________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
રસોડાની ટીપથી શંકા તો નથી થઈ?
રસોડાની ટીપ થતી હતી. શ્રીમદે કહ્યું : રસોડાની ટીપમાં શું ભરશો?
ઉત્તર : આજ્ઞા કરો તે. શ્રીમદ્ કહે ઃ રૂા. સો ભરાવો. ઉત્તર ઃ સારું, જેમ આજ્ઞા.
પછી સમીપમાં બોલાવી શ્રીમદ્ કહે : અમારે તમારું કાંઈ નથી જોઈતું. આ રસોડાની ટીપથી શંકા તો નથી આવી ? શ્રી વણારશી તળશીને ઉદ્દેશીને કહે—ભરવાડવાળું રાખીએ કે વાણિયાની રીતે? ભરવાડની રીતે, વાણિયાની રીતે નહીં, એમ કહી રસોડાની ટીપ ફાડી નાખી. (પરીક્ષા હેતુએ આ પ્રસંગે બનેલ) ત્યારપછી શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળના ખાતાની ટીપ શરૂ કરી.
એકવાર સાંજે સન્મુખ બેઠો હતો. આનંદઘનજીનાં સ્તવન બોલાવ્યાં. પછી શ્રીમદ્ કહે—અમદાવાદથી અહીં આવતાં શાંતિ થઈ? ઉત્તર—હા જી.
૩૧૦
આ વચનામૃત જગતનું કલ્યાણ ક૨શે
રાત્રે વચનામૃતની પ્રાપ્તિ થઈ અને જણાવ્યું કે આ વચનો જગતનું કલ્યાણ કરશે. પણ તમારું તો જરૂર કલ્યાણ ક૨શે. એમ કહી વચનામૃત પ્રસાદી આપી.
કોઈનું મૃત્યુની વાત સાંભળ્યા પછી અમે આહાર લેતા નથી. એમ આહાર લેવો નિર્ધ્વશ પરિણામજનક છે.
શ્રીમદ્ કહે-વૃત્તિ ક્યાંય ગઈ
એકવાર હું શ્રીમના ચરણ ચાંપતો હતો – ચરણસેવા કરતો હતો. ત્યાં મારી વૃત્તિ બીજે ક્યાંક ગઈ. શ્રીમદ્ : વૃત્તિ ક્યાંય ગઈ? મેં કહ્યું—હા જી. શ્રીમદે કહ્યું : “અમારે નવી મા નથી કરવી.'
આ મુમુક્ષુઓ અમારે માનું દુધ છે. ૨બારીને પૂછો એક જ ગાયનું દૂધ છે?
એકવાર શ્રી નાથીબહેન ગાયનું દૂધ ચાર શેર લાવ્યા. તેમાંથી અરધા શેર દૂધમાં મેલિન્સ ફુડ નાખી શ્રીમદ્ સમીપે લઈ ગયા. શ્રીમદે પૂછ્યું : દૂધ કોણ લાવ્યું? એક જ ગાયનું દૂધ છે?
શ્રી નાથીબહેન કહે—દૂધ હું લાવી છું. એક જ ગાયનું છે.
શ્રીમદે કહ્યું : રબારી આવેલ તેને પૂછો. રબારીને પૂછતાં તેણે જણાવ્યું કે સાડા ત્રણ શેર એક ગાયનું છે અને અરઘો શેર બીજી ગાયનું છે.
દૂધના પ્યાલામાં તળિયે વાળ
દૂધના પ્યાલામાં તળિયે વાળ હતો. તે અંગે કહેલ દૂધમાં વાળ છે જોયું તો તળિયે વાળ હતો. પિતાશ્રી રવજીભાઈને એકવાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ સાથે જિનમંદિરે પૂજા કરવા જવા કહ્યું હતું. શરીર ક્ષીણ છે, ક્ષય નથી
શ્રી અંબાલાલભાઈ ડાક્ટર પાસે દવા લેવા ગયા હતા. દવા લઈને આવ્યા. તેમને શ્રીમદે પૂછ્યું : ડાક્ટરે શું કહ્યું? શું વાતચીત થઈ? શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે ડાક્ટર ઠાકોરદાસે કહ્યું છે કે ક્ષય છે. શ્રીમદે કહ્યું કે ના, એમ નથી; શરીર ક્ષીણ છે એમ કહ્યું છે. ડાક્ટર ઠાકોરદાસ આવતા પૂછ્યું તો ડાક્ટરે જણાવ્યું કે શરીર ક્ષીણ છે એમ કહેલ તેની ખાત્રી થઈ.