________________
૩૧૧
શ્રીમદ્ અને પોપટભાઈ મહોકમચંદ એકવાર શ્રી “જ્ઞાનાર્ણવની પ્રત બાંઘવા મને આપેલ. મને બાંઘતા ન આવડી. ફરી બીજા કોઈને બાંધવા કહેલ. એવી ઉપયોગની તીવ્રતા ચીટાઈ હતી.
આઠ યોગદૃષ્ટિની સઝાય અને આનંદઘનજીના સ્તવનો વિચારશો?
સંવત્ ૧૯૫૭ કારતક વદી ૫ના રોજ અમદાવાદ આગાખાનના બંગલે શ્રી ગંગાબહેન દર્શને આવ્યા હતા. તે શરમાતાં હતા. શ્રીમદ્ કહેઃ શરમાઓ છો શા માટે? પોપટની બહેન અમારી બહેન. પૂજા કરો છો? જિન પૂજા-સેવા કરજો. આઠ યોગદૃષ્ટિની સઝાય તથા આનંદઘનજીના સ્તવનો મુખપાઠ કરી વિચારશો.
જગત ગુણ-પુણ્યનું દ્વેષી છે. શ્રીમદ્ ઃ જગત ગુણ-પુણ્યનું દ્રષી છે. બહાર નદી કિનારે પણ લોકોને અનુકૂળતા રહેવા દીધી નથી.
જગતની વિચિત્ર સ્થિતિ જોઈ પોકાર કર્યો શ્રી યશોવિજયજી ઉપાધ્યાય આટલા બહાર કેમ નીકળ્યા? ૩૫-૧૫-૧૨૫ ગાથાનાં સ્તવનો કરી પોકાર કેમ કર્યો? અંતરમાં કેમ ન સમાયા? (નિષ્કારણ કરુણાશીલતાથી આ ઉદ્ગારો બહાર નીકળ્યા. પરમકૃપાળુદેવને જેમ કુગુરુઓ લૂટે તે બરછી સહન ન થઈ તેમ એમનાથી પણ સહન થયું નહીં તેથી પોકાર કર્યો.)
આ ત્રણ નોટો દ્વારા અમારું ઓળખાણ થશે મેં કહ્યું સાહેબ, શ્રી વચનામૃત પ્રસાદી માટે અરજ છે, શ્રી અંબાલાલભાઈ નથી આપતા.
શ્રીમદ્જીઃ અંબાલાલને એનો મોહ થયો છે. આ ત્રણ નોટો તે બુક કરતાં ચઢિયાતી છે, તે તમને મળશે. અમે કોણ છીએ તેથી તમે જાણશો.
શ્રીમદે એકવાર કહ્યું –અંબાલાલ પોતાની ચામડીનાં પાવલાં (જોડાં) અમારા માટે કરાવે તો પણ ઉપકાર ન વળે.
ચામડાને અડતાં હાથ ધોઈ નાખવા ફરવા જતાં કોઈ માણસ ચામડાનું પાકીટ લઈ આવતો હતો. તે જોવા માટે લાવવા કહ્યું. લાવ્યા પછી પાછુ આપવા કહ્યું અને હાથ ઘોઈ નાખો એમ જણાવ્યું. (તાત્પર્ય કે ચામડાની વસ્તુને અડતાં હાથ ઘોઈ નાખવાનો વ્યવહાર જાળવવો. આડકતરી રીતે બોઘ દીઘો.
દેરાવાસીમાં ગુરુગમની જરૂર, સ્થાનકવાસીમાં બધું ફેરવ્ય છૂટકો. ચાંદલા ઓળમાં જતાં–કોઈ સાધુ પરત્વે વાત નીકળતાં શ્રીમદ્જી કહે: સ્થાનકવાસી અને દેરાવાસીમાં ફરક એ છે કે દેરાવાસીને ફક્ત ચાવી ફેરવવાની છે. (ગુરુગમરૂપ ચાવીની જરૂર છે બાકી મૂર્તિપૂજન આદિ સમ્યક છે.) અને સ્થાનકવાસી બાબતમાં જણાવ્યું કે બધું ફેરવ્ય છૂટકો છે. શ્રીમદે મને શ્રી પરમકૃત ખાતાની દેખરેખ રાખવા બાબત આજ્ઞા કરી.
કીડી ચંપાતા પ્રતિમાસે એકાસણા એક વખત કીડી ચંપાઈ જતાં પ્રાયશ્ચિત્તરૂપે બાર માસ સુધી દર માસે ૧-૨ એકાસણા કરવા આજ્ઞા કરી હતી.