________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
કૃપાનાથે કહ્યું કે છગન, આપણે એ માર્ગમાં એક જ રીતે (એકાન્તે) કે શી રીતે? તે વેળાએ હું બોલ્યો કે—
“નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવા નો’ય નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવા સોય.” “નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ;
એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ.’
૩૪૮
એ પ્રમાણે તે લોકોને મેં કહ્યું કે એકાંતે નિશ્ચય ક્યાં કહ્યો છે? બન્ને કહ્યાં છે. પછી તે વાતનો તે લોકોને સંદેહ નીકળી ગયો હતો.
કૃપાળુદેવની આજ્ઞાએ પર્યુષણના આઠેય દિવસ જ્ઞાન-ધ્યાનમાં ગાળ્યા
પછી કૃપાળુદેવે એવો ઉપદેશ દીઘો કે પર્યુષણના આઠ દિવસ રોજ કાંઈ તપ આદિ કરવું અને સુદ ૫ના દિવસે શ્રાવકે જરૂર ઉપવાસ કરવો. એ આઠેય દિવસ જ્ઞાન-ધ્યાન આદિમાં ગાળી આત્મભાવના કરવી. સુદ-૫ ઉત્તમમાં ઉત્તમ છે. એમ મને કૃપાનાથે બોલાવીને કહ્યું તેથી સમાગમના ભાઈઓએ પાંચમને દિવસે ઉપવાસ કરી જ્ઞાન-ધ્યાનમાં ગાળ્યો. કૃપાનાથે તેવો બોધ પણ આપ્યો. પછી દિવસ લગભગ રહ્યો ત્યારે કહ્યું કે આજે સહુ પડિક્કમણું કરો. ત્યારે જે ભાઈઓ હતા તેમને મેં કહ્યું કે કૃપાનાથ આપણ સર્વેને પડિક્કમણું કરવાનું કહે છે. ત્યારે કહે કે કોણ કરાવશે? મેં પૂછ્યું—તમને કોઈને આવડે છે? તેમણે ના પાડી. પછી કૃપાનાથને પૂછ્યું કે પડિક્કમણું શી રીતે કરીએ? કૃપાનાથ કહે—તું પડિક્કમણું કરાવ. ત્યારે મેં કહ્યું—હું ભૂલી ગયો છું. ત્યારે કહે કે તું નવ્વાણું અતિચાર બોલ, અને એવી રીતે કરો. પછી ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ કરો. પછી તેમની આજ્ઞાથી નવાણું અતિચાર વગેરે બોલી કાઉસ્સગ વગેરે કર્યા અને પોતાની શક્તિ મુજબ નિયમ પણ લીધા હતા.
વઢવાણ કેમ્પમાં કૃપાળુદેવે અંતિમ બેય મુદ્રાઓનાં ચિત્રપટ પડાવ્યા
ત્યાં કાંપમાં સુખલાલભાઈના કહેવાથી વિઠ્ઠલ સાહેબના કારખાનામાં કૃપાળુદેવનો ચિત્રપટ પડાવવા અમે ગયા હતા. તે પાડી રહ્યા પછી તે કંપાઉન્ડના બારણા પાસે હું અને કૃપાનાથ ભેગા થયા. કૃપાનાથ ચિત્રપટ પડાવીને લીંબડી ઉતારે પધારતા હતા. એવામાં તે કંપાઉન્ડથી થોડાક ચાલતાં તેમના દેહનું હાડપિંજર જોઈ કૃપાનાથને કહ્યું કે ચોથા આરાના ધુરંઘર મુનિઓ જે તપ કરે છે તેની જેમ હાડમાંસ સુકાઈ ગયા દેખાય છે.
આ દેહને હમણાં કાંઈ થવાનું નથી
ડૉક્ટરની દવા ચાલતી. અંબાલાલભાઈ દવા લેવા જતા. એવામાં એક દિવસ ડૉક્ટરે કહ્યું કે તેમને ઘર ભેગા કરો, તેમનો દેહ રહેશે નહીં. એવું સાંભળી ત્યાં રોકકળ થઈ ગઈ અને વવાણિયા તથા મુંબઈ તાર મૂકીને તેડાવ્યા. કાકા ૨વજીભાઈએ એવો નિયમ કર્યો કે તેનું મુખ જોયા પછી પાણી પીશ અને રૂા.૫૦૦/- શુભ ખાતામાં વાપરીશ. એ વાત કૃપાનાથના જાણવામાં આવી અને પૂ.અંબાલાલભાઈને બહુ વઢ્યા અને મને બાલને કૃપાનાથે પૂછ્યું કે તને આ દેહનું કેમ વરતાય છે ? મેં કહ્યું બાપજીના દેહને આજથી લોહી નવું ચઢે છે અને કાંઈ થવાનું નથી. કાલના ને આજના દિવસમાં આ દેહનું તેજ વધતું જાય છે. તે