________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૦૮
સંવત્ ૧૯૫૬ના વૈશાખ સુદી ૧ના શ્રી ઘરમપુરથી અમદાવાદ પઘાર્યા. શેઠ હેમાભાઈની વાડીના મેડા ઉપર ઉતારો કર્યો. શાંતિસાગરના અનુયાયી શ્રી પાર્વતીબેનનું ત્યાં આગમન.
સ્વભાવ એ ઘર્મ અને ઘર્મથી શાંતિ પાર્વતીબાઈએ પ્રશ્ન કર્યો ઘર્મ એટલે શું? શ્રીમદ્ કહે : “શાંતિ”
તમારા ગુરુ કુગુરુ હતા શાંતિસાગરજીના અનુયાયીઓને શ્રીમદ્જીએ પૂછ્યું કે–તમો શું કરો છો? જિન પૂજાદિ કરો છો?
શાંતિસાગરજીના અનુયાયી : અમે પૂજા, પ્રતિક્રમણ, સામાયિક વગેરે કરતા નથી અને મકાનમાં વાંચવાનું કરીએ છીએ. અમે કુગુરુને માનતા નથી. શ્રીમદ્ કહેઃ અમે મધ્યસ્થતાથી કહીએ છીએ કે તમારા ગુરુ (શાંતિસાગર) કુગુરુ હતા.
જ્ઞાની મળ્યા પછી અંતરક્રિયા ચાલવી જોઈએ. મેં પૂછ્યું : અમારે શું કરવું? શ્રીમદ્ કહે : જ્ઞાનીને મળ્યા પછી અંતરક્રિયા ચાલ્યા કરે. શ્રી રાજપર જતાં ગાડીમાં ચંદ્રસૂરિની વાત નીકળતાં–તેના કરતાં તમે સારા છો.
- જિન વીતરાગ મુદ્રા અને મોક્ષમાં કાંઈ ફેર નહીં. પછી શ્રી રાજપર ગયા. રાજપર જિનમંદિરમાં ભોંયરામાં શ્રી આનંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન શ્રીમદે મધુર અને ગંભીર ધ્વનિમાં ગાયું. તેનો અર્થ સમજાવ્યો. શ્રી દેવકરણજી આદિ મુનિઓની વૃત્તિનું ઉલ્લસવું થયું. જિનમુદ્રા દેખાડીને બતાવ્યું કે “આ મોક્ષ, આ આત્મા.”
બી વાવીએ છીએ તે ખોતરશો નહીં સાબરમતી કાંઠે ભીમનાથની જગ્યામાં પરમતત્ત્વવૃષ્ટિનો અપૂર્વબોઘ આપી જણાવ્યું કે બી વાવીએ છીએ તેને ખોતરશો નહીં. ફલીફૂલી નીકળશે. બીજમાંથી વૃક્ષ થાય, વૃક્ષ ઉપર ફૂલ આવે પછી ફળ આવે તેમ મોક્ષરૂપી ફળ આવશે.)
જ્ઞાનીઓને એક શ્લોક વાંચતા હજારોનું ભાન થાય છે. ચતુરાંગલ હૈ, ડ્રગસેં મિલહે” એ આગળ ઉપર સમજાશે.
નિશ્ચય રાખો ખોટે માર્ગે ચઢાવીએ નહીં સં.૧૯૫૬ વૈશાખ સુદ ૫ હઠીભાઈની વાડીએ રાત્રે મારી શારીરિક શિથિલતા જોઈ ઊભા રહેવા આજ્ઞા કરી. અને પૂછ્યું: કર્મગ્રંથ વાંચો છો? ઉત્તર : સાહેબ, સમજાતો નથી.
પછી છ ભાવનાઓ સંબંધી બે કલાક સુધી વિવેચન કર્યું. શ્રીમદ્ ઃ અમારાથી તમારું કલ્યાણ થશે તેની શી ખાતરી? ઉત્તર : સાહેબ એક ભવ વઘારે. (ઘણી ઘાર્યા તે ઘાર્યા. તે તારે કે મારે) શ્રીમદ્ ઃ નિશ્ચય રાખો. ખોટે માર્ગે ચઢાવવા નથી. ભવ વઘારવા નથી.