________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૭૦
હોઈશ તો તેઓ એક જ વાતમાં ખુલાસો કરી નાખશે. આ પ્રમાણે તેઓ કૃપાળુશ્રીના ઘણા જ ગુણ બોલતા હતા. એથી મને તો મહારાજશ્રી ઉપર એવો વહેમ પડતો કે જાણે
એમનું ચિત્ત ભ્રમિત થઈ ગયું હોય એમ લાગતું અને દેખાવ પરથી પણ મને તે જ પ્રમાણે ભાસતું હતું.
પ.પૂ.પ્રભુશ્રીજીની પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ ભક્તિ તે જ દિવસે રાત્રે કૃપાળુશ્રી પઘારશે એવા ખબર સાંભળ્યાથી, મને મહારાજશ્રીએ જણાવ્યું કે આજે અપાસરા ઉપર દીવાબત્તી અને ગોદડાની સગવડ કરી રાખજો.
તે પ્રમાણે અમે સગવડ કરી રાખી હતી. અને પછી મહારાજશ્રીએ એમ કહ્યું કે આજ રાત્રે સાહેબજી પઘારશે. માટે ગાડી શોધી લાવો.
તે વખતે ચોમાસાનો વખત હોવાથી અમે મહારાજ સાહેબને ગાડીને માટે હા, ના પાડતા મહારાજ સાહેબે કીધું કે ગમે તેમ કરીને લાવો. પછી મેં તથા મોતીભાઈએ ભાવસાર જગજીવનદાસ ઝવેરદાસને વિગત જણાવી. તે વખતે રાતના લગભગ ૮ વાગ્યા હતા. ગાડી જોડીને મોતીભાઈ તેડવા જતા હતા. રસ્તામાં જતા કૃપાળુશ્રી ગામની નજીક સુઘી તો પઘારી ગયા હતા. તેમની સાથે અંબાલાલભાઈ તથા લેરાભાઈ સાહેબ હતા. પછી પેલી ગાડીને પાછી વિદાય કરી, અમારી ગાડી લઈ ગયેલ, તેમાં બેસાડી સાહેબજીને ઉપાશ્રયમાં ઉતાર્યા. તે વખતે લગભગ નવ વાગ્યા હતા. પછીથી થોડીવારે વસો ગામના નવલખા શિવલાલ કહાનદાસના ડેલા ઉપર સાહેબજીને ઉતાર્યા હતા. તે દિવસે અંબાલાલભાઈએ લાંબા દંડવત્ પ્રણામ ત્રણ વખત કર્યા. લેરાભાઈની ઉમર લગભગ સાઠ (સાઈઠ) વર્ષની હતી. તે ખતે મારા મનમાં એમ આવ્યું કે મહારાજ સાહેબ, અંબાલાલભાઈ તથા લેરાભાઈ આ સંસારી પુરુષને કેસ નમસ્કાર કરે છે? એવી મને ઘણી જ શંકાઓ થતી. પણ મનમાં એમ રહેતું કે લેરાભાઈ સાઠ વર્ષની ઉંમરના છે, છતાં આ જુવાન પુરુષને લાંબા થઈ દંડવત્ પ્રણામ કરે છે. તેથી તેમણે કંઈ ચમત્કાર જોયો હશે. એમ જાણી મેં પણ દંડવત્ પ્રણામ કર્યા. પણ મનમાં એમ થયા કરતું હતું કે આમ કેમ હશે? અને ગમે તેમ પણ સંસારી તો ખરા જ કેની? અને વળી રાત્રે વાંચન કરતા. આ જોઈ મને તો સાદુ કરતાં અવળું લાગતું હતું. બીજો દિવસ થયો ને મારા મનમાં હતું જ કે હવે પ્રશ્ન પૂછી ખુલાસો કરું.
જગત અનાદિ છે, નિયમ પ્રમાણે જગત ચાલે છે લખનાર–લગભગ આઠ વાગ્યાના સુમારે સવારમાં હું ગયો. તે વખતે મારા મનમાં એમ હતું કે પ્રશ્ન એવો કરવો કે તેનો ખુલાસો તેમનાથી થઈ શકે જ નહીં.
પછી મેં પ્રશ્ન કર્યો કે આ સૃષ્ટિને બનાવનાર કોણ? પૂજ્યશ્રી : “જગતને બનાવનાર કોઈ નથી.” લખનાર : “બનાવનાર વિના બને નહીં.” પૂજ્યશ્રી: “સૌના કર્મે કરી શુભાશુભ ગતિ થાય છે, ને તેવા જોગમાં જીવ કર્મ કરીને આવે છે.
અગ્નિ પાસે આપણે જઈએ તો અગ્નિનો સ્વભાવ બાળવાનો હોવાથી આપણને બાળશે. તે અગ્નિને આપણે બાળવાનું કહ્યું નથી, પણ તે સ્વાભાવિક ગુણે કરીને થાય છે.
જગતને બનાવનાર કોઈ હોય તો તેને બનાવનાર કોણ હશે? અને તે કોઈ નીકળે તો તેની પહેલા