________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
એવી નિંદામાં ન પડતાં “ભવ વૈચિત્ર્ય ભાવના’” ભાવવી. તથા જગતજીવ તે કર્માઘીના, અચિરજ કહ્યું ન લીના' ઇત્યાદિ ભાવનો બોધ કરેલ.
મોટા પરમેશ્વરના દર્શન કરાવી આવો
૩૦૬
વસોથી ફરી ઉત્તરસંડા ત્યાર પછી ખેડા દર્શનનો લાભ તે જ સાલના આસો માસમાં મળ્યો હતો. સંવત્ ૧૯૫૫ના મહા વદમાં શ્રીમદ્ભુ ઈડરથી અમદાવાદ પધારતાં ઘાંચીની પોળ પાસે સામેના ડહેલામાં મેડી ઉપર ઊતર્યા હતા. શ્રીમદ્ભુના પુત્ર ચિ. છગનલાલ પણ સાથે હતા. દેરાસરે મોકલતાં કહેલ કે મોટા પરમેશ્વરના (પોતે છોટા પરમેશ્વર) દર્શન કરાવી આવો.
શ્રીમદ્ ઘ્યાનમાં લીન, વાઘ પાસે આવીને ગયો
શ્રી ટોકરશી દેવચંદ (બનેવી) પણ ઈડરથી શ્રીમદ્ભુ સાથે આવ્યા હતા. તેઓએ જણાવેલ કે ઈડરના જંગલમાં શ્રીમદ્ કાયોત્સર્ગમાં લીન હતા, અને પાસેથી વાઘ શાંતિથી ચાલ્યો ગયો હતો. ઉપદેશ રાત્રે ત્રણ વાગ્યા સુધી
શેઠ જેસીંગભાઈ ઉજમશી અત્રે મેડી ઉપર પધાર્યા હતા. રાત્રે ઊંઘ આવતાં, જવાની આજ્ઞા માગી પરંતુ ઉપદેશ શરૂ થયો અને ત્રણ વાગી ગયા.
શ્રી જેસીંગભાઈએ પ્રશ્ન કર્યો : આ કાળે કેવળજ્ઞાન હોય? શ્રીમદ્ : પરમ શાંતિ અનુભવીએ છીએ.
સંડાસ હોવા છતાં દરવાજા બહાર ગયા
પરોઢિયે ત્રણ વાગે જંગલ પઘારવું થયું. સંડાસ હોવા છતાં આસ્ટોડિયાના દરવાજા બહાર જવું થયું. હું સાથે હતો. રસ્તામાં ગાથાનો ધ્વનિ ચાલતો :—
“કરલે ગુરુગમ જ્ઞાન વિચારા, કરલે ગુરુગમ જ્ઞાન વિચારા.’
મેં પૂછ્યું : સાહેબ, આ સઘળી ઉપાધિથી છૂટવું છે. ત્યાગ જોઈએ છે. બોજો બહુ લાગે છે. ત્યાગ માટે આજ્ઞા માગી.
શ્રીમદ્ભુએ જણાવ્યું કે : ત્યાગ અમને સોંપી દો, ચાર કલાક હંમેશ દુકાને જવું. (ભાર ગયો.) શ્રીમદ્જી : નવ વાગ્યા છે ? ઘડિયાળ જોયું તો બરાબર નવ વાગ્યા હતા.
હિરાચંદ : સાહેબ શું વાંચવું?
શ્રીમદ્દ : શાંત સુઘારસ, આત્માનુશાસન ઇત્યાદિ. વાર છે તો પણ ઉતરાવીએ છીએ. હીરાચંદ : આ તો દિગંબરી છે. (આત્માનુશાસનાદિ)
શ્રીમદ્ : શ્વેતાંબરીય વાંચો તોયે ઘણું છે. (શાંતસુઘારસાદિ)
શ્રીમદ્ભુ સંવત્ ૧૯૫૫ના જેઠ સુદમાં ઈડરથી નરોડા ગામે પટેલ ભાઈબા કાળીદાસ ગુલાબદાસને ત્યાં પધાર્યા.
કર્મ ગ્રંથને છેડે આત્મા
નરોડા તળાવ કાંઠે શ્રીમદે જણાવ્યું કે (૧) કર્મગ્રંથને છેડે આત્મા રહે છે. ઝાડ નીચે સદુપદેશ કર્યો, ઘણા ભાઈઓ હતા. (૨) પ્રકૃતિ જોઈ છે. ઘણી પર્ષદા (૩) કર્મગ્રંથ વાંચ્યો છે.