________________
૩૦૭
પોપટભાઈ મહોકમચંદ
આચારાંગની ચાલુ ચર્ચા બાબત જણાવ્યું કે બિલાના ગર્ભ બાબત ચર્ચા કરીને / દયાનો લોપ કરવા બેઠા છે. હાલ જૈનપણું કાંઈક આ દયાને લઈને છે. તે દયાનો પણ છે કાયાણીએ ઉપાડેલી ચર્ચામાં લોપ કરવા બેઠેલ છે. આ દયાના કારણે તો જૈન-બૌદ્ધ જુદા પડ્યા. બૌદ્ધ સાધુઓએ નદી કાંઠેથી સૂકી માછલીઓ આહાર માટે લીધી હતી. જૈન સાધુઓએ એ પ્રવૃત્તિ નિર્ધ્વસપરિણામ ઉત્પાદક અને પરંપરાદોષજનિત જોઈ નિષેધી. આથી બૌદ્ધ જૈન જુદા પડ્યા.
કોઈ મુમુક્ષુ બાબત પ્રશ્નઃ આવી પ્રકૃતિ કેમ છે? ઉત્તર : પાંચ આંગળા બતાવતાં અર્થાત્ પાંચે આંગળી સરખી ન હોય.
શ્રીમદે બ્રહ્મચર્ય બાબત મારા ઉપર કરેલ અનન્ય ઉપકાર સાંકળચંદ પિતાંબરદાસ કવિએ શાંતવિજયજીની વાત કાઢતાં તેમની નિંદા શરૂ કરી. શ્રીમદ્જીએ કહ્યું : પરોક્ષમાં કોઈની નિંદા ન કરવી. સાંકળચંદને બ્રહ્મચર્ય વિષે સમજાવી વૃઢતા કરવા જણાવ્યું. સાંકળચંદે પાછળથી કહેલ કે શ્રીમદે બ્રહ્મચર્ય બાબતમાં મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. હું મૈથુન સેવનમાં કૂતરા જેવો હતો. શ્રીમદે મને ઠેકાણે આપ્યો છે.
શ્રી સોમચંદભાઈ મહાસુખરામના બાબતની કોઈ દ્વારા ખબર નહોતી અપાઈ, છતાં તેમને પોતાની મોહભાવના છોડી દેવા શ્રીમદે પ્રતિબોઘતાં શ્રી સોમચંદભાઈએ સદંતર છોડી દીધી.
મોક્ષમાળા વાંચવાની આજ્ઞા ગાડી ઉપડવાના સમયે નરોડામાં પોસ્ટ માસ્તરનું આવવુ થયું. પોસ્ટ માસ્તરની ઉંમર લગભગ ૫૦ વર્ષની હતી.
શ્રીમદ્ કહે ઈશ્વરને કર્તા માનો છો? પોસ્ટ માસ્તર કહે ના સાહેબ, પણ ઘણા વર્ષના સંસ્કાર એકદમ કેમ ટળે? શું વાંચવું? શ્રીમદ્ કહે “મોક્ષમાળા.”
આ કોઈ મહાન પુરુષની ચાલ છે સ્ટેશન ઉપર કોઈ યુરોપિયને શ્રીજીની ચાલ જોઈને તેમને ઉદ્દેશીને કહ્યું કે આ કોઈ મહાત્મા લાગે છે. સં.૧૯૫૫ના જેઠ માસમાં ઈડર-અમદાવાદથી મુંબઈ પઘારતાં નડિયાદ સુઘી વળાવવા જવું થયું હતું. “પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની મંગળાચરણની ગાથા–
"तज्जयति परं ज्योतिः समं समस्तैरनन्त पर्यायैः
दर्पण तल इव सकला प्रतिफलति पदार्थ मालिका यत्र ।" -મૂળ ગ્રંથ કર્તા: અમૃતચંદ્રાચાર્યનું મંગળાચરણ (પુરુષાર્થસિદ્ધિઉપાય)
અમે કહીએ છીએ કે આત્મા છે. પુનઃ પુનઃ એ ગાથાને ઉચ્ચારણ કરી વિવેચન કરતાં ઉલ્લાસથી દ્રઢતાથી કહ્યું કે “આત્મા છે, આત્મા છે, કહીએ છીએ કે આત્મા છે.” વચમાં બીજ-પ્રેક્ષકરૂપ ગાથા પ્રકાશી.
“મંત્ર તંત્ર ઔષથ નહીં, જેથી પાપ પલાય; વિતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.”