________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
ડૉક્ટર, આ મુનિ મહારાજ ચોથા આરાના નમૂના છે
ઉપર જણાવ્યું તેમ હું ઇન્દ્રિય પરાજય અઘિકાર વાંચતો હતો. ભુખ લાગી હતી, પણ એમ વિચાર્યું કે કૃપાળુદેવે આ વાંચવા આપ્યું તે મારા રોગની (ભૂખની) દવા આપી. જાળી વાસી હું ઉપરોક્ત અધિકાર વાંચતો હતો. લગભગ એક કલાક પછી પોતે તથા મુનિ મહારાજ નીચે પધાર્યા અને મને જણાવ્યું કે બારણા ઉઘાડી નાખો, ડૉક્ટર આવે છે. મેં તુરત બારણા ઉઘાડ્યા. કૃપાળુદેવ ગાદી ઉપર બિરાજ્યા અને મુનિ મહારાજોને પાટ ઉપર બિરાજવાનું કહેતાં તે ઉપર બિરાજ્યાં. ડૉક્ટર ખુરશી ઉપર બેઠા. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે “ડૉક્ટર, આ મુનિ મહારાજ ચોથા આરાના નમૂના છે.’” ડૉક્ટર આશ્ચર્ય વ્યક્ત કરી ઉપર ગયા. મુનિ મહારાજોએ પણ આશા માગી વિદાય લીધી.
કૃપાળુદેવે કહ્યું “શાંતિ રાખજો”
હું મારી જગ્યાએ બેસી ગયો. આમને આમ લગભગ એક વાગ્યો. ભૂખ બહુ જ લાગી . ઘેર જવાનો વિચાર કર્યો. ત્યાં તો પોતે જણાવ્યું કે જાળી ઉઘાડ. અને સાથે જ જણાવ્યું કે ઘેર જવાનો વિચાર કર્યો છે? મેં કહ્યું—હા, સાહેબ. તેથી મને ડૉક્ટર સાહેબ પાસે મોકલ્યો. મેં ડૉક્ટરને જણાવ્યું કે ટપાલ લખી આપો તો હું નાખતો જઈશ. દોઢ વાગ્યા પછી નમસ્કાર કરી રજા માગી. કૃપાળુદેવે કહ્યું–‘શાંતિ રાખજો.’’ આથી મને વિચાર થયો કે ઘેર મારા પિતાજીએ જરૂર કંઈ ઘમાલ કરી હશે. તેથી તેઓશ્રીએ શાંતિ રાખવા જણાવ્યું છે.
૩૨૦
કૃપાળુદેવની આજ્ઞાથી શાંતિ રાખી બધાનું કહેવું સાંભળ્યું
હું તો બંગલેથી નીકળ્યો. ભૂખ તો બહુ લાગી હતી. પાસે બે પૈસા હતા. એલિસ બ્રીજ પુલ પાસેથી ચવાણું લઈ ફાકતો ફાકતો ભદ્રે ટપાલ નાખી ઘેર આવ્યો. ખડકીમાં એક બાઈએ જણાવ્યું કે ભાઈ, તમે ઊભા રહો. તમારા બાપાએ ઘમાલ કરી છે. તે બાઈએ ખબર કાઢી કે મારા પિતાજી તો ગાંસડી લઈ ફરવા ગયા છે. તેમની સાથે એક ગાંસડી લઈ હું પણ દ૨૨ોજ જતો હતો. ફરવા ગયા સાંભળી હું ઘરમાં ગયો. પ્રથમ મારી બાને પૂછ્યું કે પરમકૃપાળુદેવનો ચિત્રપટ ક્યાં છે? મારી બા એ કહ્યું કે મેં તે લઈને ઠેકાણે મૂક્યો છે. પછી જ મને શાંતિ થઈ અને જમ્યો. પાડોશીઓ તથા સગાં સૌ બહુ ઠપકો આપવા આવ્યા તે વખતે કૃપાળુદેવનું વચન ‘“શાંતિ રાખજે’ તે સતત લક્ષમાં રાખી બધું જ શાંતિથી સાંભળતો, સહન કરતો. મારી મોટી બા પાડોશમાં રહેતા હતા ત્યાં હું ગયો. તેમણે પણ ઠપકો આપ્યો. અને પછી તેવામાં મારા પિતાજી પધાર્યા. તેમના વચનો પણ ઘીરજ રાખી શાંતિપૂર્વક સાંભળ્યા.
પરમકૃપાળુદેવે જણાવ્યું કે શું “બહુ પરિશ્રમ પડ્યો”
સાંજે વાળું કર્યા પછી ફરી પાછો શ્રી પરમકૃપાળુદેવના દર્શને ગયો. લગભગ મારા ઘરનું બંગલાથી ૨ા માઈલનું અંતર હશે. ત્યાં જઈ નમસ્કાર કર્યા. ત્યાં પૂ.પોપટભાઈ તથા રસોઈઓ મૂલચંદ બન્ને જણ હતા. પૂ.પોપટભાઈને તે વખત ઘણી સખત આંચકી આવતી હતી. મૂલચંદ પકડી રાખતો હતો. પણ હું આવ્યો જાણી ભાઈશ્રીએ મને પાસે બેસાડ્યો, આંચકી આવી કે ખભા તથા કમરમાંથી દબાવ્યું કે તરત આંચકી બેસી ગઈ. પછી પરમકૃપાળુદેવ પાસે નમસ્કાર કરી બેઠો. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે બહુ પરિશ્રમ પડ્યો ! મેં કહ્યું—કાંઈ નહીં સાહેબ, મને તો ચિત્રપટની બહુ ચિંતા થતી હતી, પણ તે તો મારી બા