________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૬૮ છતી શક્તિએ જીવનપર્યત સામાયિક કરવી સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી વસો મધ્યે નવલખાના મકાનમાં શ્રીકૃપાળુદેવ બિરાજ્યા
હતા. ત્યાં વ્યાખ્યાન હંમેશ ચાલતું. એકવાર પરમકૃપાળુદેવે મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે મોકલ્યા અને કહ્યું કે હંમેશા બે સામાયિક કરવી. પછી મુનિશ્રી લલ્લુજીએ સામાયિકનો નિયમ છતી શક્તિએ યાવત્ જીવન પાળવો એવો નિયમ આપ્યો હતો.
ભારતેશ્વર ભૂપતિ ભયો રે વૈરાગી’ વસોમાં પણ મારી પાસે શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન ઘણીવાર કહેવરાવતા હતા. અને ભરતેશ્વર ભૂપતિ ભયો રે વૈરાગી' એ સઝાય પણ ગવરાવતા હતા.
ભરતેશ્વરની સજઝાય આભરણ અલંકાર સઘળા ઉતારી મસ્તકૌંતી પાગી; આપોઆપ થઈને બેઠા, તવ દેહ દીસે છે નાગી,
ભરતેશ્વર ભૂપતિ ભયો રે વૈરાગી. ૧ * અનિત્ય ભાવના એવી રે ભાવી, ચાર કરમ ગયા ભાગી; દેવતાએ દીઘો ઓઘો મુહપતી, જિન શાસનના રાગી. ભ૦૨ સ્વાંગ દેખી ભરતેશ્વર કેરો, સહિયરો હસવાને લાગી; હસવાની અબ ખબર પડેગી, રહેજો અમથું આગી. ભ૦૩ ચોરાશી લાખ હયવર ગયવર, છજું ક્રોડ હે પાગી; ચોરાશી લાખ રથ સંગ્રામી, તત્પણ દીઘા રે ત્યાગી. ભ૦૪ ચાર ક્રોડ મણ અન્ન નિત સીઝ, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતે ઉર ત્યાગી, સુરતા મોક્ષસે લાગી. ભ૦૫ અડતાલીસ કોસમાં લશ્કર પડે છે, દુશ્મન જાય છે ભાગી; ચૌદ રતન તો અનુમતિ માગે, મમતા સહુશે ભાગી. ભ૦૬ તીન ક્રોડ ગોકુળ ઘણ દુઝે, એક ક્રોડ હળ ત્યાગી; ચોસઠ સહસ અંતે ઉર ત્યાગી, મમતા સહશે ભાગી. ભ૦૭ ભરી સભામાં ભરતેશ્વર બોલ્યા, ઊઠો ખડા રહો જાગી; આ લોક ઉપર નજર ન દેશો, નજર દેજે તુમે આવી. ભ૦૮ વચન સુણી ભરતેશ્વર કેરાં, દશ સહસ્ત્ર ઊડ્યા છે જાગી; કુટુંબકબીલો હાટ હવેલી, તલ્લણ દીઘા છે ત્યાગી. ભ૦૯ એક લાખ પૂરવ લગે, સંયમ કેવળ સાર; શેષ અઘાતી કર્મ ખપાવી, પહોંત્યા મોક્ષ મઝાર. ભ૦૧૦
પરમકૃપાળુ દેવના ચિત્રપટની પ્રાપ્તિ ત્યાં મને પરમકૃપાળુદેવને ધ્યાનસ્થ મુદ્રાનો ચિત્રપટ પ્રાપ્ત થયો હતો.