________________
૩૦૯
શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ
મારે એક્કે ભવ કરવો નથી, કૃપા કરો વૈશાખ સુદી ૬ના રોજ શ્રી ચંચળબેનનું આમંત્રણ. તેમના પતિ ઉમાભાઈ શેઠનું ત્રણ માસ થયા પરલોકગમન. એ બાઈનું અન્ન લીધું છે, જવું પડશે. પુજાભાઈ તથા મારું સાથે જવું. “કર્મગ્રંથ” બાબત ચર્ચા થઈ. પાછળથી ઊતરતાં ચંચળબેન કહે બાર બાર વરસ થયાં બઘાને સમાગમ, અમને નહીં? રોકાવાનું નહીં થાય?
શ્રીમદ્ રોકાઈએ એમ નથી. ચંચળબેન : મારે હવે એક્રે ભવ નથી કરવો. કૃપા કરો. શ્રીમતું મુખ મલકાયું.
શ્રીમદ્ પૂર્વભવે તિબેટના રાજકુંવર શ્રી અંબાલાલભાઈએ એકવાર કહેલું કે શ્રીમદ્ પૂર્વભવે તિબેટના રાજાના રાજકુંવર હતા. ત્યારે શ્રી જૂઠાભાઈ તથા ચંચળબેન એ બે તેમની પત્નીરૂપે હતા. તે વખતે દિગંબરી દીક્ષા બહુ પાળી હતી એમ પરમકૃપાળુદેવે એક વખત જણાવ્યું હતું. શ્રી જૂઠાભાઈનો સ્વભાવ (જૂઠાભાઈના દેહે) સ્ત્રી સ્વભાવ જેવો હતો. એક વખત શ્રી જૂઠાભાઈ પ્રભુના ખોળામાં માથું નાખી બહુ રડ્યા હતા. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે કૃપા કરી જણાવેલું હતું કે આ સ્ત્રી સ્વભાવ છે.
લોકો જે રૂપે જોશે તે રૂપે ઓળખશે વૈશાખ સુદ ૭. વિરમગામ જતાં અમદાવાદ સ્ટેશને શ્રીમદે જણાવ્યું લોકો જે રૂપે અમને જોશે તે રૂપે ઓળખશે; અર્થાત્ જ્ઞાનીરૂપે જુએ તો જ્ઞાનીરૂપે, ત્યાગીરૂપે જુએ તો ત્યાગરૂપે, ગૃહસ્થીરૂપે જાએ તો ગૃહસ્થીરૂપે. (કોઈ કવિ સ્વરૂપે, કોઈ વિદ્વાન સ્વરૂપે, કોઈ શતાવધાનીરૂપે, કોઈ પ્રામાણિક ઝવેરીરૂપે) ઈત્યાદિ પ્રકારે ઓળખશે.
- શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં ફેર ન જાણો વઢવાણમાં શ્રીમદ્જીએ મને સ્વહસ્તે યોગમુદ્રાનું ચિત્રપટ આપ્યું, અને ફરમાવ્યું કે “શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં કાંઈ ફેર ન જાણો. શ્રી ડુંગરશી ગોશાળીયા મને કહેતા કે -
“2ષભાદિ દશા વિષે, રહેતી જે અપ્રતીત; રાજચંદ્ર મળતાં થકાં, પ્રત્યક્ષ દીઠી સ્થિત.”
અભક્તિરૂપ વચન માટે ઠપકો એકવાર શ્રી છગનલાલ નાનજી સાથે વઢવાણ કેમ્પમાં મારું ફરવા જવાનું બન્યું. મારા અંતરમાં કંઈ વિક્ષેપ તેથી નીકળેલું અભક્તિરૂપ વચન. શ્રીમદ્ સમીપે જતાં ઠપકાની પ્રાપ્તિ થઈ. અને વઢવાણ કેમ્પ છોડી એકદમ અમદાવાદ ચાલ્યા જવાની આજ્ઞા થઈ. તેથી મારા મનને સંતાપ થયો. શ્રી અંબાલાલભાઈને શ્રીમને અરજ કરવા મેં વિનંતી કરી.
ગાડીનો ટાઈમ થયો. આજ્ઞા મુજબ અમદાવાદ ચાલ્યા જવું જોઈએ. પણ ગાડીના ટાઈમે શ્રી અંબાલાલભાઈ દ્વારા આજ્ઞા થઈ કે–રોકાશો. નથી જવું.