘણીએ કીધું કે મેં તો બધુંયે તમને સુપ્રત કર્યું માટે મારે લેવા દેવા નથી.
પછી બન્ને રાજા પાસે ગયા. અને તે ઘન લેવા રાજાને વિનંતી કરી. પણ રાજાએ તે ઘન લેવા ના પાડી અને કહ્યું કે તમે કાલે આવજો. હવે બીજે દિવસે કળિયુગ બેસવાનો હતો એટલે રાત્રે ત્રણેયની વૃત્તિ ફરી ગઈ. ખેતર વેચનારે વિચાર કર્યો કે મારે જ તે ઘન લેવું જોઈએ કારણ કે અસલમાં ખેતર મારું છે. લેનાર ઘણીએ વિચાર્યું કે હવે હું તેને શાનો આપું? હવે તો ખેતર મારું છે. રાજાએ વિચાર્યું કે મને ઘન