________________
૨૭૫
શ્રીમદ્ અને જેઠાલાલ
પ્રસંગે પ્રસંગે સાહેબજી તે ઘડિયાળના સમય મુજબ સમય કહેતા હતા. આ ચમત્કાર થવાથી ઘણા સાહેબજીને પૂછવા લાગ્યા કે તમે શી રીતે જાણ્યું કે આટલા વાગ્યા છે? ત્યારે સાહેબજીએ કહ્યું કે ‘‘સામું ઘડિયાળ છે.’’ પણ બધાએ કહ્યું કે ઘડિયાળ તો ઘણું દૂર છે. ત્યારે સાહેબજીએ કહ્યું કે ‘‘કંઈ નહીં.’’ પછી લોકોએ સાહેબજીને કહ્યું : આ તો તમારી જ્ઞાનશક્તિએ કરી કહી શકો છો. તે વખતે તેઓશ્રી મૌન રહ્યા હતા. આ ઉપરથી મને ખાત્રી થઈ કે આંખ સિવાય પણ આ મહાત્મા જોઈ શકે છે. તે જ્ઞાની છે એમ મને વિશેષ ખાત્રી થવા માંડી.
હાલના આચાર્યોએ પોતાને પાળવી કઠણ, તેથી વિધિઓ ટૂંકાવી દીધી
તે દિવસે એક જાનું પુસ્તક હાથનું લખેલું મારી પાસે હતું. તેનું નામ સાધુ પ્રતિક્રમણ સૂત્ર હતું. તેમાં ઘણી જ બાબતો હતી. તેમાં કોઈ બાબતની ખામીઓ પોતે બતાવતા હતા. અને કહેતા હતા કે “આ સાધુ પ્રતિક્રમણ સૂત્રમાં જે વિધિઓ ટૂંકાવી દીઘી છે તે હાલના આચાર્યોએ પોતાને પાળવી કઠણ હોવાથી કાઢી લીઘી છે. પણ તેમાં જૈન સિદ્ધાંત ન હોય.’’ આ ઉપરથી એમ લાગતું હતું કે આ શૂરાતનવાળા પુરુષ છે. નિરંતર ઉદાસીનભાવ-વૈરાગ્યભાવમાં રહેતા
એક વખત હું અને અમીન મગનભાઈ, ચતુરભાઈના બંગલે સાહેબજી સાથે આવ્યા હતા. અમે ઘોઘટીયા વડ સુધી આવ્યા તે વખતે એક કણબી પાડાને ડફણાનો માર ઘણો જ મારતો હતો. તે જોઈ સાહેબજીના મનમાં ઘણો જ ઉદાસીભાવ થયો હતો. સાહેબજીને મેં કોઈ દિવસ હસતા જોયા નથી. નિરંતર ઉદાસીનભાવમાં જ પોતે રહેતા હતા. ત્યાંથી આગળ ગયા. કેડે મેં છત્રી ઉઘાડી સાહેબજી ઉપર ધરી પણ તે છત્રીની દરકાર રાખતા નહોતા. છત્રીની બહાર નીકળી જતા હતા. આ જોઈ મારા મનમાં લાગતું હતું કે આ પુરુષનો દેખાવ ઘણો જ એકાગ્ર ચિત્તવૃત્તિનો છે, અને તે એક જ વિચારમાં લીન થઈ ગયા છે. પૂર્વે અજ્ઞાન તપસ્યા કરવાથી બાંધેલ પાપાનુબંધી પુણ્ય
સાહેબજી કારણ વિના બોલતા નહીં. આપણે કંઈપણ પૂછીએ તો જ તેનો જવાબ મળતો હતો. પછી હું અપાસરાની નજીકમાં આવ્યો. તે વખતે મેં સાહેબજીને પૂછ્યું ઃ યુરોપિયન લોકો સુખ ભોગવે છે અને ગુજરાતી લોકો દુ:ખી જોવામાં આવે છે. યુરોપિયન લોકો અનાચારી લાગે છે, છતાં એમ કેમ છે?
ત્યારે જવાબમાં સાહેબજીએ કહ્યું કે તે પાપાનુબંધી પુણ્યનો ઉદય ભોગવે છે. પાપાનુબંધી પુણ્ય પૂર્વે અજ્ઞાન તપસ્યા કરવાથી બંધાય છે. જેમાં ઘણા પાપ થાય અને માત્ર કિંચિત્ પુણ્ય બંધાતું હોય એવા કારણોથી પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. તે લેશમાત્ર પુણ્યના ઉદયે અત્રે સુખ ભોગવી ફરી તે જીવો મહા અધમગતિના પાત્ર થાય છે. તેવા જીવો જ્યાં અનંતી જીવ હિંસા થાય એવી જગ્યાએ ઉત્પન્ન થયેલા હોય છે. જ્યાં ઘણા વધ થતા હોય, મહા આરંભ થતા હોય ત્યાં પુણ્યનો અંશ ભોગવાઈ રહ્યો કે તરત જ પરભવના પાપનો ઉદય થવાથી તે હિંસક પ્રાણીમાં ઉત્પન્ન થઈ આખરે અધોગતિને પામે છે.
આટલું વિવેચન થઈ રહ્યા પછી કૃપાળુશ્રી અપાસરે પધાર્યા હતા.
આટલો ભવ અમે કહીએ તેમ કરો તો તમારો ક્રમે કરી અવશ્ય મોક્ષ થાય
સાહેબજી કહેતા કે મોક્ષમાર્ગ પંચમકાળમાં નથી અને કોઈ મોક્ષે જઈ શકે નહીં, તે વચન પુરુષાર્થ વિનાનું છે. જ્યારે મોક્ષને રસ્તે અટકો ત્યારે કહેજો. પણ આ તો જોખમ કાળને માથે નાખી પોતે ઢીલાસ