________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
શ્રીમદે આગાખાનના બંગલે કહ્યું-આ મુનિઓ ચોથા આરાની વાનગી છે
એકવાર શંખપર શ્રી લલ્લુજી મુનિ આદિ પાસે જતાં શ્રીમદે કહેલ કે—લોકો વાણિયા નથી, ભૂલે છે. ચોથા આરાનું મળે છે છતાં ભૂલે છે. ચોથા આરામાં પણ મળવો દુર્લભ, તે મળતાં છતાં ભૂલે છે!
માન ત્યાં કેટલા કષાય? ચારે કષાય સેવવા આવો છો?
૩૧૨
કોઈ એક પ્રસંગ મેં કહેલ—સાહેબ, શરમ આવે છે.
શ્રીમદ્ કહે : નીચે જતા રહો. (પાછો બોલાવીને) શરમ? કેમ શરમ? એમ દશવાર શરમ શરમ બોલાવીને કહ્યું કે—શરમ કે માન? માન ત્યાં કેટલા કષાય? શું ચારે કષાય સેવવા અહીં આવો છો? ભગવાનના ધામમાં છીએ
શ્રી ઉગરીબેન ચૈત્ર વદ ૪ના રોજ રાજકોટથી અમદાવાદ આવ્યા. શ્રીમદ્જીનો સંદેશો લાવ્યા કે ભગવાનના ઘામમાં છીએ એમ જણાવજો. (ભગવાનને રહેવાનું ઘર કયું? તો કે શુદ્ધ આત્મા. અમે શુદ્ધ આત્મામાં છીએ, આ દેહમાં નથી. એમ પરમકૃપાળુદેવે જણાવ્યું.)
શ્રીમદ્ રાજચંદ્રને સદ્ગુરુ ભગવાન તરીકે સ્વીકાર્યા
તેઓશ્રીની અદ્ભુત જ્ઞાનની ચમત્કૃતિ અને ઉત્તમોત્તમ શક્તિ સમજાયાથી મેં તથા ભાઈશ્રી વનમાળીદાસે એમ જાણ્યું કે પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ તો આ પુરુષ કરાવી શકે તેમ છે, એમ ઘારીને સદ્ગુરુદેવ પરમ પૂજ્યશ્રીને ‘જીવદયાણં’ એટલે મિથ્યાત્વભાવથી મુક્ત કરાવી આત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરાવી આપનાર જાણી સહજાત્મસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રદેવને મારા સદ્ગુરુ ભગવાન તરીકે ત્રિકરણયોગે નિરધાર્યા છે.
સ્મૃતિ પ્રમાણે ટૂંકમાં ટાંચણ કાગળ પર મૂકવાનું સંવત્ ૧૯૬૩માં કરેલ છે.
શ્રી સોમચંદ મહાસુખરામ
અમદાવાદ
હું શા સોમચંદ મહાસુખરામ મુ.અમદાવાદ છે. પંચભાઈની પોળ. શ્રીમદ્ પરમકૃપાળુદેવનો સત્સમાગમ ક્યારે થયેલ તેની યાદી નીચે મુજબ સ્મૃતિમાં રહેલ, તેનો અત્રે ઉતારો કરાવેલ છે.
શ્રીમદ્ રાજચંદ્રનું નામ જાણવામાં આવ્યું
મારા કાકાના દીકરા શા.નગીનદાસ ધરમચંદની સાથે હું સ્થાનકવાસીના ઉપાશ્રયે જતો હતો. તે અરસામાં તેઓ એકવાર ખંભાત મુકામે સ્થાનકવાસી સાધુના દર્શન કરવા ગયા. ત્યાં તેમને શેઠ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદનો સમાગમ થયો અને તેમના ગુણનું ભાન થયું. અમદાવાદ આવીને તે સમાગમ સંબંઘી વાત કરી, જેથી મને પણ નવાઈ લાગી. તેમજ શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનું નામ પણ ત્યારે જાણવામાં આવ્યું. શ્રી ત્રિભોવનભાઈ અત્રે આવવાના છે તે આવશે ત્યારે આપણે મળીશું એમ નગીનભાઈએ મને જણાવ્યું.