________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૭૬ પોષવી એ કંઈ શૂરાનું વચન નથી. તમે પુરુષાર્થ કરો તો કંઈ મોક્ષના દરવાજા બંઘ નથી. તમે ક્રમે ક્રમે આગળ વઘો તો વધી શકો છો. અમારે તમોને ચેલા બનાવવા નથી.
તમારી યોગ્યતાના પ્રમાણમાં તમને બોજો આપીશું. આટલો ભવ અમને અર્પણ કરો, અમે તમારી દયાને ખાતર કહીએ છીએ.
ઘર કુટુંબનો મોહ મૂકવો મહા મુશ્કેલી તમે આ તમારા ઘર કે દેહરૂપી) ઝૂંપડા ઉપરથી મોહ ઘટાડો. પણ તે તમારાથી મૂકાવાનું નથી. ચક્રવર્તી રાજ મૂકે પણ તમારાથી નહીં મૂકાય.
વ્યસન માત્ર દોષ, જીવને પરાધીન કરે ત્યારપછી બીડીથી થતા ગેરફાયદા બતાવ્યા હતા. અને કહ્યું કે કોઈપણ બેરિસ્ટર હોય, તેને તમે કેશ આપ્યો હોય, પણ તે જો બીડી પીતો હોય અને તેની બીડી પીવા ઉપર નજર ગઈ તો દરરોજ તમે હજાર રૂપિયા ફીના આપો તો પણ તે કેશનું રૂપ વિપરીત આવવા સંભવ છે. માટે વ્યસન માત્ર દોષ છે, અને તેને આધીન થવામાં જીવનું કલ્યાણ નથી.
રાગદ્વેષથી રહિત થવું એ જ વીતરાગનો માર્ગ એક દિવસ રાત્રે ઘણા જ માણસો સમાગમમાં ડેલી ઉપર આવેલા હતા. એક મેવાડનો છોકરો આવ્યો હતો. તેનું નામ મગન હતું. તેણે દિગંબરને શ્વેતાંબર ઘર્મ સંબંધી પ્રશ્ન કર્યો હતો. પૂજ્યશ્રીએ તે વખતે તેને પૂછ્યું કે તારો કયો ઘર્મ? શ્વેતાંબર કે દિગંબર?
પૂજ્યશ્રીએ તેને ટુંકારીને બોલાવ્યો કારણ તેની ઉંમર નાની હતી. પણ તે છોકરાને કંઈક મનમાં લાગણી થઈ એમ જણાવાથી ફરીથી તેનું મન વરતીને મોટા માને બોલાવ્યો હતો.
તે વખતે તેની ઉંમરની યોગ્યતા પ્રમાણે તેનું સમાઘાન કર્યું હતું. જવાબ ટૂંકાણમાં એમ આપ્યો હતો કે: “ખરો માર્ગ વીતરાગમાર્ગ છે. તેમાં શ્વેતાંબર દિગંબર ગમે તે માનો. પણ જ્યાં રાગદ્વેષની વાતો આવે છે ત્યાંથી અટકવું. એ જ ખરો વીતરાગનો મારગ છે.”
બહુ મૂલ્યવાન માનવદેહથી તો ક્રમે કરી ઇન્દ્રિયોને વશ કરવી લખનાર બીજા પ્રસંગે ફરી અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં હું ગયેલો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે આ જીવ કર્મસહિત હોવાથી તેનો અધ્યાસ દેહ જેવો લાગ્યો છે. તો તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઈ શકે છે. પણ દેહને એકદમ ઝટકેથી પાડી નાખ્યો હોય તો જલ્દીથી તેનો પાર આવે કે નહીં?
પૂજ્યશ્રી : “આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. મતલબ કે મનુષ્યભવે કરીને અનંતા કર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો મહાનીચ ગતિને પાત્ર થાય છે. મનુષ્યભવ તો બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી મળે છે. ત્યાં કર્મની નિર્જરા ઘીમે ઘીમે દેહને દમવાથી અને ઇન્દ્રિયોને નિયમમાં લાવવાથી થાય છે.”
તમારી શક્તિ પ્રમાણે જ ત્યાગ કરાવીએ, વિશેષ નહીં લખનાર હું, નારણભાઈ અને ભાઈલાલભાઈ ત્રણે જણ પૂજ્યશ્રીની પાસે બેઠા હતા. તે વખતે