________________
૩૧૯
શ્રીમદ્ અને સોમચંદ સામગ્રી લાવી ત્યાં મૂકી પરમકૃપાળુદેવના દર્શન કરી પછી ઘેર જતો હતો. કોઈ કોઈ દ વખત મોડા સુધી રોકાતો પણ ખરો.
શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજી મુનિને અહીં તેડી લાવો ચિત્ર નંબર ૨ આ પ્રથમ એમ બનેલું કે સવારના નવ વાગતા કૃપાળુદેવે મને જણાવ્યું કે તમે દરવાજે જાઓ, બઘા મુનિ મહારાજો આવે છે, તેમાંથી શ્રી લલ્લુજી સ્વામી અને શ્રી દેવકરણજી મુનિને અહીં તેડી લાવો. અને બીજા મુનિઓને દરવાજે બેસાડજો. હું તો દરવાજાના નાકે ગયો ત્યાં તો મુનિ મહારાજો નાકે આવી પહોંચ્યા. મેં તેઓને સાષ્ટાંગ નમસ્કાર કરી કૃપાળુદેવની આજ્ઞા જણાવી, તેથી ઉપરોક્ત બે મુનિ મહારાજ અંદર પધાર્યા અને બાકીના ઝાંપે બેઠા. બે મુનિ મહારાજને લઈ શ્રી પરમકૃપાળુદેવ મેડા ઉપર પધાર્યા. મેં જાળી વાસી.
ચાર પૈસાભાર ભાત અને બે પૈસાભારની ત્રણ રોટલી તે વખતે કૃપાળુદેવે મને જણાવ્યું કે તને ભાત કરતાં આવડે છે? મેં કહ્યું કે કોઈ દિવસ કર્યો નથી. તેઓશ્રી તો ફરતા હતા. અને મેં ચૂલામાં લાકડાં ઘાલી દીવાસળી વતી સળગાવવા માંડ્યું, પણ એમ તે કંઈ સળગે? પછી તપેલીમાં પાણી ભરી ચૂલા ઉપર મૂક્યું. થોડીવારે કૃપાળુદેવે કહ્યું કે ભાત થયો? મેં ઢાંકણ ઉઘાડી જોયું તો હા પાણી સાઘારણ ગરમ થયું હતું. તેથી મેં જણાવ્યું કે સાહેબ, હજી તો પાણી ઊનું થયું નથી. એટલામાં રસોઈયો મૂળચંદ આવી ગયો. તેણે તરત ગ્યાસતેલ વતી ચૂલો સળગાવી પંદર મિનિટમાં જ ચાર પૈસા ભાર જેટલો ભાત તથા નાની બે પૈસાભારની ત્રણ રોટલી બનાવી દીધી. અને મને કહ્યું કે ભાઈ, ભાણું માંડી જમવા બેસાડો. ચિત્ર નંબર ૩ પરમકૃપાળુદેવે રસોઈયાને પણ કર્મ બંધનથી છોડાવ્યો
મેં ભાણું માંડીને કૃપાળુદેવને જમવા બેસાડ્યા. પછી રસોઈયાએ પીરસવા માટે મને રોટલી શાક આપ્યાં. તે પીરસ્યા પછી કૃપાળુદેવે મને કહ્યું કે પૂછો એને કે આ રોટલીમાં મોણ નાખ્યું છે? મેં પૂછ્યું ત્યારે રસોઈઆએ હા કહી. મેં જણાવ્યું કે સાહેબ, તે હા કહે છે. પોતે જણાવ્યું કે તેને અહીં બોલાવો. તે આવ્યો. પોતે પૂછ્યું કે આ રોટલીમાં મોણ નાખ્યું છે? તેણે કહ્યું–ના, સાહેબ. તમે પહેલા હા કીધું હતું? હા, સાહેબ. પછી પોતે જણાવ્યું કે “મૂળચંદ, અહીં આવીને તો અનંતાકર્મ નિર્જરાવવાના હોય, કે ખોટું બોલી ઘણા કર્મો બાંઘવાના હોય?” આટલું કહેતાં તો મૂળચંદના અંતઃકરણમાં કોઈક વીજળી જેવી અસર થઈ ગઈ, અને તે ઘણું જ રડ્યો. એટલું રડ્યો કે હું તો થંભી જ ગયો. પછી મૂળચંદ પરમકૃપાળુદેવના ચરણમાં પડીને બોલ્યોહા, સાહેબ, મારી ભૂલ થઈ. એમ કહેતો જાય અને રડતો જાય. એમ અરઘો કલાક સુધી પગમાં પડી ઘણું રડ્યો. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે હવે ભૂલ ના કરશો.
વૈરાગ્યશતક'માં ઇન્દ્રિય પરાજય અધિકાર વાંચ્યો જમ્યા પછી પોતે અંદરના ભાગમાં એક કૉચ હતો તે પર બિરાજ્યા. પતાસામાં દવા આપવાની હતી તે મેં આપી. પછી પોતે સહેજ સાજ આરામ લીઘો. તે સમય ૧૧ થી ૧૨નો હતો. મેં જાળી વાસી. શ્રી પરમકૃપાળુદેવે “વૈરાગ્યશતક' પુસ્તક મને આપ્યું હતું તે વાંચવા બેઠો. તેમાં “ઇન્દ્રિય પરાજય” નામનો અધિકાર વાંચ્યો.