________________
૨૬૭
શ્રીમદ્ અને થોરીભાઈ
શરીરનો મોહ હઠાવી અસંગભાવના ભાવવી શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે.” એમ કરુણા કરી હતી. તેમનો બોઘ સાંભળતાં આત્માના પ્રદેશે પ્રદેશે રોમેરોમ તે પ્રસરી જતો. તેમનો એવો બોઘ મળેલ છે કે જો ખરેખર વિચારી તેવો પુરુષાર્થ કરીએ તો કેવળજ્ઞાન ઊપજે.
વૈરાગ્યને પોષણ મળે તેવા પુસ્તકો વાંચવા નીચે પ્રમાણેના પુસ્તકો વાંચવાની આજ્ઞા કરી હતી–આચારાંગ, સૂયગડાંગ, ઉત્તરાધ્યયન, દશ વૈકાલિક, પ્રશ્ન વ્યાકરણ. એ પાંચ પુસ્તકો હમેશાં વિચારવાં. તેમાં વૈરાગ્યનું પોષણ ઘણું આપેલ છે.
ડાહ્યા થાય તે બહુ પરિભ્રમણ કરે એક દિવસ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે તે કેમ હશે?” સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યા થાય તે પરિભ્રમણ કરે.' ઇત્યાદિ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી. વળી એક વખત સાહેબજી મોહનીય કર્મ સંબંઘી વ્યાખ્યા કરતા હતા ત્યારે કહ્યું કે “મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય ત્યારે તેની સામા થવું; એમ કરતાં જય થાય.”
એક વખત આહાર લેવાની આજ્ઞા પછી કૃપાળુદેવ રાળજ પઘાર્યા હતા. સંવત્ ૧૯૫રના પર્યુષણમાં રાળજ સોળ દિવસ પરમકૃપાળુદેવના દર્શનનો લાભ લીધો હતો. શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન શ્રી આનંદઘનજી કૃત ઘણી વખત કહેવરાવતા હતા. ત્યાં એક વખત આહાર લેવા આજ્ઞા કરી હતી. અને ત્યાં સમ્યગુદર્શનની વ્યાખ્યા કરી તેનું અદ્ભુત સ્વરૂપ સમજાવ્યું હતું. હમેશાં અદ્ભુત બોઘ મળતો હતો. તે વખતે વિચારવા માટે જુદા જુદા બેસવા આજ્ઞા કરતા. પછી પોતે પણ પૂછતા અને જ્યાં ભૂલ પડતી તે વખતે સમજાવતા હતા.
નડિયાદમાં પણ અદ્ભુત બોઘ સંવત્ ૧૯૫૨ની સાલમાં નડિયાદ પઘાર્યા ત્યારે પણ ત્યાં દર્શન માટે ગયો હતો. ત્યાં પણ અદ્ભુત બોઘ મળતો હતો. શ્રી સૂયગડાંગ સૂત્રનું બીજાં અધ્યયન વાંચતા હતા.
જેનું મન નિર્વિકલ્પ તે પરમપુરુષ પરમાતમા સંવત્ ૧૯૫૪ની સાલમાં બીજીવાર શ્રી કાવિઠા પઘાર્યા ત્યારે અનંતી કરુણા કરી હતી. જેના મનમાં નથી કશી ભાવના તે પરમ પુરુષ પરમાતમા” એમ ઉચ્ચાર કરતાં ચાલતા હતા.
આ જીવ ઝાડ પાનમાં અનંતકાળ સુઘી રઝળ્યો એક વખત પરમકૃપાળુદેવે મને પૂછ્યું કે, ઘોરીભાઈ, આ શેનું ઝાડ છે? પછી પોતે જ કહ્યું કે આમાં અનંતકાળ થયાં આ જીવ ઊપજી આવ્યો છે, માટે તેની હિંસા કરવી નહીં.
સપુરુષના સમાગમમાં ઉપયોગ રાખી વર્તવું એક વખત કાવિઠામાં મેડા ઉપર બોઘ ચાલતો હતો તે વખતે કૂતરા ભસતા હતા. ત્યારે મેં મશ્કરી કરી કે આ તો તુક્કો હુક્કો કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કરુણા કરી કહ્યું કે આટલા સમાગમમાં આવ્યા પછી પણ ચારિત્રમોહની પ્રકૃતિ કેમ ઉદયમાં વર્તે છે, ઉપયોગ કેમ રાખતા નથી? તેમ કૃપા કરી હતી.