________________
૨૬૯
શ્રીમદ્ અને માણેકબહેન જગતમાં બીજા કોઈનું નહીં હોય તેવું અદ્ભુત વ્યાખ્યાન
સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મધ્યે ૨૮ દિવસનો લાભ મળ્યો હતો. તે વખતે અદ્ભુત વ્યાખ્યાન ચાલતું હતું. તેમના જેવું જગતમાં બીજા કોઈનું નહીં હોય તેવું અદ્ભુત વ્યાખ્યાન વખતોવખત ચાલતું હતું. - સંવત્ ૧૯૬૯ના વૈશાખ વદ ૮ બુઘવાર.
શ્રી માણેકબહેન
કાવિઠા સ્ત્રીવેદ બાંધ્યું છે તે ક્યારે છૂટશે? તો શ્રી પરમકૃપાળુદેવે કહ્યું કે ક્રમે ક્રમે થઈ રહેશે. અને આગળ ઉપર ખબર પડશે તેમ કરુણા કરી હતી.
સમકિત એટલે શ્રદ્ધા જોવી હોય તો બહેન મણિની જુઓ એક માણસે સમ્યક્ત્વ વિષે પૂછેલ તો બહેન મણિને દેખાડી કહ્યું કે આ સમકિત છે તેમ કૃપા કરી હતી.
પરમકૃપાળુદેવ બે રોટલી અને એક શાક જમતા પ્રભુ જમતા તે વખતે બે રોટલી અને એક શાક જમતા હતા. હું કોઈ વખત પીરસવા જતી હતી.
શ્રી જેઠાલાલ જમનાદાસ ભાવસાર
વસો શ્રીમદ્ રાજચંદ્રદેવને ત્રિકરણયોગે ત્રિકાળ દંડવત્ નમસ્કાર હો!
શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં વસોવાળા ભાવસાર જેઠાલાલ જમનાદાસ આવેલા અને જે જે વાતચીત ખુલાસા થયેલા તે સ્મૃતિમાં રહેલ તે અત્રે લખેલ છે. તેમાં વિસ્મૃતિથી જે કંઈ ભૂલચૂક થઈ હોય તેની ક્ષમા માગું છું. પ્રથમ મારા મનમાં જે વિચારો રહેલા હતા તે દર્શાવું છું –
એ તો મોટા મહાત્મા છે, મહાત્મા!!! લખનાર–સંવત્ ૧૯૫૦ની સાલમાં મહારાજ સાહેબ શ્રી લલ્લુજી સ્વામી, શ્રી ચતુરલાલજી તથા શ્રી મોહનલાલજી આદિ ઠાણાનું ચોમાસું વસોમાં હતું. તે દરમ્યાન હું મહારાજ સાહેબશ્રી પાસે દર્શન કરવા જતો; તે લૌકિક અપેક્ષાએ વ્યવહાર રૂઢીથી જતો હતો. અને એમ મનમાં રહેતું કે લગભગ રૂ.૫૦,૦૦૦/- (રૂ. પચાસ હજાર)ની એસ્ટેટ મૂકીને આ મહારાજ સાહેબે સંસાર છોડ્યો છે. તો તે પુરુષમાં કેટલો બઘો વૈરાગ્ય હશે! એમ મને અંતરમાં થયા કરતું. અને એમ ખાત્રી તો હતી જ કે આ પુરુષ ખાસ તરવાની ઇચ્છાવાળા છે. પણ તે મુંબઈના કોઈ કવિરાજનો ઉપદેશ માની તેમના બોઘેલા માર્ગે ચાલે છે તેની મને હરકત નહોતી, પણ તે સંસારી હોવાથી તેમને પગે લાગી શકે? એમ નિરંતર રહ્યા કરતું હતું. પછી મારા મનની અંદર એમ આવ્યું કે આજ તો હું મહારાજ સાહેબને પૂછી જોઉં. એમ ઘારી તે વાતનો ખુલાસો કરવા મહારાજ સાહેબને પૂછ્યું. ત્યારે મહારાજ સાહેબે મને એમ કહ્યું કે તું એ વાતમાં શું જાણું? એ તો મોટા મહાત્મા છે, મહાત્મા!!!તું એમને પ્રશ્ન શું કરવાનો હતો. તું ૫૦ વાતો ઘારીને ગયો