________________
૨૭૧
શ્રીમદ્ અને જેઠાલાલ
તેનો બનાવનાર કોણ હશે? એ ઉપરથી ચોક્કસ થયું કે જગતની આદિ કે અંત છે નહીં. આ વસોમાં તમે રહો છો તે વસો પહેલું કે તમો પહેલા હતા તે કહો.” ત્યારે મેં કહ્યું કે તેની અસર શરૂઆત હું જાણતો નથી. પછી સાહેબજીએ કહ્યું કે- “વસોમાં તમે રહો છો છતાં તે ગામની શરૂઆતની ખબર નથી....તો આ જગતની આદિ શી રીતે નીકળી શકે? માટે તે અનાદિ છે.”
નદીના પથરા નાના મોટા, ગોળ, લાંબા કોણે કર્યા? લખનાર : પહેલાં જીવ કર્મવાળો હતો કે નહીં? પૂજ્યશ્રી : “અનાદિથી જીવ કર્મસહિત છે.”
લખનાર: “જ્યારે જીવ કર્મસહિત છે તો જ્ઞાની પુરુષની બુદ્ધિ વઘારે શી રીતે થઈ? ને તેમને મોક્ષે જવાની ગમ કેમ પડી? તેઓ અમારા જેવા કેમ ન રહ્યા?”
પૂજ્યશ્રી: “જગતના જીવો સરખી બુદ્ધિના નથી. પણ ઓછી વઘારે બુદ્ધિ સ્વાભાવિક છે. ને તે બુદ્ધિબળે જ્ઞાની પુરુષે રસ્તો શોધી કાઢ્યો છે, કે આ જીવ રખડ્યા જ કરવાનો છે કે એને છૂટવાનો કોઈ રસ્તો છે? વળી કહો કે નદીના પથરા હોય છે તે કોઈ નાનો, મોટો, ગોળ, લાંબો હોય છે એ કોણે કર્યા?”
લખનાર: “તે તો સ્વાભાવિક છે.”
પૂજ્યશ્રી: “જ્યારે નદીના પથરા સ્વાભાવિક નાના મોટા છે તો તે જ પ્રમાણે જગતના જીવની બુદ્ધિ ઓછી વસ્તી છે. તેને કોઈએ કરી નથી. અને તે શુભાશુભ કર્મની ગતિનું કારણ છે અને તેથી છૂટવાનો ઉપાય પણ છે. તે જ્ઞાની પુરુષે શોધી કાઢ્યો છે, અને તે ખરો છે.”
શુભાશુભ કર્મ વડે શુભાશુભ ગતિ થાય વસ્તુ સાચી છે એમ કવિરાજ વારંવાર કહેતા હતા. પછી મેં કહ્યું કે ઓછી વઘતી બુદ્ધિના પ્રમાણે કરી જ્ઞાની થાય છે, પણ જગતના જીવોને દુઃખ સુખ શાથી પડે છે? જેમ કડિયા સિવાય ઘર ચણાતું નથી. તેમ જીવને સુખ દુઃખ આપ્યા સિવાય કેમ કોઈ જીવ સુખદુઃખી જોવામાં આવે છે? - પૂજ્યશ્રી: “તમે જે દાખલો ઘરનો કે કડિયાનો આપ્યો તે પ્રમાણે જીવને લાગુ પડે તેમ નથી. પણ વસ્તુનો સ્વભાવ એવો છે કે જેમ કોઈ માણસ અફીણ ખાય છે તો તે અફીણ ખાવાથી ઝેર ચઢે છે. પણ અફીણ એમ નથી જાણતું કે આ માણસને હું ઝેરરૂપ પરિણમું. પણ તેનો સ્વભાવ જ ઝેરી છે. જેથી માણસ મરી જાય છે. તે પ્રમાણે કર્મથી શુભાશુભ ગતિનું ફળ મળે છે અને જીવ સુખ દુઃખરૂપ ફળને પામે છે. જેમ અગ્નિ સ્પર્શ કરવાથી બળાય છે પણ અગ્નિ એમ નથી જાણતી કે આ માણસને બાળું, પણ તેનો સ્વભાવિક ગુણ અતિશય બાળવાનો છે. તે જ પ્રમાણે શુભાશુભ ગતિનું ફળ, શુભાશુભ કર્મ કરીને થાય છે.”
લોહચુંબક લોઢાને ખેંચે તેમ ક જીવને ખેંચે. “અઘોર કર્મ કરનાર જીવોની નિરંતર બુદ્ધિ જ મલિન અઘોર કૃત્ય કરવા ઉપર રહે છે. માટે તે જીવો તેવા કૃત્યો કરી દુર્ગતિને શોધી લે છે. જેમ ચમક પાષાણ લોઢાને ખેંચે છે, તેમ કર્મના ઉદયે તે ગતિમાં જીવને કર્મો ખેંચીને લઈ જાય છે. એમાં કોઈ કરતું નથી.”
- ઉપસ્થી સંસારી અને અંદરથી જ્ઞાની. આ ઉપરથી મને ખાત્રી થઈ કે આ કવિરાજ પંડિત પણ છે. એમની જોડે કોઈ વાદ કરી શકે તેમ