________________
૩૦૫
શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ રાખી, સમજવાની ભાવના રાખી આગળ વઘવું. વાતને તોડી પાડવા જેવું કરવું નહીં.) (૩
આખી રાત ચાલેલ શ્રીમદ્ગો ઉપદેશ આમ અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. ત્યાં ખંભાતથી શ્રી અંબાલાલભાઈ, શ્રી ત્રિભુવનભાઈ, કલોલથી શ્રી કુંવરજીભાઈ વગેરે આવેલ હતા. પ્રભાત સુધી બોઘ ચાલ્યો. પછી હું અમદાવાદ આવ્યો. પણ શ્રીમદ્ભા પવિત્ર દર્શન સમાગમ તથા તેમની પવિત્ર યોજનગામી દેશનાની અસર ઘણી રહી. દશા ઘણી તીવ્ર થઈ.
લોકોમાં જ્ઞાન પિપાસા ઉત્પન્ન કરવાની જરૂર સંવત્ ૧૯૫૪ના ભાદરવામાં શ્રીમદ્ શ્રી વસો બિરાજેલ. ત્યાં હું ગયો હતો. ત્યાં શેઠ સાંકલચંદ હુકમચંદ સાણંદવાળાનો મારા ઉપર પત્ર હતો. તેમાં શ્રીમને પૂછવાના ૧૯ પ્રશ્નો હતા. શ્રીમદે કહેલ કે સાંકળચંદ છિદ્ર નથી જોતા, તેનું કારણ જાણીએ છીએ. તેઓશ્રી ફરવા જતા હતા. સાથે જવા મારી વૃત્તિ હતી. તે જાણી લઈ શ્રીમદે મને કહેલ કે અંબાલાલને પણ કહો કે બહાર સાથે ચાલવું છે? રસ્તામાં એક પાણીનું વહેળિયું આવ્યું. તે ઉપરથી કહેલ કે “લોકાનુગ્રહ કર્તવ્ય છે, પણ કેમ થાય? ચોમાસું ઊતરી ગયું! આ વહેળિયાની પેઠે સહજસાજ મંદવત્ જ્ઞાન રહ્યું! લોકોને જ્ઞાન પિપાસા નથી. પિપાસા ઉત્પન્ન કરવાની
જરૂર છે.”
અમે રોમના છિદ્રો દેખીએ છીએ ત્યાં વનમાં બેઠા. એક ભેંસ આવી. હું ઊઠવા જતો હતો ત્યાં આજ્ઞા કરી કે બેસી રહો. ભેંસ ચાલી ગઈ.
ત્યાં શ્રી શત્રુંજય પાલીતાણાના જિનમંદિરની વાત નીકળતાં કહેલ કે આ તમને પ્રથમ જણાવીએ છીએ કે ત્યાં પ્રતિમા અઢારમા સૈકામાં ભરાવેલ છે. “અમે આ રોમ (વાળના) છિદ્રો દેખીએ છીએ.” (એવી એમની ચક્ષુરિંદિય લબ્ધિ હતી)
વસોમાં મને શ્રી સુવિધિનાથજી તથા અભિનંદનજીના આનંદઘનજીના સ્તવનો ગાવા આજ્ઞા કરી. તે ગવાઈ રહ્યા બાદ તેઓશ્રીએ તેના અર્થ કર્યા હતા.
જીવનું કલ્યાણ કેમ થાય? એ અંગે બોઘ એક દિવસ આઠ દસ પંડિતો, અધિકારીઓ વિગેરે શાસ્ત્રાર્થ જ્ઞાન ચર્ચા માટે આવેલ. પ્રથમ શાસ્ત્રાર્થ સંસ્કૃતમાં તેમણે શરૂ કર્યો. પાંચ મિનિટ પછી ગુજરાતીમાં શરૂ કર્યો. કર્તા સંબંઘી શાસ્ત્રાર્થ હતો. તેના પાંચેક મિનિટ બાદ શ્રીમદે “કલ્યાણ કેમ થાય?’ એ અંગે બોઘ શરૂ કર્યો. તે બે કલાક સુધી ચાલ્યો. આવેલા પંડિતો તથા અન્ય શ્રોતાઓનાં પ્રશ્નોનું આપોઆપ સમાઘાન થઈ ગયું. શાસ્ત્રાર્થની જરૂર ન રહી. સહર્ષ નમસ્કાર કરી પંડિતો વિગેરે વિદાય થયાં.
રસ લોલુપી થવું નહીં. એકવાર આખી રાત નવથી પરોઢિયે પાંચ વાગ્યા સુઘી બોઘ ચાલ્યો. બીજે દિવસે બઘાને જમવાનું આમંત્રણ થતાં રસના ઇન્દ્રિય ઉપર વિવેચન ચાલ્યું. “રસલોલુપી ન થવું વગેરે જણાવ્યું. કારણ કે શિખંડનું ભોજન હતુ.
એકવાર જૈનસાઘુઓ સંબંધી વાત નીકળતા કહેલ કે હુકમમુનિ શાંતિસાગર કરતાં સારા હતા.